Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મિત્રોની પત્નીઓને ફેરવવા પતિનું પત્ની પર મિત્રો સાથે ફલર્ટ કરવા માટે દબાણ

મિત્રોની પત્નીઓને ફેરવવા પતિનું પત્ની પર મિત્રો સાથે ફલર્ટ કરવા માટે દબાણ

0
94
  • સેટેલાઈટના દંપતી વચ્ચે વિવાદની પોલીસ ફરિયાદ
  • સાસરિયાંએ 50 લાખ અને ટોયોટા કેમરી કાર માંગી
  • પતિએ MBA હેવાનું ખોટું બોલી લગ્ન કર્યાનો આરોપ

અમદાવાદઃ સેટેલાઇટ (satellite) વિસ્તારમાં રહેતી મહિલાએ લગ્નના 18 વર્ષ બાદ સાસરિયાં દહેજમાં રૂ.50 લાખ માંગી ત્રાસ આપતાં હોવાની ઘરેલુ હિંસા(Domestic Violence)ની ફરિયાદ કરી છે. સાથે તેણે પતિએ MBA ડિગ્રી ના હોવા છતાં ખોટું બોલી લગ્ન કર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ પતિ મિત્રોની પત્ની સાથે ફ્લર્ટ કરી શકે માટે પત્નીને મિત્રો સાથે ફ્લર્ટ કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. બનાવ અંગે મહિલા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેટેલાઇટ ખાતે બંગલોમાં માતા પિતા સાથે રહેતી 42 વર્ષીય વિશાખા ઇસ્કોન પાસે ઓફિસ ધરાવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરે છે. વિશાખાના લગ્ન સેટેલાઇટ જોધપુર ખાતે રહેતા અચ્યુત સાથે 2002માં થયા હતા.

આ પણ વાંચોઃ આશ્રમ રોડનો વિજય સેલ્સ શો રૂમ કરફ્યુમાં ચાલુ,માલિક નહીં મેનેજર સામે ગુનો!

લગ્નમાં બંને પક્ષ તરફથી કુલ 120 તોલા સોનું ચઢાવાયું

વિશાખાએ લગ્નના 18 વર્ષ બાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ અચ્યુત, સાસુ,સસરા,અમેરિકા ખાતે રહેતી નણંદ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. વિશાખાએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ લગ્નમાં પિયરમાંથી 60 અને સાસરીમાંથી 60 મળી કુલ 120 તોલા સોનાના દાગીના તેને ચઢાવવામાં આવ્યા હતા.

પતિએ લગ્ન એમબીએની ડિગ્રી હોવાનું ખોટું બોલી કર્યા તેમજ સાસુ સસરાએ તેઓ મોટા મિલ માલિક હોવાનું અને સાત પેઢી ન ખૂટે તેટલું ધન હોવાનું તદ્દન ખોટું બોલી પરિવારને પ્રભાવમાં લીધો હતો.
લગ્નના થોડા સમયમાં સાસુ,સસરા અને પતિનું વર્તન બદલાવવા લાગ્યુ્ હતું.  તમામ લોકો મહેણા મારતા હતા કે તારા બાપે લગ્નમાં તું એકની એક દીકરી છે તો 100 તોલા સોનું આપવું જોઈએ. પતિ કહેતો મને ટોયટા કેમરી ગાડી અપાવી જોઈએ.

સાસુ-સસરા કહેતા-તારાથી થાય તે કરી લે

પતિ દારૂ પીને ઘરે આવતો સાસુ સસરા તેનો પક્ષ લેતા વિશાખા વિરોધ કરતી તો કહેતાં અહિંયા દારૂની પાર્ટી મિત્રો સાથે થશે તારાથી થાય તે કરી લે. નણંદ અમેરિકાથી આવતી તો કહેતી તું વિશાખાથી છૂટા છેડા લઈ લે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરાવી આપીશ.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓનો ડેટા ચોરી, GTUનાં રજીસ્ટારની સાયબર સેલમાં ફરિયાદ

વિશાખાના દાગીના પણ સાસરિયાએ બેંકમાં મૂકી દીધા હતા. પ્રસંગે માંગે તો આપતા નહીં અને નણંદ આવે તો તેણે પહેરવા માટે સાસુ દાગીના આપતા હતા.

પતિ અચ્યુત પાર્ટી અને પ્રસંગોમાં પોતે મિત્રોની પત્ની સાથે ફ્લર્ટ કરી શકે તે માટે પત્ની વિશાખાને મિત્રો સાથે ફ્લર્ટ કરવા દબાણ કરતો હતો. આ રીતે ઐયાશીઓ કરવા માંગતો હતો. વિશાખાને પતિ સહિતના લોકો તું તો ગામડિયન છે તેમ કહી અપમાન કરતા હતા. સાસુ,સસરા અને નણંદ રૂ 50 લાખ દહેજ લઈ આવવા માટે દબાણ કરતા હતા. વિશાખાએ પતિ  કોઈ કામ કાજ કરતો ન હોવાથી ઇસ્કોન પાસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ કરી વેપાર કરતી હતી.

સાસુએ ઘરમાં ઘૂસવા ન દીધીઃ વિશાખા

વિશાખા ગત તા 15 જુલાઈના રોજ કામથી બેંકમાં ગઈ હતી. તે સમયે સાસુએ ઘરની બહાર બોર્ડ માર્યું કે આ મિલકત મારા પતિની છે તેથી કોઈએ પ્રવેશ કરવો નહીં. આ રીતે વિશાખાને ઘરમાં ઘુસવા દીધી નહી. જ્યારે પતિ પુત્રને લઈ બીજે રહેવા જતો રહ્યો હતો. બનાવને પગલે વિશાખાએ સાસરિયાં વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.