Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મારી ચેટ કેમ જોઈ કહી પત્નીને માર મારતો પતિ, પત્નીએ ફરિયાદ નોંધાવી

મારી ચેટ કેમ જોઈ કહી પત્નીને માર મારતો પતિ, પત્નીએ ફરિયાદ નોંધાવી

0
79

અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં ડી-કેબિન ખાતે રહેતી 30 વર્ષની પરીણિત મહિલા વૈશાલી પટેલે ગુરુવારે તેના પતિ પર ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી, તેની પાછળનું કારણ ફક્ત એટલું જ હતું કે તે ફક્ત તેના સેલફોન (Cellphone)માં બીજી મહિલા સાથેનું ચેટિંગ (chatting) જોતી હતી.

સાબરમતી પોલીસમાં ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆર(FIR)માં મહિલાએ જણાવ્યું હતું કે તેના પ્રીતેશ પટેલ સાથે દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતીની સાત વર્ષની પુત્રી છે.

આ પણ વાંચોઃ મણિનગરની તમિલ શાળા બંધ કરવા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ

તેણે જણાવ્યું હતું કે તે સવાર ચાર વાગે ઉઠી ગઈ હતી, કારણ કે મેસેજ એલર્ટના સંદેશાના લીધે પતિનો મોબાઇલ ફોન રણક્યો હતો. તેણે પછી પતિનો સેલફોન જોયો અને જોયું કે નીલમ સોની નામની મહિલાએ તેને સંદેશા મોકલ્યા છે. તેના પછી તેણે ફોનને વધુ ચકાસ્યો હતો અને તેમા તેણે પ્રીતેશની સાથે કોલ રેકોર્ડિંગ પણ સાંભળ્યા હતા.

આ સમય સુધીમાં તેનો પતિ આવી ગયો અને વૈશાલીએ તેને આ મહિલા અંગે પૂછ્યુ. આમ પૂછવાની સાથે જ તે ગુસ્સે થઈ ગયો અને તેને મારવા (Hitting) લાગ્યો. તેને આના લીધે ઇજા થઈ અને પતિએ મારેલા મારના લીધે તેણે પોલીસ સ્ટેશને જઈને તેની સામે ઘરેલું હિંસા(Domestic violence)ની ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચોઃ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય

આમ પતિને હવે લગ્ન બહારનો રોમાન્સ પત્નીની ફરિયાદના લીધે મોંઘો પડી ગયો છે. તેમાં બીજી મહિલાની સંડોવણીના લીધે તેની સામે હવે ઘરેલું હિંસા ઉપરાંત વ્યભિચારની ફરિયાદ પણ નોંધાઈ શકે છે. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઘરેલું હિંસાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમા પણ અર્થતંત્રની મંદીની સાથે વધી રહેલી બેરોજગારીના લીધે આ પ્રકારના બનાવ પણ સતત વધવા લાગ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીની હત્યા, પરિવાર પર આભ તૂટી પડ્યું

મહિલાને ઘરેલું હિંસાનો ભોગ બનતી બચાવવા માટે સરકાર દ્વારા અભયમ નામની હેલ્પલાઇન શરૂ કરાઈ છે. લોકડાઉન અને તેના પછીના સમયમાં અભયમ પર મદદ માટે આવતા કોલમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

તેની સાથે-સાથે હવે સ્ત્રીઓ પણ કોઈપણ પ્રકારની હિંસાને સાંખી લેતી નથી અને જો તેમની સાથે જરા પણ હિંસા થાય કે બળજબરી થાય તો તે ફરિયાદ કરવામાંથી પણ હવે પાછી પાની કરતી નથી, પછી ભલેને સામે ગમે તેવો ચમરબંધી હોય કે સગાસંબંધી હોય.