Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વૃદ્ધ બનાવી દેનાર ફેસએપથી તમારે સાવધાન રહેવાની જરૂરત છે?

વૃદ્ધ બનાવી દેનાર ફેસએપથી તમારે સાવધાન રહેવાની જરૂરત છે?

0
1993

હાલમાં લોકો પર પોતાના વૃદ્ધાવસ્થાની તસવીરોવાળી ફેસએપનો હેંગઓવર છવાયેલ છે. ફેમસ હસ્તિઓથી લઈને સામાન્ય લોકો સુધી બધા જ લોકો આનાથી બનાવેલ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. એક રશિયન કંપની વાયરલેસ લેબ દ્વારા બનાવવામાં આવેલ ફેસએપ કોઈપણ વ્યક્તિની વૃદ્ધાવસ્થાની સંભવિત તસવીર બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ન્યૂરલ એન્જિન નામની એક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આના પરિણામે આખી દુનિયાને હેરાન અને રોમાંચિત કરીને મૂકી દીધી છે.

શું આનો કોઈ નકારાત્મક પક્ષ પણ છે? શું લોકોને ફેસએપથી સાવધાન રહેવાની જરૂરત છે? કેટલાક લોકોના મંતવ્ય અનુસાર ફેસએપ ન માત્ર યૂઝરના ચહેરાનો ઉપયોગ કરે છે પરંતુ તેની ખાનગી જાણકારીઓ પણ મેળવી લે છે. આની સેવા શરતોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, ‘હું આને પોતાની ફોટો અને બીજી સામગ્રીને ઉપયોગ અને સંપાદિત કરવાની અને તેને પ્રકાશનની પર પરવાનગી આપું છૂ જેના માટે હું કોઈ રોયલ્ટીનો દાવો કરીશ નહીં.’ આ શરતોમાં એક તે પણ છે કે, કંપની પાસે આ જાણકારી પોતાના કોઈ વ્યાપારીક સહયોગી સાથે શેર કરવાનો અધિકાર પણ છે.

એટલે ફેસએપને તમે માત્ર એક ફોટો જ નહીં પરંતુ ઘણું બધુ આપી રહ્યાં છો. તમને લાગી રહ્યું છે કે, તમારી તસવીરનો વ્યક્તિગત ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ પાછળથી આનો સાર્વજનિક પણ ઉપયોગ થઈ શકે છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર કેટલાક લોકોએ તે પણ દાવો કર્યો છે કે, એપ ખોલાતાની સાથે જ ઈન્ટરનેટ પર બધી જ તસવીરો અપલોડ થવા લાગી. જોકે, આઈઓએસ અને આઈફોનમાં આ વિકલ્પ આવે છે કે, કઈ તસવીરોને ફેસએપને હેંડઓવર કરવા માંગીએ છીએ અને કઈ તસવીરોને નહીં.

ફેસએપને લઈને અમેરિકન સંસદમાં પણ ચિંતા છે. તેના એક સભ્ય ચેક શુમરે ફેસએપની તપાસની માંગ કરી છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક પત્રમાં તેમને લખ્યું છે કે, આ ખુબ જ ચિંતાની વાત છે. વિદેશ શક્તિઓ અમેરિકન નાગરિકની ખાનગી જાણકારીઓ મેળવી રહી છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા

જોકે, સુરક્ષા સાથે જોડાયેલ બધી જ ચિંતાઓને કંપનીએ ફગાવી દીધી છે. ફેસએપનું કહેવું છે કે, લોકોની તસવીરો સ્થાયી રૂપથી સ્ટોર કરવામાં આવી રહી નથી અને ના લોકોના પર્સનલ ડેટામાં ઘુસણખોરી કરવામાં આવી રહી હોય. કંપનીનું કહેવું છે કે, યૂઝર્સ જે તસવીરોને પસંદ કરે છે તેની જ એડિટિંગ કરવામાં આવી રહી છે.

આમ જોઈએ તો આ પ્રથમ વખત નથી કે, ફેસએપ વિવાદોમાં ઘેરાઈ હોય. 2017માં તેને એપમાં એથનિસિટી ફિલ્ટર આપ્યું હતુ, જેમાં યૂઝર પોતાની જાતિ બદલી શકતા હતા. એટલે એશિયન મૂળવાળો વ્યક્તિ જોઈ શકતો હતો કે, તે આફ્રિકન હોત તો કેવો દેખાતો. જોકે, આની આલોચના બાદ કંપનીએ માફી માંગીને તે ફિચરને પરત લઈ લીધો હતો.