Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > શું તમે બીપી ચેક કરાવતી વખેત આ ભૂલો કરો છો? તો આજથી જ ચેતી જજો નહિં તો થશે…

શું તમે બીપી ચેક કરાવતી વખેત આ ભૂલો કરો છો? તો આજથી જ ચેતી જજો નહિં તો થશે…

0
12558

આજની આ ભાગદોડભરી જીંદગીમાં સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી હેલ્થનુ બરાબર ધ્યાન રાખતા નથી તો આવનારા દિવસોમાં તમે અનેક મોટી બીમારીઓનો ભોગ બની શકો છો. આજની આ ફાસ્ટ લાઇફમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ દરેક વ્યક્તિએ અમુક સમયાતંરે ફૂલ બોડી ચેક અપ કરાવવુ જોઇએ જેથી કરીને જો કોઇ નાની બીમારી શરીરમાં હોય તો તેનુ જલદી નિવારણ લાવી શકાય. જો કે આજે અમે તમને એક વાતનુ ચોક્કસપણે ધ્યાન દોરી શું કે શું તમે પણ એ વ્યક્તિમાંના એક છો કે જ્યારે તમે બ્લડ પ્રેશર ચેક કરાવા જાવો છો ત્યારે વારંવાર હલી જાવો છો, નીચા નમવુ તેમજ બીજા કોઇ પ્રકારની ગતિવિધીઓ કરો છો. આમ, જો આ વાતનો જવાબ ‘હા’ હોય તો તમારે આ આદતને બને તેમ જલદી સુધારી દેવી જોઇએ કારણકે આ પ્રકારની હલનચલન કરવાથી તમારા બ્લડ પ્રેશરની સંખ્યા ખોટી આવી શકે છે અને તમે અનેક મુશ્કેલીઓમાં મુકાઇ જાવો છો. બ્લડ પ્રેશરની તપાસ કરાવતી વખતે મોટાભાગના લોકો અનેક પ્રકારની ભૂલો કરતા હોય છે જેનુ ધ્યાન વ્યક્તિને પોતાને જ હોતુ નથી. તો આજે જાણી લો તમે પણ બ્લડ પ્રેશર ચેક કરાવતી વખતે તમે કયા પ્રકારની ભૂલો કરો છો જે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે.

બ્લડ પ્રેશરની તપાસ કરાવતી વખતે સતત વાતો કર્યા કરવી

જ્યારે ડોક્ટર તમારુ બ્લડ પ્રેશર ચેક કરે એ સમયે જો તમે વાતો કરો છો તો તમારુ બ્લડ પ્રેશર એકદમ સાચુ માપી શકાતુ નથી અને તે ઉપર નીચે આવે છે જે કારણોસર તમારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે બ્લડ પ્રેશર સાચુ ના આવવાને કારણે કેટલીક વખત ખોટી દવાઓ પણ લેવાઇ જાય છે.

આખી સ્લિવના કપડા પહેરવાનુ ટાળો

સામાન્ય રીતે લોકો બીપી ચેક કરાવતા સમયે આખી સ્લિવના કપડા પહેરતા હોય છે અને કપડા પરથી જ બીપી ચેક કરાવી લેતા હોય છે. જો તમે પણ કંઇક આવુ જ કરી રહ્યા છો તો તમારું બીપી એકસરખુ આવતુ નથી. બીપી ચેક કરાવતી વખતે મશીન તમારી ત્વચાના સંપર્કમાં હોય તેનુ ખાસ ધ્યાન રાખો.

બીપી ચેક કરાવતી વખતે વારંવાર હાથ ના ઉઠાવો

શું તમે બીપી ચેક કરાવતી વખતે તમારો હાથ વારંવાર ઉઠાવો છો? આમ જો તમારી આદત પણ આ પ્રકારે હોય તો તેને તરત જ સુધારી લો. તમને જણાવી દઇએ કે, વારંવારં હાથ ઉઠાવવાથી તમારા હાથની ધમનીઓમાં રક્ત પ્રવાહમાં અવરોધ આવે છે જેથી કરીને બીપી ચેક કરાવતી વખતે હંમેશા હાથ સીધો રાખવાનો પ્રયત્ન કરો.

બીપીની તપાસ કરાવતી વખતે પગને બાંધશો નહિં

શું તમે બીપી મપાવતી વખતે પગને બાંધવાનુ પસંદ કરો છો? તો આ વાત તદન ખોટી છે. જો તમે બીપી ચેક કરાવતી વખતે પગને બાંધી દો છો તો તેનાથી રક્ત પ્રવાહમાં પ્રોબ્લેમ્સ થાય છે જે કારણે બીપી સરખુ માપી શકાતુ નથી. આ માટે બીપી ચેક કરાવતી વખતે પગને ખુલ્લા રાખો જેથી કરીને બીપી સરખુ માપી શકાય.

બીપી માપવાનુ મશીન તમારા હાથમાં ફિટ છે કે નહિ તે ચેક કરી લો

જો બીપી માપવાનુ મશીન તમારા હાથમાં બરાબર ફિટ નથી બેસતુ તો તમારા ડોક્ટરને જાણ કરો કે, તે મશીનને તમારા હાથમાં બરાબર ફિટ કરે અને પછી બીપી ચેક કરે જેથી કરીને બીપી બરાબર માપી શકાય.

બીપીની તપાસ કરાવતા પહેલા બાથરૂમ જઇ આવો.

બીપીની તપાસ કરાવતા પહેલા દરેક વ્યક્તિએ બાથરૂમ જઇ આવવુ જોઇએ જેથી કરીને શરીરમાં જરૂરિયાત કરતા વધારે પાણી તમને પ્રોબ્લેમ્સમાં ના મુકી શકે. આ માટે હંમેશા ધ્યાન એ રાખો કે બીપીની તપાસ કરાવતા પહેલા બાથરૂમ અચુકપણે જાવો.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા