Gujarat Exclusive > યુથ > મનોરંજન > શું તમે જાણો છો શાહરૂખ ખાનના મન્નત બંગ્લાની કિંમત?

શું તમે જાણો છો શાહરૂખ ખાનના મન્નત બંગ્લાની કિંમત?

0
457

બોલિવુડના બાદશાહ નામથી પ્રખ્યાત બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન તેનાં ફેન્સનાં દિલો પર રાજ કરે છે. શાહરૂખ ખાન મુંબઇમાં જે બંગલામાં રહે છે તે મન્નત કોઇ મહેલથી ઓછો નથી. શરૂઆતમાં શાહરૂખ ખાન મન્નતની નજીકમાં રહેતો હતો પણ આજે તે બાન્દ્રાનાં તે મોટાં મેન્શન મન્નતનો માલિક છે.

જણાવી દઈએ કે શરૂઆતથી જ શાહરૂખ આ બંગલાનો દિવાનો હતો. તેનું સપનું હતું કે તે આ બંગલો ખરીદે. અને આખરે તેનો સપનો સાકાર થયો. આ બંગલો તેણે વર્ષ 2001માં ખરીદ્યો હતો.

મન્નત એક થર્ડ હેરિટેજ સ્ટ્રક્ચર વાળું એવું ઘર છે જેને 1920નાં દાયકામાં બનાવવામાં આવ્યું હતું. તે પહેલાં વિલા વિયનાનાં નામે જાણીતું હતું. આ બંગલાનો મૂળ માલિક ગુજરાતના પારસી કિકૂ ગાંધી હતા. શાહરૂખે તેને 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલ શાહરૂખ ખાનનાં મન્નતની કિંમત આશરે 200 કરોડ રૂપિયા થાય છે.

શાહરૂખ ખાનનાં આ બંગલામાં 5 બેડરૂમ, એક લાઇબ્રેરી, જિમ, પર્સનલ થિયેટર અને બાકી બધુ જ છે જે એક સેલેબ પરિવારની લાઇફસ્ટાઇલ માટે જોઇએ છે. મન્નતના લિવિંગ રૂમમાં એમ.એફ.હુસેનની ખૂબસુરત પેન્ટિંગ છે.

એક ઇન્ટરવ્યૂંમાં ગૌરીએ કહ્યું હતું કે, તેણે તેનાં મન્નતનાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે ખૂબ જ પ્રયાસ કર્યા છે. તેણે કહ્યું કે, આ ઘરને સજાવવામાં ઘણી સર્ચિંગ, ટ્રાવેલિંગ અને એડિટિંગ કરવી પડી. ત્યારે જઇને મન્નત આવું તૈયાર થયું છે. મન્નતનો ઈન્ટેરિયર મોડન અને ખૂબ જ સ્ટાઈલિશ છે.

શાહરૂખ ખાનનો છ ફ્લોરનાં સી ફેસિંગ બંગલો મન્નત બાન્દ્રા વેસ્ટનાં બેન્ડસ્ટેન્ડમાં સ્થિત છે. મન્નત બહારથી જેટલો સુંદર છે અંદરથી એટલું જ અદ્ભૂત છે.

મન્નત બંગલામાં ઘણી ફિલ્મોની શૂટીંગ પણ થઈ ટુકી છે.

મુંબઇ આવનારા દરેક વ્યક્તિ એક વખત તો શાહરૂખ ખાનનાં બંગલાની બહાર ફોટો જરૂર ક્લિક કરાવે છે. તેનાં ઘરની બહાર મન્નત લેન્ડ્સ એન્ડ એવું લખ્યું છે.

આ બૉલીવુડ અભિનેત્રીને 6 મહિનાની સજા ફટકારાઈ, જાણો કારણ