Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ચમકી તાવની સારવાર નહીં કરી શકનાર સરકાર હવે વળતર આપવામાં પણ કરી રહી છે ધાંધીયા

ચમકી તાવની સારવાર નહીં કરી શકનાર સરકાર હવે વળતર આપવામાં પણ કરી રહી છે ધાંધીયા

0
285

પટણાઃ જ્યારે ગરીબી તમારી સામે ઉભી હોય છે ત્યારે જિંદગી નાની નજરે પડે છે. વર્ષ 2014મા પણ ચમકીની (મગજનો તાવ) ઝપેટમાં આવવાના કારણે 140 બાળકોના મોત થયા હતા. કેલેન્ડરમાં વર્ષ બદલવા છતાં બિહારની સ્વાસ્થ્ય સેવાઓ બદલાઇ નથી. ચમકીને એક્યૂટ ઇન્સેફેલિટિસ સિડ્રોમના નામથી ઓળખવામાં આવે છે. જેની ઝપેટમાં આવવાથી લગભગ 170થી વધુ માસૂમ બાળકોની મોત થઇ ચૂકી છે. ઘણા બાળકો હોસ્પિટલ પણ પહોંચી શક્યા નહોતા. સૌથી ખરાબ સ્થિતિ મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને સમસ્તીપુરમાં જોવા મળી હતી. ચમકીએ સેંકડો હસતા-ખેલતા પરિવારોનું અસ્તિત્વ ખત્મ કરી દીધું. કોઇના ઘરનો ચિરાગ ઓલવાઇ ગયો તો કોઇના ઘરની ગુડિયા જેવી બાળકી જતી રહી.

આ બીમારી સામે બિહાર સરકારની સ્વાસ્થ્ય વ્યવસ્થા દમ તોડતી નજરે પડી રહી હતી. ડોક્ટરો, હોસ્પિટલ અને સંસાધનની અછતમાં ફસાયેલ બિહારમાં સુશાસન બાબુના નામથી જાણીતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છેલ્લા લગભગ 14 વર્ષથી બાળકોની રાખ પર બેસીને ફાઇલો ફેરવી રહ્યા છે પરંતુ રાજ્યની સ્થિતિ બદલી શક્યા નથી. કેન્દ્રિય રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબે અને બિહારના સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડે જે સતત સ્વાસ્થ્ય ક્ષેત્રને ઠીક કરવા માટે હારમોનિયમ વગાડતા રહ્યા. લગન સાહ ગ્રામીણ બજારમાં શાકભાજી વેચે છે અને તેમની પત્ની રિંકુ દેવી શહેર સ્થિત એક ફેક્ટરીમાં કામ કરે છે. મહિનામાં માંડ 3000થી 3500 રૂપિયા કમાણી શકે છે. છેલ્લા 10 જૂનના રોજ તેમણે 10 વર્ષની બાળકી ગુમાવી દીધી હતી. જે વિશે તેઓ કહે છે કે જ્યારે તેઓ કામ પરથી પાછા ફર્યા તો તેમની દીકરીની તબિયત ખરાબ થઇ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ દીકરીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

રિકુ દેવીના ઘરની સ્થિતિ પણ ખરાબ છે. ગરીબીના ચક્રવ્યૂહે એક બાળકનો ભોગ લઇ લીધો. બાળકની ત્રણ બાળકો મામાના ઘરે મોકલી દીધા હતા. જ્યારે રિંકુના પરિવારને અત્યાર સુધીમાં સરકાર દ્ધારા જાહેર કરવામાં આવેલી ચાર લાખની સહાય રકમ મળી નથી. પંચાયત વડા રંજન સિંહે કહ્યું કે, મૃતકના પરિવારને રકમ આપવામાં આવશે. પૂછવા પર અત્યાર સુધીમાં કેમ આપવામા આવી નથી તો તે કહે છે કે બાળકીએ રસ્તામા દમ તોડી દીધો હતો એટલા માટે ડોક્ટરનું કોણ કાગળ નથી. પણ સવાલ ઉઠે છે કે જે બાળકી ચમકીનો ભોગ બની છે તેમના પરિવારને વળતર મળવું જોઇએ કે નહીં.

તે સિવાય ચુલાઇરામની પત્ની ચુનચુનની દીકરી રવિના કુમારી જે ફક્ત ત્રણ વર્ષની હતી જેનું મોત પણ 10 જૂનના રોજ ચમકીના કારણે થયું હતું. માતા ચુનચુન દેવી જણાવે છે કે ઘરમાં લગ્ન હતી અને અચાનક તેમની દીકરીને ઉલટીઓ થવા લાગી હતી અને તેમની આંખ ઉપર નીચે થવા લાગી હતી. તે સૌ પ્રથમ બાળકીને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ડોક્ટર ફક્ત પાંચ મિનિટનો સારવાર કર્યો પછી શહેરની એસકેએમસીએચમાં રેફર કરી દેવાઇ હતી. હોસ્પિટલમાં જે લોકો ડોક્ટર અને નર્સને પૈસા આપતા હતા તેમની સારવાર જલદી કરતા હતા અને બાકીઓની સારવાર કરતા નહોતા. આ જ વોર્ડમાં રામ જતન માંઝી પોતાની દોઢ વર્ષની બાળકી રાધિકા કુમારી ગુમાવી છે. રામ જતન જણાવે છે કે તે સિકંદરાબાદમાં એક સપ્તાહ અગાઉ કામથી ગયા હતા. પત્નીનો અચાનક કોલ આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે પત્ની રાની દેવી જણાવે છે કે અચાનક રાધિકાને ઉલટીઓ થવા લાગી અને આખુ શરીર ગરમ થઇ ગયુ હતું.. મુઝફ્ફરપુરની મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યાના બે દિવસ બાદ તે મરી ગઇ હતી. રામ જતન કહે છે કે બેટીના મોતને 10 દિવસ થઇ ગયા છતાં હજુ સુધી સરકાર તરફથી જાહેર કરાયેલી રકમ મળી નથી.

રાજ્યમાં મોટા મોટા દાવાઓ વચ્ચે 28392 લોકો પર ફક્ત એક ડોક્ટરનું ગણિત બેસે છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રનો કોઇ અર્થ નથી બચી રહ્યો. 13 કરોડની વસ્તી પર ફક્ત 13 મેડિકલ કોલેજ છે, અનેક ઇમારતો જર્જરીત છે. સ્વાસ્થ્ય કેન્દ્ર દમ તોડી રહ્યા છે અને ફક્ત 10337 કેન્દ્ર જ રાજ્યમાં છે. સૌથી વધુ કુપોષિત બાળકો મુઝફ્ફરપુરમાં છે અને અહી પણ 1884 ઉપકેન્દ્રોની હાલત સૌથી વધુ ખરાબ છે. ચમકી તાવને કારણે જે બાળકોના મોત થયા છે તે એક લોકતાંત્રિક દેશના ગાલ પર લાફા સમાન છે. સરકાર જો કાંઇ કરવા માંગતી હોય તો તે બિહારની સ્વાસ્થ્ય સેવાઓ પર પૈસા લગાવે જે 2020નું વર્ષ ફરીએકવાર બાળકો માટે કાળ ના બની જાય.

બિહારમાં પૂરથી 67 અને અસમમાં 28 લોકોના મોત