Gujarat Exclusive > દેશ-વિદેશ > શું મોદીએ પુલવામા એટેક દરમિયાન કર્યુ હતું ડિસ્કવરીનું શૂટિંગ? સરકાર નથી આપતી જાણકારી

શું મોદીએ પુલવામા એટેક દરમિયાન કર્યુ હતું ડિસ્કવરીનું શૂટિંગ? સરકાર નથી આપતી જાણકારી

0
610

ડિસ્કવરી ચેનલના જાણીતા શો Man Vs Wildના એક એપિસોડમાં શોના હોસ્ટ બીઅર ગ્રિલ્સ સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોવા મળશે. ડિસ્કવરી ચેનલે જાણકારી આપતા જણાવ્યુ કે આ ખાસ શોનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં થયુ છે. બીઅર ગ્રિલ્સે આ એપિસોડનો પ્રોમો ટ્વીટ કર્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોનો પ્રોમો ટ્વિટર પર શેર કર્યો છે.

જોકે, સરકારી અધિકારીઓને જ્યારે આ મામલે સવાલ કરવામાં આવ્યો તો શૂટિંગ સ્થળ વિશે કોઇ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓએ જણાવ્યુ, ‘તે આ વાતની પૃષ્ટી નથી કરી શકતા કે શોનું શૂટિંગ ક્યા કરવામાં આવ્યુ છે.” બીજી તરફ ધ ટેલીગ્રાફ અખબારે ડિસ્કવરી ચેનલ પાસે પણ શોના શૂટિંગ સમય વિશે જાણકારી માંગી છે, જેની પર ડિસ્કવરી ચેનલે કોઇ જવાબ આપ્યો નથી.

આ પહેલા 21 ફેબ્રુઆરીએ ડિસ્કવરી ચેનલને ગત 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારા જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. અખબાર અનુસાર, ત્યારે પણ ચેનલ દ્વારા આ મામલે કોઇ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

મહત્વપૂર્ણ છે કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા એક આતંકી હુમલામાં સેનાના 40થી વધુ જવાન શહીદ થઇ ગયા હતા, ત્યારે પણ ધ ટેલીગ્રાફ અખબારે દાવો કર્યો હતો કે હુમલાના સમયે પીએમ મોદી નેશનલ પાર્કમાં સફારી પ્રવાસે હતા અને બપોરે અઢી વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતા.

આ સમાચાર સામે આવ્યા બાદ વિરોધી પાર્ટીઓએ નિશાન પણ સાધ્યુ હતું અને તેને અસંવેદનશીલ ગણાવ્યુ હતું. પુલવામા હુમલામાં બાદ જ્યારે આ મામલે વિવાદ વધ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘વડાપ્રધાન પુલવામા હુમલાના દિવસે રામનગરમાં એક ઓફિશિયલ કાર્યક્રમમાં સામેલ થયા હતા, જે વાઘના સંરક્ષણ સાથે જોડાયેલો છે.’

હવે સોમવારે ડિસ્કવરી ચેનલે એક મીડિયા રિલીઝમાં કહ્યું, ‘આ એપિસોડ, જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે. આ એપિસોડ વન્યજીવ સંરક્ષણ પર પ્રકાશ નાખશે અને પર્યાવરણ બદલાવ જેવા મુદ્દાને રેખાંકિત કરશે.’

બીજી તરફ પીએમ મોદીએ પણ શોને લઇને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, ‘વર્ષો સુધી હું પ્રકૃતિ વચ્ચે પહાડો અને જંગલોમાં રહ્યો છું. પ્રકૃતિ વચ્ચે વિતાવેલા આ સમયનું મારા જીવનમાં ઉંડો પ્રભાવ પડ્યો છે. એવામાં જ્યારે રાજકારણથી દૂર પ્રકૃતિ વચ્ચે એક ખાસ શોમાં સામેલ થવા માટે પૂછવામાં આવ્યુ તો હું તેની માટે તૈયાર થઇ ગયો.’આ શો ભારતના સમૃદ્ધ પ્રકૃતિ સંપદા સંરક્ષણને રેખાકિંત અને પ્રદર્શિત કરવાની તક છે.’

સાંપથી લઇને કીડા મકોડા સુધી, કાચી ખાય જાય છે આ વ્યક્તિ,12 ઓગસ્ટે હશે મોદી સાથે