Gujarat Exclusive > દેશ-વિદેશ > શું ચંદ્રયાન-2એ પ્રથમ વખત મોકલી આ તસવીરો? જાણો શું છે સત્ય

શું ચંદ્રયાન-2એ પ્રથમ વખત મોકલી આ તસવીરો? જાણો શું છે સત્ય

0
1321

સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક અને ટ્વિટરની સાથે જ વોટ્સઅપ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી રહી છે. આ તસવીરો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચંદ્ર પર મોકલવામાં આવેલા ભારત મિશન ચંદ્રયાન-2 દ્વારા પ્રથમ વખત ખેચવામાં આવેલી તસવીરો છે.આ તસવીરો સાથે અંગ્રેજીમાં કેપ્શન લખવામાં આવ્યો છે જેનો અનુવાદ આ રીતે છે, ‘ચંદ્રયાન-2 દ્વારા ખેચવામાં આવેલી પૃથ્વીની પ્રથમ તસવીર, કેટલા મોહક વિજ્યુઅલ છે.’આ કેપ્શનને જ્યારે અમે ફેસબુક પર સર્ચ કર્યુ તો ઘણા યૂઝર્સે આ બન્ને તસવીરો શેર કરી આ દાવો કર્યો છે.

સત્ય શું છે?

ચંદ્રયાન 2એ હજુ સુધી કોઇ તસવીર મોકલી નથી, જે તસવીરોને શેર કરવામાં આવી રહી છે તેનું ચંદ્રયાન-2 સાથે કોઇ લેવા દેવા નથી.

ISROના ઓફિશિયલ ટ્વિટલ હેન્ડલ પર ચેક કરવામાં આવ્યુ તો આવી કોઇ તસવીર મળી નહતી. ISROએ 26 જુલાઇએ ચંદ્રયાન-2ને લઇને ટ્વીટ કર્યુ હતું. આ ટ્વીટ અનુસાર, ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક બીજી કક્ષામાં પ્રવેશ કરાવી દેવામાં આવ્યો છે.

22 જુલાઇ, 2019માં ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યુ હતું અને આ 20 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે.

ક્યાની છે આ તસવીરો

આ વાયરલ થઇ રહેલી તસવીરોને સર્ચ કર્યુ તો કેટલાક પરિણામ મળ્યા હતા.

વોટ્સઅપ પર મળેલી તસવીરોને જ્યારે રિવર્સ ઇમેજ સર્ચ કરી તો ‘New Scientist’ નામની વેબસાઇટ પર 24 જુલાઇ, 200માં પ્રકાશિત એક રિપોર્ટની લિંગ મળી હતી. આ રિપોર્ટ Aurora borealis પર હતી અને તેમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે હવે શેર કરવામાં આવી રહી છે. તસવીર માટે અમેરિકન સ્પેસ એજન્સી NASAને ક્રેડિટ આપવામાં આવી છે.

બીજી તસવીર

આ તસવીરને અમે જ્યારે રિવર્સ ઇમેજ સર્ચ કરી તો iPhoneના વોલપેપર તરીકે કેટલીક વેબસાઇટ પર જોવા મળી હતી.

ત્રીજી તસવીર

આ તસવીર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્શેનમાં હાજર એસ્ટ્રોનૉટ્સ દ્વારા ખેચવામાં આવેલી રશિયાની Sarychev જ્વાળામુખીમાંથી નીકળતા ધુમાડાની છે.

ચોથી તસવીર

આ તસવીરને જ્યારે અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરી તો The Daily Galaxy નામની વેબસાઇટ પર 1 ફેબ્રુઆરી 2017માં પ્રકાશિત એક રિપોર્ટ મળી હતી જેમાં આ તસવીર હતી. જોકે, તસવીર સાથે કોઇ કેપ્શન નહતું જેનાથી આ તસવીરને ખેચવાની અસલી તારીખની ખબર પડી શકી નહતી.

સોશિયલ મીડિયા પર જે તસવીરો દાવા સાથે શેર કરવામાં આવી રહી છે તેનો ચંદ્રયાન-2 સાથે કોઇ સબંધ નથી.

પૂર,ભૂકંપ જેવી કુદરતી આફતો સામે સૌથી મોટો રક્ષક NDRF, આ રીતે કરે છે લોકોની મદદ