Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ચીનમાં હીરા ઉદ્યોગ પર મોટી કાર્યવાહી, એક ભારતીય સહિત 100 ઉદ્યોગકારોની ધરપકડ

ચીનમાં હીરા ઉદ્યોગ પર મોટી કાર્યવાહી, એક ભારતીય સહિત 100 ઉદ્યોગકારોની ધરપકડ

0
132
  • હીરાની દાણચોરીમાં ચીને ભારતના 100 ઉદ્યોગકારોને પકડ્યા
  • 50 કરોડની દાણચોરીના કૌભાંડના સંદર્ભમાં ધરપકડ કરવાનો દાવો
  • ભારત-ચીન સરહદ વિવાદનો ભોગ બન્યા હોવાનો કરાતો દાવો
  • ચીનના વળતાં પગલા મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગ પર અસર કરી શકે

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદને પગલે બન્ને દેશોની સેના વચ્ચે સરહદ પર અથડામણ થઈ હતી, આ ઘટના બાદ ભારત સરકારે ચીનની 150થી વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનું મોટું આર્થિક નુકસાન ચીનને થયું છે, ત્યારે હવે એક મોટી ઘટના ચીનમાં બની છે. ચીન દ્વારા ભારત અને હોંગકોંગ (Hongkong) સાથે જોડાયેલા હીરા ઉદ્યોગકારો (Diamond industrialist)સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક ભારતીય સહિત 100 હીરા ઉદ્યોગકારોની અટકાયત એન્ટી સ્મગલિંગ બ્યૂરો (Anti smuggling bureau) દ્વારા કરવામાં આવી છે, જોકે ભારતીય વેપારીને છોડી દેવામાં આવ્યો છે, જોકે આ કાર્યવાહીને કારણે હીરા ઉદ્યોગને અને તેમાં પણ ભારતના વેપારીઓને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજનના પ્રમુખ દિનેશ નાવડિયા (Dinesh navadia)નું કહેવું છે કે દસ ઓગસ્ટના રોજ ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરો દ્વારા એક ચીની દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પાર્સલ હોંગકોંગથી ચાઇના માં પાર્સલ કરતા હતા આ પાર્સલમાં ભારતીય કરન્સી પ્રમાણે કરોડો રૂપિયાના ડાયમંડ હતા જેને ટેક્સ વગર ચીનમાં પહોંચાડવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ ચીન સાથે સરહદ પર તનાવ વચ્ચે કેન્દ્રના બીજી સરહદો પર સાવધાનીના નિર્દેશ

એન્ટિ સ્મગલિંગ બ્યુરો દ્વારા દંપતીની પૂછપરછના બાદ તેમને જવા દેવામાં તો આવ્યા હતા પરંતુ તેમના પર સતત નજર રાખવામાં આવી રહી હતી 20 દિવસથી વધુની તપાસ બાદ ચીનની એજન્સીઓ દ્વારા ભારતના એક વેપારી સહિત ચીન અને હોંગકોંગના સો જેટલા વેપારી અને કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી તમામ લોકોની પૂછપરછ બાદ ભારતીય વેપારીને તો છોડી દેવામાં આવ્યા હતા પરંતુ ચીનના વેપારીઓને હજુ મુક્ત કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચોઃ LAC: ચુમારમાં ઘુસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતીય જવાનોએ ભગાડ્યાં

દિનેશ નાવડિયાનું કહેવું છે હોંગકોંગ એ ફ્રી ટ્રેડ ઝોન (Free trade zone) છે, ભારતથી જે પણ હીરા મોકલવામાં આવે છે, તેનો ઇનવોઇઝ નંબર હોય છે, જેથી ભારતીય વેપારી કે ઉદ્યોગકાર સીધી રીતે કોઈ ખોટા કામમાં પકડાઈ શકે તેમ નથી, સાથે જ હોંગકોંગથી ચીનમાં જે હીરા મોકલવામાં આવ્યા છે, તે ચીનના વેપારીઓએ મોકલ્યા છે, જેથી જવાબદારી પણ ત્યાં વેપારીઓની બનતી હોય છે. અત્યારે આખું કૌભાંડ 500 મિલિયન ડોલરનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ ખબર પડશે કે આંકડો ક્યાં સુધી પહોંચે છે.

ચીનની ભારત સામેની ચાલ
વેપારીઓમાં એવી ચર્ચા ચાલે છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ (Border dispute) ચાલી રહ્યો છે જેમાં ભારત દ્વારા ચીનની આર્થિક ફટકો પહોંચાડવા માટે દોઢસોથી વધુ ચાઈનીઝ એપ ને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે જેના કારણે ચીનને ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે જેનો જવાબ આપવા માટે કદાચ ચીન ભારતના હીરાઉદ્યોગને નિશાન બનાવવા માંગતો હોય તેઓ બની શકે છે જોકે અત્યાર સુધી ભારતના એક જ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચીન આગામી દિવસોમાં આ પ્રકરણમાં ભારતના વેપારીઓને નિશાન બનાવશે તો તેની સીધી અસર ભારત અને ખાસ કરીને સુરત અને મુંબઇના હીરાઉદ્યોગની થઈ શકે છે.