Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ધનવન્તરી રથ દ્વારા અત્યાર સુધી 10 લાખથી વધુ લોકોની સારવાર

અમદાવાદ: ધનવન્તરી રથ દ્વારા અત્યાર સુધી 10 લાખથી વધુ લોકોની સારવાર

0
51
  • સરેરાશ ઓપીડી સામે કફ કોરીઝાના સરેરાશ 5.6 ટકા કેસો

  • તાવના 2.67 ટકા કેસો જોવા મળ્યાં : પ્રધાનમંત્રીએ નોંધ લીધી

અમદાવાદ: ધનવન્તરી રથ (Dhanvantari Rath) દ્રારા 4થી સપ્ટેમ્બરની સ્થિતિએ જોઇએ તો 10,00,197 જણાંની સારવાર કરી છે. સરેરાશ ઓપીડી સામે કફ કોરીઝાના સરેરાશ 5.66 ટકા કેસ તથા તાવના સરેરાશ 2.67 ટકા કેસો જોવા મળ્યાં છે. 15 મેની શરૂઆતની સ્થિતિની સરખામણીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો હોવાનો કોર્પોરેશન તરફથી દાવો કરવામાં આવ્યો છે. આ ધનવન્તરી રથ (Dhanvantari Rath)ની કામગીરીની ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે. તેમણે સમગ્ર દેશમાં ધનવન્તરી રથ (Dhanvantari Rath)નો અમલ કરવા માટેની સૂચના આપી છે. જેના પ્રારંભિક તબક્કામાં દેશના 40 જેટલાં શહેરોમાં ધનવન્તરી રથ (Dhanvantari Rath)ની પધ્ધતિ મુજબ આરોગ્ય રથ કામગીરી કરશે.

ગુજરાત સરકારે લોકોને સત્વરે આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે ધનવન્તરી રથ (Dhanvantari Rath)ની યોજના અમદાવાદ શહેરમાં અમલમાં મૂકી ધનવન્તરી રથ (Dhanvantari Rath)માં એક ડોકટર, એક પેરામેડિકલ સ્ટાફ, એક ફાર્માસીસ્ટ અને એક ડ્રાઇવર ફરજ બજાવે છે. આ એક સુસજ્જ હરતા ફરતા દવાખાનામાં ઓછામાં ઓછા બે દિવસ ચાલે તેટલી પર્યાપ્ત માત્રામાં દવાઓ રાખવાની સુવિધા હોય છે.

તેની સાથે એક દર્દી જયારે વાનમાં આવે ત્યારે ડોકટર પાસે બેસી શકે તેવી પણ વ્યવસ્થા છે. કેટલાંક કિસ્સામાં એમ્બ્યુલન્સને ધનવન્તરી રથ (Dhanvantari Rath) તરીકે ઉપયોગમાં લીધી હોય ત્યારે પેશન્ટ એમ્બ્યુલન્સની બિલકુલ બાજુમાં ઊભો રહે અને ડોકટર એમની પુચ્છતાછ કરી સારવાર યોગ્ય રીતે કરે તે પ્રકારનું આયોજન હાલમાં અમલી છે.

આ પણ વાંચો: નેમિચાર ફાર્મ નજીક થયેલી પ્રમોદ પટેલની હત્યામાં પત્ની જ આરોપી

આ રથમાં પેશન્ટની ઓ.પી.ડી. સમયે ડાયાબીટીશ, બ્લડપ્રેશર અને ગ્લુકોમીટર જેવા સાધનની મદદથી ઓક્સિજન લેવલની પણ ચકાસણી થતી હોય છે. આ પ્રકારના ધનવન્તરી રથ ઉપર આવતાં પેશન્ટ પૈકી જે પેશન્ટને ડોકટરના દ્દષ્ટિકોણથી વધુ ઘનિષ્ઠ સારવારની જરૂર હોય છે તેવા પેશન્ટને સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં રીફર કરવામાં આવે છે.

આવા રીફર કરેલા પેશન્ટને અર્બન હેલ્થ સેન્ટરના ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્રારા સઘન મોનીટરીંગ કરવામાં આવે છે.

જયાં સુધી દર્દી સાજા ન થાય ત્યાં સુધી તે ચાલુ રહે છે.

શરુઆતથી લઇને અત્યારસુધીની સ્થિતિ

15 મે, 2020થી ધનવન્તરી રથ (Dhanvantari Rath) નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં શહેરના 14 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 160 લોકેશન ઉપર ધનવન્તરી રથ (Dhanvantari Rath) દ્રારા કામગીરી કરી હતી.

પ્રત્યેક રથ એક દિવસમાં દરેક લોકેશનમાં બે કલાક એમ ચાર લોકેશન પર ફરજ બજાવે છે.

લોક પ્રતિસાદ અને લોકો માટેની ઉપયોગીતા ધ્યાને લેતાં ધનવન્તરી રથની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી હતી.

આ પણ વાંચો: 100 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે સુરત SOGએ બે શખ્સોની કરી ધરપકડ

મે મહિનામાં ધનવન્તરી રથ (Dhanvantari Rath) દ્રારા પ્રથમ તબક્કે દોઢ લાખથી વધારે લોકોની સારવાર કરી હતી.

17 મે 2020ના રોજ કફ અને કોરીઝાના 32.21 ટકા કેસો, તાવના 9.67 ટકા કેસો જણાયા હતા.

ધનવન્તરી રથની ઘનિષ્ઠ સારવારના પરિણામે મે મહિનાના અંત સુધીમાં સરેરાશ 20.67 ટકા કફ અને કોરીઝાના કેસો તથા તાવના 6.32 ટકા જણાયા હતા.

જૂન મહિનામાં અંદાજે ચાર જેટલાં લોકોએ ધનવન્તરી રથ (Dhanvantari Rath) મારફતે ઓપીડીથી સારવાર લીધી હતી.

પરિણામે જુન મહિનામાં કફ અને કોરીઝાના કેસો સરેરાશ 16.25 ટકા અને તાવના સરેરાશ 4.25 ટકા કેસો નોંધાય હતા.

જયારે જુલાઇ મહિનામાં સરેરાશ 125 ધનવન્તરી રથ મારફતે 500 જેટલા લોકેશન અમદાવાદ શહેરમાં કવર કરાયા હતા.

પરિણામે કફ અને કોરીઝાના સરેરાશ કેસ 11.92 ટકા તથા તાવના સરેરાશ 2.92 ટકા કેસો નોંધાયા હતા.

તે જ રીતે ઓગસ્ટ મહિનામાં ધન્વન્તરી રથની સારવારના પરિણામ કફ અને કોરીઝાના કેસોનું સરેરાશ પ્રમાણ 6.92 ટકા જટલું થયું હતું.

અને તાવના કેસોનું સરેરાશ પ્રમાણ 2.08 ટકા થઇ ગયું હતું.