Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસ કર્મચારીઓના TikTok વીડિયો વાયરલ અંગે DGPએ બહાર પાડ્યો પરિપત્ર

પોલીસ કર્મચારીઓના TikTok વીડિયો વાયરલ અંગે DGPએ બહાર પાડ્યો પરિપત્ર

0
900

તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ટીકટોક વીડિયો બનાવતા પોલીસ કર્મચારીઓ ભારે વાયરલ થયા હતા. અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા પણ લેવાયા હતા. જોકે, આવા પ્રકારના વીડિયો ફરીથી ન બને અને પોલીસની ઇજ્જત ન જાય તે માટે ગુજરાત પોલીસ વડાએ ગુજરાતના તમામ પોલીસ કર્માચરીઓ જોગ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસ કર્માચરીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમજ પોલીસ લોકોની ટીકાનો ભોગ ન બને તે માટે ધ્યાન રાખવા જણાવ્યું છે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ઘણા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તાજેતરમાં ટીકટોક નામની સોશિયલ મીડિયા વીડિયો એપ્લિકેશન ઉપર પોતાની સક્રિય ફરજ દરમિયાન, પોલીસ ગણવેશમાં તેમજ ખાનગી કપડામાં, પોલીસ સ્ટેશન ખાતે, અન્ય જગ્યાએ પોતાના વીડિયો ઉતારેલા હોય, તે વીડિયો સમાચારના તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર, પ્રસાર કરવામાં આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. આ પ્રકારનું કૃત્ય પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી તરીકે ખાતાને શોભે તેવું અને અયોગ્ય જણાય છે

પ્રવર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ખુબ જ સક્રિયા હોવાથી જાણવાલાયક ઘણી અગત્યની બાબતોની સાથે ઉપરોક્ત પ્રકારના વીડિયો પણ સોશિયલ મીડિયા મારફતે ખુબ જ ટૂંકા સમયમાં લોકો સુધી પહોંચતા હોય છે. જેના કારમએ દેશભરમાં શિસ્તબદ્ધ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ લોકોની ટીકાનો ભોગ બને છે. અને જેના કારણે સમાજમાં પોલીસની છબી ખરડાય છેગુજરાત પોલીસ એક્ટ મજુબ કોઇપણ પોલીસ અધિકારી/કર્મચારી નિયત કરવામાં આવેલી શિસ્ત વિષયક નીતિ નિયમોને અનુસરવા બાધ્ય છે. નિયમોની આ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રસ્તુત બાબતે શહેર જિલ્લા વિભાગ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી, કર્મચારીઓને સોશિયલ મીડિયા મારફતે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને તેવા વર્તનની જાહેરમાં ટીકા થાય તેવું ઉપરોક્ત પ્રકારનું ખાતાની શિસ્તને ન શોભે તેવું કૃત્ય નહીં કરવાની સમજ કરવા સુચના છે. કોઇપણ પોલીસ અધિકારી, કર્મચારી રજા ઉપર હોય તેમજ ફરજમોકુફ થયેલા હોય કે સક્રિય ફરજ ઉપર ન હોય તેમ છતાં તે પોલીસ અધિકારી/કર્મચારી રહે છે. જેથી કોઇ પોલીસ અધિકારી કર્મચારીનું આ પ્રકારનું કૃત્ય ધ્યાને આવશે તો સુપરવાઇઝરી અધિકારીએ તાત્કાલિક પ્રાથમિક તપાસ હાથધરી આ પ્રકારના વીડિયો વાયરલ થતા અટકાવવા પગલા લેવાના રહેશે

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા