Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રક્ષાબંધનમાં ઇમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈ: બાળકો સહિત વૃદ્ધોને પડશે જલશો

રક્ષાબંધનમાં ઇમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈ: બાળકો સહિત વૃદ્ધોને પડશે જલશો

0
44

કોઈ પણ વ્યક્તિમાં જો ઇમ્યુનિટી ઓછી હોય તો તેમાં કોરોના સંક્રમણનો ખતરો સૌથી વધુ હોવાની શક્યતા છે, ત્યારે હાલમાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો અલગ અલગ પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને લઈને એક મીઠાઈ વિક્રેતાએ ઇમ્યુનિટી વધારે તેવી મીઠાઈ બનાવી છે.

કોરોનાની મહામારી એવા લોકોને સૌથી વધુ થઈ રહી છે, જેમના શરીરની આંતરિક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ઓછી હોય. અનેક હોમિયોપેથીક અને આર્યુવેદીક દવાઓ અને અન્ય વસ્તુઓના ઉપયોગથી લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા માટે કરે છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં લોકોની ઇમ્યુનિટી સારી રહે અને મીઠાઈનો સ્વાદ પણ જળવાઈ રહે તે ઉદ્દેશથી એક મીઠાઈ વિક્રેતાએ ખાસ પ્રકારની મીઠાઈઓ બનાવી છે. મીઠાઈ વિક્રેતા વિશાલ હલવાવાલાએ ખાસ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. જેના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે, સાથે જ મીઠાઈના કારણે લોકોને કોઇ નુકસાન ન થાય એ રીતે આ તમામ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના 74 IPS અધિકારીઓની બદલી: 12 SPને DIGમાં બઢતી

ડ્રાયફ્રુટ ધમાકા, પંચામૃત, એપ્રિકોટ પંચ નામની ત્રણ મીઠાઈ બનાવવામાં આવી છે, જેમાં બદામ, અખરોટ, આલુ, અંજીર અને ખજુર સહિત ફુદીનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ ઇમ્યુનિટી વધારનાર તમામ ડ્રાયફ્રુટ્સનો આ મીઠાઈ માં સમાવેશ કરવામાં આવી તો છે જ, પરંતુ મીઠાઈના શોખીન લોકોને ધ્યાનમાં રાખી ત્રણ કેટેગરીમાં મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. બાળકો માટે ખાસ બુસ્ટર મીઠાઈ છે. જેમાં કોકો પાઉડરનો વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવાઓ માટે તમામ ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવ્યા છે અને ત્રીજી કેટેગરી સિનિયર સીટીઝનો માટે છે. જેમાં તમામ ડ્રાયફ્રુટ્સનો પાવડર કરીને મિઠાઈ તૈયાર કરાઈ છે. જોકે મહત્વની વાત એ છે કે આ મીઠાઈઓ શુગર ફ્રી હોવાથી લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં થાય.

અન્ય મીઠાઈઓની સરખામણીમાં થોડી વધારે મોંઘી આ મીઠાઈનો કિલોનો ભાવ રૂ. 960 છે, જોકે કોરોનાની મહામારી અને રક્ષાબંધનના તહેવારને મનાવવા માટે આ મીઠાઈ ખરા અર્થમાં બુસ્ટરનું કામ કરશે, અને એમ પણ ખાવાના અને સ્વાદના શોખીન સુરતીઓ આ મીઠાઈ ખરીદી પણ રહ્યા છે.