Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધી આશ્રમ વસાહતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા રહીશોની માંગ

ગાંધી આશ્રમ વસાહતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા રહીશોની માંગ

0
41
  • ટેક્ષ ભરતા હોવા છતાં ડ્રેનેજ ડીસલ્ટીંગની કામગીરી કરવાનો એએમસીનો ઇન્કાર

  • તમને આશ્રમવાસીઓમાં રસ નહીં તો અમને તમારામાં રસ નથી આશ્રમવાસીઓએ બાયોં ચઢાવી

અમદાવાદ: કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગાંધી આશ્રમ સામે જ રહેતાં આશ્રમવાસીઓની વસાહતમાં હાલ વરસાદી પાણી સહિતના ગંદા પાણીથી ગટરો ઊભરાય છે. જેના કારણે અહીંયાની દુર્દશા છે. અહીંયા રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા છે. ત્યારે કોર્પોરેશન તરફથી આ ખાનગી મિલકત હોવાથી ડીસલ્ટીંગની કામગીરી કરવાનો ઇન્કાર કરી રહી છે. જેથી અકળાયેલા આશ્રમવાસીઓએ અમદાવાદ જિલ્લા કલેકટરને ગાંધી આશ્રમ વસાહતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગણી કરતો પત્ર લખ્યો છે.

ગાંધી આશ્રમ સ્થિત ગાંધી સ્મારક સંગ્રહાલય સામે પી.ટી.સી. હોસ્ટેલ પાછળ રહેતાં શૈલેષ પી. રાઠોડે ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્યમંત્રી અને અમદાવાદ જિલ્લા કલેકટરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીજીના સમયથી એટલે કે 1971થી ગાંધીઆશ્રમ રહેણાંક વિસ્તારમાં વસેલા રહેવાસીઓ છીએ. આ વસાહતમાં 250 જેટલા મકાનોમાં એક હજાર જેટલાં અંતેવાસીઓ રહે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રચના થઇ તે પહેલાં દેશ આઝાદ થયો તે વખતથી અહીંયા રહીએ છીએ. એ.એમ.સી. દ્રારા અમારી પાસે નિયમિત પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. એ.એમ.સી.ના નિયમ મુજબ 75 વારથી નીચેનો ટેક્ષ લેવાતો હોય તો ગટર, પાણી, લાઇટ વગેરે જેવી પ્રાથમિક સવલતો આપવાની રહે છે. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા અમારા રહેણાંક વિસ્તારમાં આવી સવલતો આપવાનો ઇન્કાર કરાઇ રહ્યો છે. એવું જણાવે છે કે, આ તો ખાનગી ટ્રસ્ટની જગ્યા છે. એટલે અમે સગવડ આપી શકીએ નહીં. અગાઉ આ સુવિધાઓ ચાલુ હતી. છેલ્લાં 10 વર્ષથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો તેનું કારણ શું?

 

આ પણ વાંચો: Breaking: આઠ પ્રોબેશનર IPS પોસ્ટિંગ, 15 ડીવાયએસપીની બદલી

વધુમાં આક્રોશ ઠાલવતાં જણાવ્યું છે કે, જો સત્તાધીશો અને ચુંટાયેલી પાંખને અમારા વિસ્તારમાં રસ ના હોય તેવું અન્યાયિક વલણ દાખવવું હોય તો અમો આશ્રમવાસીઓને પણ તમારામાં કોઇ રસ નથી. જેથી અમારા ગાંધીઆશ્રમ રહેણાંક વિસ્તારને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાંથી દૂર કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો તાકીદે આપવામાં આવે તેવી માંગણી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારની વિવિધ કેડરની ભરતીની હાલમાં કેવી છે વાસ્તવિક સ્થિતિ?

અહીંયા ગંદકીનું સામ્રાજય છે શૈલેષ રાઠોડ

આશ્રમવાસી શૈલેષ રાઠોડે જણાવ્યું છે કે, ગાંધીજીની સાથે 1917માં આવીને વસેલા અંતેવાસીઓ અહીંયા રહે છે. હાલ દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે. કોઇ વિસ્તાર બાકી રહ્યો નથી તેવા સમયે અહીંયા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. જેના કારણે અહીંયા ગંદકીનું સામ્રાજય છે. ત્યારે કોર્પોરેશન તરફથી આ ખાનગી ટ્રસ્ટની મિલકત હોવાથી કામ કરવામાં નહીં. ગાંધીજીએ વસાવેલી વસાહતની આ સ્થિતિ હોય તો પછી અન્ય સામાન્ય વ્યક્તિની શું સ્થિતિ થતી હશે તે સમજી શકાય છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ આવતું નથી. આખરે અમારે ગુજરાતના મુખ્યમંત્રી સહિત સત્તાધીશો સમક્ષ અમારે આ માંગણી કરવી પડી છે.