Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > આમ્રપાલી કેસમાં ધોની પર કાર્યવાહીની માંગ, મોદીના મંત્રી સુધી પહોંચી વાત

આમ્રપાલી કેસમાં ધોની પર કાર્યવાહીની માંગ, મોદીના મંત્રી સુધી પહોંચી વાત

0
351

આમ્રપાલીથી અલગ હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. કન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) અને આમ્રપાલીના ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ કેન્દ્ર સરકારના મંત્રી રામ વિલાસ પાસવાનને પત્ર લખ્યો નથી. પોતાના આ પત્રમાં તેમને ધોની પર કાર્યવાહી કરનાની માંગ કરી છે. કેન્દ્ર મંત્રી રામવિલાસ પાસવાનને લખેલા આ પત્રમાં ધોનીની ફરિયાદ કરવામાં આવી છે.

પત્રમાં ધોની પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, ધોનીએ બ્રાન્ડને એન્ડ્રોર્સ કરી અને કેટલીક એવી જાહેરાતો કરી જેનાથી લોકો આ ફ્લેટ ખરીદવા માટે પ્રભાવિત થયા હતા. રામવિલાસ પાસવાનને અપીલ કરવામાં આવી છે કે, સંસદના વર્તમાન સત્રામાં ગ્રાહક સુરક્ષા બિલ પસાર કરવામાં આવે જેથી ધોની જેવી સેલિબ્રિટી ભ્રામક એડ કરીને લોકોને પ્રભાવિત ના કરી શકે. સુપ્રીમ કોર્ટે દ્વારા આમ્રપાલી ગ્રુપ વિરૂદ્ધ વિભિન્ન અનિયમમિત્તાઓ માટે કડક કાર્યવાહી કરવાનો આદેશને આધાર બનાવીને કહેવામાં આવ્યું છે કે, બિલ્ડર દોષી સાબિત થયો છે અને આ કારણે બ્રાન્ડને એન્ડોર્સ કરનાર ધોનીની જવાબદારી પણ બને છે. કેટ અનુસાર ધોની પણ આના જવાબદાર છે અને તેમને જવાબ આપવો જોઈએ. કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું છે કે, ધોનીની એડના કારણે લોકોએ આ યોજનામાં પૈસા રોકયા હતા.

ધોની 2014-12માં આમ્રપાલીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. તે પછી તેમને આ ગ્રુપ માટે એડ કરવાની બંધ કરી દીધી હતી. જોકે, વર્ષ 2016માં ફ્લેટ ખરીદનાર ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ધોનીને નિશાના પર લેતા કહ્યું હતુ કે, તેઓ તેમને ફ્લેટ અપાવવામાં મદદ કરે અથવા તેઓ આનાથી અલગ થઈ જાય. તે પછી ધોનીએ પોતાને આ પરિયોજનાથી અલગ કરી દીધો હતો.

કાશ્મીરમાં પેટ્રોલિંગ કરશે લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની