Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > દિલ્હીની મહિલા ગુજરાતના IASને કરી રહી છે બ્લેકમેલ! નોંધાઈ ફરિયાદ

દિલ્હીની મહિલા ગુજરાતના IASને કરી રહી છે બ્લેકમેલ! નોંધાઈ ફરિયાદ

0
475

ગાંધીનગરમાં આયોજન જીએડી વિભાગના સંયુક્ત સચિવ અને આઈ.એ.એસ. ઓફિસર ગૌરવ દહીંયાએ પોતાની સાથે બ્લેકમેલિંગ થતી હોવાની અરજી કરી છે. તેમની અરજી અનુસાર, તેમને દિલ્હીની મહિલા બ્લેકમેલ કરી છે. ગૌરવ દહીંયાએ દિલ્હીની મહિલા લિનું સિંહ વિરૂદ્ધ ગાંધીનગરના સેક્ટર 6ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દહીંયાએ દાવો કર્યો છે કે લિનુ સિંહ સાથે તેની મુલાકાત વર્ષ 2017માં ફેસુબક પર થઈ હતી, ત્યારબાદ બંને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા પણ હતા. પોતે પરિણીત હોવા છતાં મહિલાએ રિલેશન રાખવા દબાણ કર્યું હોવાનું તેમને જણાવ્યું.

ગૌરવ દહીંયાએ આરોપ લગાવ્યા છે કે, મહિલાએ તેને બ્લેકમેલ કર્યા બાદ તેમની તસવીરો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. દહીંયાએ વધુ એક આરોપ લગાવતા કહ્યું છે કે, લિંનુ સિંહના કારણે તેમના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે.

ગૌરવ દહીંયાનો આક્ષેપ છે કે મહિલાએ તેને બ્લેકમેલ કરી અને તેમના ફોટા મોર્ફ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. જ્યારે લિનું સિંહે ગૌરવ દહીંયા વિરુદ્ધ દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. દહીંયાનો આક્ષેપ છે કે મહિલાના કારણે પ્રથમ પત્ની સાથે મારા છુટાછેડા થઈ ગયા છે.

તો બીજી તરફ દિલ્હીની મહિલાએ પણ દહીંયા વિરૂદ્ધ દિલ્હીની માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લિંનુસિંહે દહીંયા પર આરોપ લગાવ્યા છે કે, તેમના અને દહીંયાના લગ્ન થઈ ગયા છે. તેમના લગ્નના પુરાવાઓને લઈને તેમને કેટલીક તસવીરો રજૂ કરી છે. આ ઉપરાંત લિંનુ સિંહે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, દહીંયા અને તેમની એક પુત્રી પણ છે.

એક તરફ દેશ ચંદ્ર પર પહોંચ્યો તો બીજી તરફ ઝારખંડમાં અંધશ્રદ્ધાના નામે ચાર વૃદ્ધોની હત્યા

આ આરોપને ફગાવતા આઈએએસ દહીંયાએ કહ્યું કે, આ આરોપ પાયા વિહોણા છે. તે મને માનસિક રીતે બ્લેકમેલિંગ કરવા માંગે છે. તે મહિલાનું ચરિત્ર શંકાના દાયરામાં છે. હવે આ બાબતે પોલીસે બંને પક્ષે વધુ તપાસ હાથ ધરી છે.