Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી હિંસા : UAPAમાં ઉમર ખાલિદની ધરપકડ, કલાકોની પૂછપરછ બાદ એક્શન

દિલ્હી હિંસા : UAPAમાં ઉમર ખાલિદની ધરપકડ, કલાકોની પૂછપરછ બાદ એક્શન

0
71
  • દિલ્હી હિંસા મામલે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા ઉમર ખાલિદની ધરપકડ
  • ઉમર ખાલિદની ધરપકડ UPA અંતર્ગત થઇ છે
  • સ્પેશિયલ સેલ દિલ્હી હિંસાના ષડયંત્રની તપાસ કરી રહી છે

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા મામલા (Delhi riots case news) માં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે વધુ એકની ધરપકડ કરી છે. હવે સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા ઉમર ખાલિદની ધરપકડ કરી લીધી છે. ઉમર ખાલિદની ધરપકડ ગેર કાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ અંતર્ગત કરવામાં આવી છે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે દિલ્હી હિંસા મામલા (Delhi riots case news) માં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (JNU) ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ધરપકડ કરી છે. ઉમર ખાલિદની ધરપકડ UPA અંતર્ગત થઇ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, ઉમર ખાલિદને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. અનેક કલાકોની પૂછપરછ બાદ ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દિવ્યાંગ પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ જવાનને બેહોશ કરી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર!

આ સાથે જ ઉમર ખાલિદની ધરપકડ બાદ યુનાઇટેડ અગેંસ્ટ હેટ ગ્રુપે નિવેદન આપ્યું છે. યુનાઇટેડ અગેંસ્ટ હેટે જણાવ્યું કે, “11 કલાકની પૂછપરછ બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની દિલ્હી હિંસા મામલામાં ષડયંત્રકારના રૂપમાં ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ હિંસાની તપાસની આડમાં ગુનાકીય વિરોધ પ્રદર્શનો વધી રહ્યાં છે.”

પહેલાં પણ થઇ ચૂકી છે પૂછપરછ

તમને જણાવી દઇએ કે સ્પેશિયલ સેલ દિલ્હી હિંસાના ષડયંત્રની તપાસ કરી રહી છે. પહેલા પણ સ્પેશિયલ સેલ ઉમર ખાલિદની પૂછપરછ કરી ચૂકી છે. પૂછપરછમાં સ્પેશિયલ સેલે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને હિંસા સાથે જોડાયેલા અનેક સવાલો કર્યા હતાં. સ્પેશિયલ સેલે ઉમર ખાલિદને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત પહેલાં આપવામાં આવેલા ભાષણને લઇને પણ સવાલ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં મોટા પાયે ભડકેલી હિંસામાં મુખ્ય આરોપી તાહિર હુસૈન અને તેના ભાઈ શાહ આલમ સહિત 15 લોકો વિરૂદ્ધ કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. દિલ્હી હિંસાની તપાસ માટે બનેલી ક્રાઈમ બ્રાન્ચની SIT દ્વારા 1 હજારથી વધુ પેજની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દીધી હતી. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે કોર્ચમાં 75 સાક્ષીઓની પણ જાણકારી આપી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં તાહીર હુસૈનને દિલ્હીમાં ભડકેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ બતાવવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં તાહિરના ઘરનો ઉપયોગ હિંસક ટોળાને આશરો આપવા માટે અને હિંસામાં ઉપયોગ હથિયાર અને આગચંપીનો સામાન રાખવાને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. આ ચાર્જશીટમાં ઉમર ખાલિદનું નામ પણ ઉમેરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ખૂન કેસમાં જેલમાં બંધ ભાઈને છોડાવવા પૈસા ન આપતા પતિને પત્નીએ ડંડાથી ફટકાર્યો!