Gujarat Exclusive > દેશ-વિદેશ > કેજરીવાલ સરકારની મોટી રાહત, દિલ્હીમાં 8.36 રૂપિયા ડીઝલ સસ્તું

કેજરીવાલ સરકારની મોટી રાહત, દિલ્હીમાં 8.36 રૂપિયા ડીઝલ સસ્તું

0
126
  • કેબિનેટની બેઠકમાં કેજરીવાલ સરકારે નિર્ણય લીધો
  • દિલ્હી સરકારે ડીઝલ પર વેટમાં કર્યો ઘટાડો
  • દિલ્હીમાં હાલમાં 82 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વેચાય છે

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારનાં રોજ આજનાં દિવસે મોટી જાહેરાત કરી છે. રાજધાનીમાં કોરોના વાયરસનાં સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલનો ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ડીઝલ (Diesel) પર માત્ર 16 ટકા વેટ લગાવવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહત સાથે દિલ્હીમાં હવે ડીઝલ (Diesel) નાં ભાવમાં 8.36 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવશે.

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, “દિલ્હીમાં હાલમાં 82 રૂપિયા પ્રતિ લીટરનાં હિસાબથી ડિઝલ વેચાઇ રહ્યું છે. હવે 30 ટકાથી ઘટાડીને 16 ટકા વેટ કરી દેવામાં આવ્યો છે. એનાંથી હવે ડીઝલનાં ભાવ 8 રૂપિયા સુધી ઓછાં હશે, ડીઝલ હવે 73.64 રૂપિયામાં મળશે.

ગુરૂવારનાં રોજ દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે, કેબિનેટે રાજ્યમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પરત આવી રહ્યાં છે, માહોલ સુધરી રહ્યો છે અને કોરોનાનાં કેસ પણ ઓછાં થઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ લોકડાઉનની અસર, વાહનની ખરીદીમાં કડાકો

અરવિંદ કેજરીવાલ તરફથી જાહેરાત કરવામાં આવી કે, “સતત વેપારીઓ અને ફેક્ટરીવાળાંઓએ તેની સાથે આ વાતની અપીલ કરી હતી, એવામાં હવે સરકાર તરફથી આ રાહત આપવામાં આવી રહી છે. જેને કારણે દિલ્હીમાં કામકાજ શરૂ થઇ શકે.

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસનાં સંકટ અને લોકડાઉન વચ્ચે દેશમાં અનેક દિવસો સુધી સતત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો હતો. એવામાં દિલ્હીમાં ડીઝલે પ્રથમ વાર 80 રૂપિયાનો આંકડો પાર કર્યો હતો, જેની પર ખૂબ વિવાદ પણ થયો હતો.

જો કે, કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં વેટ ખૂબ વધારે છે એટલાં માટે ભાવ વધારે લાગી રહ્યાં છે. એવામાં હવે રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જેનાંથી દિલ્હીવાસીઓને મોટી રાહત મળી છે.