Gujarat Exclusive > IPL 2020 > દિલ્હીની સતત બીજી જીત, ચેન્નઈને 44 રને હરાવ્યું

દિલ્હીની સતત બીજી જીત, ચેન્નઈને 44 રને હરાવ્યું

0
94

નવી દિલ્હી: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ધોનીની ચેન્નઈને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 44 રનેથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોના 64 રનની મદદથી 175 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 131 રન કર્યા.

શુક્રવારના રોજ રમાયેલી IPL 2020ની મેચમાં ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટના નુકશાને 175 રન કર્યા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ પૃથ્વી શૉએ 64 રન બનાવ્યા હતા, જ્યારે શિખર ધવન 35, રિષભ પંતે અણનમ 37 અને શ્રેયસ ઐયરે 26 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી પિયુષ ચાવલાએ 2 અને સૈમ કરને એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: CSKને વધુ એક ફટકો, આ મહત્વપૂર્ણ ખેલાડી ઇજા થવાના કારણે ટીમમાંથી બહાર

બીજી ઇનિંગમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી. ચેન્નઈએ પાવરપ્લેમાં જ વોટ્સન (14) અને મુરલી વિજય (10)ની વિકેટ ગુમાવી દીધી હતી. ચેન્નઈ તરફથી સૌથી વધુ ફાફ ડુપ્લેસિસે કર્યા. તેણે 35 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. ધોની આ વખતે ફરી નિષ્ફળ રહ્યો. તેણે માત્ર 15 રન કર્યા.

દિલ્હી તરફથી કગીસો રબાડાએ શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં 3 વિકેટ ઝડપી. જ્યારે એનરિક નોર્ટજેએ 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ ઝડપી. તે સિવાય અક્ષર પટેલે પણ શેન વોટ્સનની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી.