Gujarat Exclusive > દેશ-વિદેશ > સંરક્ષણ ક્ષેત્રમાં 74 ટકા FDIને મંજૂરી, મોનસૂન સત્રમાં બિલ આવવાની સંભાવના

સંરક્ષણ ક્ષેત્રમાં 74 ટકા FDIને મંજૂરી, મોનસૂન સત્રમાં બિલ આવવાની સંભાવના

0
48
  • સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા FDIને વધારી 74 ટકા કરી દીધું છે

  • કેન્દ્રીય કેબિનેટે ત્રણ લેબર કોડને પણ આપી મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં FDI (Defence Sector FDI) લિમિટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા FDIને વધારી 74 ટકા કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું સંબંધિત બિલ 14 સપ્ટેમ્બરે શરૂ થનારા મોનસૂન સત્રમાં રજૂ કરાશે.

રિપોર્ટ મુજબ સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ (Defence Sector FDI)ની લિમિટ પર નિર્ણય સિવાય કેન્દ્રીય કેબિનેટે ત્રણ લેબર કોડને પણ મંજૂરી આપી છે.

આ લેબર કોડ છે- સામાજિક સુરક્ષા, ઇન્ડસ્ટ્રિયલ રિલેશન અને ઓક્યૂપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ.

જણાવવામાં આવી રહ્યું છે કે તેનાથી કામદારોને પેન્શન અને તબીબી સુવિધા મળી શકે છે.

જ્યારે બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ (Defence Sector FDI) વધારાનો નિર્ણય ખૂબ જ મોટો માનવામાં આવી રહ્યો છે.

તેને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ગત મહિને 27 ઓગસ્ટના રોજ સંરક્ષણ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા આત્મનિર્ભર ભારત સન્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: લશ્કર માટે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર વિકસાવતું હિંદુસ્તાન એરોનોટિક્સ

પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતુ કે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારતથી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે.

તેમણે જણાવ્યું હતુ કે આ દિશામાં કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ જણાવ્યું હતુ કે આપણું ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદન,

નવી ટેક્નિક વિકસિત કરવી અને ડિફેન્સ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને મહત્વપૂર્ણ ભૂમિકા આપવી છે.

પીએમ મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે,

સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ માટે દરવાજા ખોલવા અને 74 ટકા એફડીઆઈને મંજૂરી આપવી એ નવા ભારતના વિશ્વાસને દર્શાવે છે.

આ પણ વાંચો: Corona updates : દેશમાં કુલ કેસ 43 લાખને પાર, મૃતકોની કુલ સંખ્યા 73 હજારને પાર

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન દેશમાં ઉત્પન્ન થયેલા આર્થિક સંકટ વચ્ચે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની દિશામાં પગલા લેવાનું આહ્યાન કર્યું હતુ.

તેઓ સતત જુદી-જુદી ઇવેન્ટમાં સ્વદેશી વસ્તુના ઉપયોગની અપીલ કરતા આવ્યા છે.

સાથે જ આપણા દેશમાં નિર્માણ પર ભાર આપતા રહ્યા છે.

આ કડીમાં સંરક્ષણ મંત્રાલયે 9 ઓગસ્ટે એક મોટો નિર્ણય લેતા 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર રોક લગાવી દીધી હતી.

આ નિર્ણય સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતુ કે સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે.

મંત્રાલયની આ તૈયારીને જોતા હવે કેબિનેટે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈની લિમિટ 49 ટકાથી વધારી 74 ટકા કરી દીધી છે.

માનવામાં આવી રહ્યુ છે કે તેનાથી સંરક્ષણ ઉપકરણોના દેશમાં ઉત્પાદનને ગતિ મળશે.