Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરળ વિમાન દુર્ઘટના : ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત ફાઇટર પાઇલટ દીપક સાઠે કોણ હતાં?

કેરળ વિમાન દુર્ઘટના : ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત ફાઇટર પાઇલટ દીપક સાઠે કોણ હતાં?

0
68
  • 2003માં એરફોર્સમાંથી રિટાયર્ડ થયા હતાં વિંગ કમાન્ડર કેપ્ટન દીપક વસંત સાઠે
  • એરફોર્સમાં રહીને મિગ-21 ઉડાવ્યું હતું, એર ઇન્ડીયાનું એરબસ-310 પણ ઉડાવી ચૂક્યાં હતાં

કોઝિકડઃ આ વખતે 2020નાં વર્ષે તો હદ કરી નાખી. 2020માં સતત એક પછી એક દુઃખદ ઘટનાઓ ઘટતી જ જાય છે. ત્યારે શુક્રવારે કેરળમાં ફ્લાઈટ લેન્ડિંગ સમયે ક્રેશ થઇ હતી. જેમાં 190 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ હતાં. અત્યાર સુધીમાં આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે જ્યારે 127 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃત્યુ પામનારામાં વિમાનનાં કેપ્ટન દીપક વસંત સાઠે (Captain Deepak Vasant Sathe) પણ હતાં.

કોણ હતાં દીપક વસંત સાઠે?

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કેપ્ટન દીપક વસંત સાઠે એરફોર્સમાં રહી ચૂક્યાં છે. તેમની ગણતરી કાબેલ પાયલટ્સમાં થતી હતી. તેઓને ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત કરવામાં આવેલા છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) નાં 58માં કોર્સનાં પાસ આઉટ હતાં.

ત્યાર બાદ સાઠે કોમર્શિયલ એરક્રાફ્ટ ફ્લાઇંગમાં ચાલ્યા ગયા હતાં. દીપક સાઠે વાયુસેનામાં ટેસ્ટ પાયલટ હતાં. તેઓ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) નાં પણ ટેસ્ટ પાયલટ રહી ચૂક્યાં હતાં. તેઓને બોઇંગ 737 એરક્રાફ્ટ ઉડાડવાનો પણ વધારે અનુભવ હતો. એર ઇન્ડીયા એક્સપ્રેસમાં આવતા પહેલા તેઓ એર ઇન્ડીયા માટે એરબેસ 310 એરક્રાફ્ટ ઉડાડતા હતાં. તેઓ જ્યારે એરફોર્સમાં હતાં ત્યારે તેઓ મિગ-21 જેવાં લડાકુ વિમાન પણ ઉડાવી ચૂક્યાં હતાં.

આ પણ વાંચોઃ ‘ટેબલ ટોપ રનવે’ પર પ્લેન લપસતા કેરળ વિમાન દુર્ઘટના, કેવો હોય છે આ રનવે?

તેઓ જ્યારે નેશનલ ડિફેન્સ એકેડમીનાં 58માં કોર્સથી પાસઆઉટ થયા અને જુલિયટ સ્ક્વાડ્રનનો ભોગ બન્યાં. NDAમાં પાસઆઉટ થતાં સમયે તેઓને NDA પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા. વિંગ કમાન્ડર સાઠે NDA બાદ હૈદરાબાદનાં ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડમી પહોંચ્યાં હતાં અને અહીં તેઓને 127 પીસી કોર્સના ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમનાં નિધનથી તેમનો પરિવાર અને મિત્રો ખૂબ દુઃખી છે.

PM મોદીએ કેરળનાં CM સાથે કરી વાતચીત

કોઝિકોડમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઇને વડાપ્રધાન મોદીએ કેરલનાં CM પિનરઇ વિજયન સાથે પણ વાતચીત કરી છે. સીએમ વિજયને પીએમ મોદીને જણાવ્યું કે, “ઘટનાસ્થળ પર જિલ્લા પ્રશાસન પહોંચી ચૂક્યું છે. મલ્લાપુરમ અને કોઝિકોડનાં ડીએમ મોકા પર પહોંચ્યાં છે. પોલીસનાં મોટા અધિકારી પણ ત્યાં હાજર છે.”

કોઝિકોડનાં ડીએમએ હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. જેનાં પરિવારજનો આ વિમાનમાં સવાર હતાં તેઓ 0495 – 2376901 નંબર પર ફોન કરી શકે છે.

આ પણ વાંચોઃ કેરળ વિમાન દુર્ઘટના : રન વે પર લપસતા બે ટુકડાં, 18નાં મોત, 127 ઘાયલ