Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ગેસનું સિલિન્ડર ફાટતા 5ના સારવાર દરમિયાન મોત

સુરત: ગેસનું સિલિન્ડર ફાટતા 5ના સારવાર દરમિયાન મોત

0
188

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સોની પાર્કમાં રાત્રી દરમિયાન રૂમમાં મૂકેલા ગેસના સિલિન્ડરમાંથી ગેસ લીકેજને પગલે મોડી રાત્રે 3:30 વાગ્યાના અરસામાં કોઈક રીતે ગેસને સ્પાર્ક મળી જતાં ધડાકો થયો હતો. આ ઘટનામાં રૂમમાં સુતેલા 5 યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમાં એકનું મોત થયું હતું જ્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા સોની પાર્ક વિભાગ-2 ખાતે રહેતા ઓમપ્રકાશ ત્રિભુવન ગૌડ(24) મીલમાં કલર સ્ટોરમાં નોકરી કરે છે. તેમના રૂમમાં તેમની સાથે અન્ય 6 સાથીઓ પણ રહે છે અને ડાઈંગ મીલમાં તેમજ કાપડ માર્કેટમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. 14 જુલાઇ શનિવારે રાત્રે ઓમપ્રકાશભાઈ તેમજ તેમની સાથે રૂમમાં રહેતા રોહીતસિંગ દલપ્રતાપ ગૌડ(18), જયલાલ ભગત સિંગ(22) રામબહાદુર દેવલાલ સિંગ(28) અને શિવ પ્રતાપ ગૌડ(19) રૂમમાં સુતા હતા. આ ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પાંચેય યુવકોને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવમાં એકનું મોત થયું હતુ જયારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.રાત્રી દરમિયાન રૂમમાં મુકેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો અને રાત્રે 3:30 વાગ્યાના અરસામાં કોઈક રીતે ગેસને સ્પાર્ક મળી જતા ધડાકા થયો હતો. રૂમમાં પ્રસરેલા ગેસમાં ધડાકો થતા રૂમમાં સુતેલા ઓમપ્રકાશ સહિતના પાંચેય યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તમામ ઘરવખરીનો સામાન પણ બળી ગયો હતો.

અરવલ્લી-મહીસાગરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર