Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુરેન્દ્રનગર: દલિતોને મેદાનમાં ક્રિકેટ રમવા પર રોક, પોલીસે ન ભર્યા કોઈ પગલા

સુરેન્દ્રનગર: દલિતોને મેદાનમાં ક્રિકેટ રમવા પર રોક, પોલીસે ન ભર્યા કોઈ પગલા

0
588

દેશ મોટી-મોટી તરક્કીઓ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આપણો દેશ ચન્દ્ર સુધી પહોંચી ગયો છે પરંતું આજે દેશના ગામડાઓની ખરાબ પરિસ્થિતિને જોતા નીચું જોવુ પડે છે. દેશ ભલે ચન્દ્ર પર પહોંચી ગયો હોય પરંતુ આજે પણ જાતિવાદના ભેદભાવો જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં આવી અનેક ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. તેવામાં વધુ જાતિવાદની એક ઘટના રાજ્યાના સુરેન્દ્રનગરમાં સામે આવી છે. સુરેન્દ્રનગરમાં દરબારોએ ગામના મેદાન પર દલિતો પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત તે છે કે, આ કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે પરંતુ પોલીસે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

7 જુલાઈ 2019ના રોજ પાટડીના તાલુકાના કઠાડા ગામે દલિત યુવકો ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન કેટલાક દરબારોએ તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે એક દલિત શખ્સે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મુખ્ય આરોપી રાજુ વણોલે ક્રિકેટ રમતા દલિત યુવકોને ગામના મેદાન પર ક્રિકેટ ન રમવા માટેની ધમકીઓ આપી હતી. પરંતુ સ્થાનિક પોલીસની ધીમી કામગીરીથી કંટાળીને સમગ્ર મામલે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાને રજૂઆત કરી છે.

ધમકી અને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યાની ઘટના અંગે 7 જુલાઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, હજુ સુધી આરોપીઓ સામે કોઈ જ પગલાં લેવાયા નથી. દલિત એક્ટિવિસ્ટ કિરિટ રાઠોડે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખ્યો છે. તેમને જણાવ્યું કે, જ્યારે પણ તેઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે PSI સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી જ મળી શકે છે. નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં દલિતો પર અત્યાચાર થતા રહ્યાં છે.

ગટર સાફ કરતી વખતે ગુજરાતમાં 156 લોકોના મોત, દેશમાં 6 મહિનામાં થયા 50 કર્મીના મોત