Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દાહોદઃ સુજાઇપાર્કમાં વ્હોરા વેપારી પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત

દાહોદઃ સુજાઇપાર્કમાં વ્હોરા વેપારી પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત

0
99
  • ‘કોરોનાએ લોકોને કર્યા પાયમાલ- શું કરી રહ્યા છે નથી રહેતો ખ્યાલ’
  • આર્થિક સંકળામણને લીધે વેપારીએ પત્ની,ત્રણ દિકરી સાથે ઝેર ધોળ્યું- પ્રાથમિક તપાસ
  • ગોધરા રોડ પર સુજાઇબાગમાં બતુલ એપાર્ટમેન્ટની ગમખ્વાર ઘટના

દાહોદઃ દાહોદ (Dahod)માં વ્હોરા પવિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત (mass suicide) કરી લેતા સમગ્ર પંથકમાં ચકાચાર જાગી છે. દાહોદના ગોધરા રોડ પરના સુજાઇબાગ (sujaibag)માં બતુલ એપાર્ટમેન્ટમાં શુક્રવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પરિવારના મોભી સૈફી ભાઇ શબ્બીર ભાઇ દુધીયાવાલા અને તેમની પત્નીએ ત્રણ બાળકીઓ સાથે ઝેર ધોળી આત્મહત્યા કરી લીધી છે.

બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સાથેની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વ્હોરા પરિવાર કોરોના મહામારીમાં કેટલાક સમયથી આર્થિક સંકડામણમાં હતો. મૃતક સૈફી ભાઇના પિતા શબ્બીર ભાઇ દુધીયાવાળાએ પણ આરોપ મુક્યો છે. તેમના દિકરા સૈફીએ સાળી પાસેથી સોનું લીધું હતું. જેના કારણે પરિવારમાં કંકાસ રહેતો હતો.

સૈફી ભાઇ ડિસ્પોઝેબલ ગ્લાસ-ડિશના વેપારી હતા

પોલીસ સાથે FSL ટીમ પણ પહોંચી છે. મૃતકોમાં સૈફી ભાઇ શબ્બીર ભાઇ દુધીયાવાલા (42), પત્ની મેહજબીન દુધીયાવાલા (35), પુત્રીઓ અરવા દુધીયાવાલા (16), ઝૈનબ દુધીયાવાલા (15) અને હુસૈના (7)નો સમાવેશ થાય છે. પોલીસે તેમના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સૈફી ભાઇ ડિસ્પોઝેબલ ગ્લાસ ડિશનો વેપાર કરતા હતા.

ગમખ્વાર દશ્યનો ચિતાર આપતા સૈફી ભાઇના વૃદ્ધ પિતા શબ્બીર ભાઇએ જણાવ્યું કે,

હું સવારે 8 વાગે દિકરાના ઘરે પહોંચ્યો અને જોયું તો…..

Dahod_suicide photo

” શુક્રવારે સવારે મેં દિકરાને ફોન કર્યો તો કોઇ જવાબ ન આવ્યો. તેથી સવારે 8 વાગે હું તેના ઘરે બતુલ એપાર્ટમેન્ટમાં પહોંચ્યો હતો. દરવાજો ખખડાવતો જોઇ જ જવાબ ન મળ્યો, તેથી મને થોડી ચિંતા થવા લગી હતી. ચિંતા સાથે આસ પડોશના લોકોને વાત કરી ઘરનો દરવાજો તોડ્યો હતો. અંદર જઇ જોયું તો…. મારા હોશ ઊડી ગયા હતા. દિકરો, વહુ અને તેમની ત્રણેય દિકરીઓ નિઃશપ્રાણ હાલતમાં પડ્યા હતા.

“હું ઘરડો માણસ છું બરાબર બોલી પણ શકતો નથી હવે મારો સહારે કોણ બનશે. મને એટલી જાણ હતી કે મારા દિકરાએ તેની સાળી પાસેથી ગોલ્ડ લીધું હતું અને તેના કારણે દબાણમાં હતો. ટોર્ચરિંગમાં રહેતો હતો.”

અલબત્ત આ બધી વાતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે.

મૃતકના સગાભાઇએ પણ દેવાને લીધે આપઘાત કર્યો હતો

રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલાં મૃતકના નાના ભાઇએ પણ ઝેર ગગટાવી જીવન ટુંકાવ્યું હતું. તેમણે દેવું વધી જતાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસમાં ફરિયાદ પણ થઇ હતી. જેની તપાસ ચાલતી હતી. ત્યારે મોટા ભાઇના પરિવારે પણ આપઘાત કરતા ગહન તપાસનો વિષય બન્યો છે.

ગુરુવારની રાત્ર ભોજનમાં ઝેર ધોળ્યું હોઇ શકે

પ્રાપ્ત વિગત મુજબ સૈફીભાઇનો પરિવાર ગુરુવારની રાત્રે સાથે જનવા બેઠો હતો. તેમણે ભોજનમાં જ ઝેર ભેળવી લીધુ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જમ્યા બાદ તેઓ સૂઇ ગયા અને ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ રહ્યું છે.

મધ્ય પ્રદેશના બરઝરથી 10 વર્ષ પહેલાં દાહોદ આવ્યા હતા

તપાસમાં જાણવા મળ્યું છે કે સૈફી ભાઇ ડિસ્પોઝેબલ ગ્લાસ-ડીશ સહિતની વસ્તુઓનો વેપાર કરતા હતા. તેમનો પરિવાર 10 વર્ષ પહેલાં મધ્ય પ્રદેશના ભાભર તાલુકાના બરઝરથી ગોધરા આવીને વસ્યુ હતું. ત્યાં હજુ પણ જુબેદા મંઝિલ નામનું તેમનું ઘર છે.

અગાઉ પણ અમદાવાદના વટવા વિસ્તારના બે પરિવારના છ સભ્યોએ આર્થિક સંક્રમણથી તંગ આવી આપઘાત કર્યો હતો.

શહેરના વટવા ખાતે એક જ પરિવારે સામૂહિક આપઘાત કરતા આસપાસના વિસ્તારને હચમચાવી મૂક્યો હતો.

વટવા રિંગરોડ પાસે પ્રયોશા રેસિડન્સીમાં બે ભાઈઓ પોતાના ચાર બાળકોની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો.