Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સામાન્ય લોકોને રડાવનાર પાણીનું સંકટ હવે સરકારની કેમ ઉંઘ ઉડાડી રહ્યું છે?

સામાન્ય લોકોને રડાવનાર પાણીનું સંકટ હવે સરકારની કેમ ઉંઘ ઉડાડી રહ્યું છે?

0
271

નવી દિલ્હીઃ છેલ્લી એક જૂલાઇના રોજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જળ શક્તિ અભિયાનની શરૂઆત કરી હતી. તે હેઠળ ચોમાસા દરમિયાન પાણીના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ એ જિલ્લાઓમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે જે ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યુ હતું કે, દેશના 256 જિલ્લાઓ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમા જળ સંરક્ષણને જન આંદોલન બનાવવાની વાત કરી હતી. તેમણે નીતિ આયોગની બેઠકમાં પણ તેના પર વિશેષ ચર્ચા કરી હતી.

દેશમાં પાણીની સંકટની સ્થિતિને ખત્મ કરવા માટે સરકારની સક્રીયતા પ્રથમવાર જોવા મળી રહી છે. આ અગાઉજળ સંકટનો મુદ્દો સામાજિક વિમર્શનો મુદ્દો બની જતો હતો. માનવામાં આવી રહ્યું હતું કે આ ગરમીના દિવસોની જ સમસ્યા છે પરંતુ આ સંકટને ખત્મ કરવાની દિશઆમાં હવે મોટી પહેલ સરકાર તરફથી જોવા મળી રહી છે. અહીં સવાલ ઉઠે છે કે જે પાયાની સમસ્યાથી અત્યાર સુધી દેશના સામાન્ય લોકો સામનો કરી રહ્યા હતા તેના પર અચાનક સરકારની નજર કેમ પડી ગઇ. તેની પાછળ અનેક આશંકાઓ છે તેમાંની કેટલીક નીચે જણાવી તે પ્રમાણેની છે.

કૃષિ અને પશુપાલનની જીડીપીમાં 17 ટકા હિસ્સેદારી છતાં દેશની અડધીથી વધારે વસ્તી પોતાની આજીવિકા માટે તેના પર નિર્ભર છે પરંતુ તેમ છતાં અત્યાર સુધી ખેતી યોગ્ય ભૂમિના લગભગ એક તૃતીયાંશ હિસ્સા સુધી જ સિંચાઇની સુવિધા પહોંચી શકી છે. એટલે કે બાકીના બે તૃતીયાંશ પર પાક ઉગાડવા માટે ખેડૂતો આજે પણ ચોમાસા પર આધાર રાખી રહ્યો છે. આ વાતની પુષ્ટી કૃષિ મંત્રાલયના તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓ પરથી મળે છે. તે અનુસાર અત્યાર સુધી શિયાળુ પાકની વાવણી ફક્ત 234.33 લાખ હેક્ટર પર થઇ શકી છે. આ આંકડા ગયા વર્ષની સરખામણીએ 27 ટકા ઓછા છે. વર્ષ 2018માં સમાન સમયગાળામાં 319.68 લાખ હેક્ટરમાં પાકની વાવણી થઇ ચૂકી હતી. શિયાળુ પાકમાંસૌથી વધારે ખેતી ડાંગરની થાય છે. ગયા વર્ષે ડાંગરની વાવણી 69 લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ હતી. આ પાકમાં પાણીની સૌથી વધુ જરૂર પડે છે. ચોમાસુ નબળુ રહેવાની સ્થિતિમાં ડાંગર ખેતી કરનારા ખેડૂતો ભૂજળનો ઉપયોગ કરે છે. તેનાથી ખેડૂતોનો ખર્ચ વધે છે. એટલું જ નહી ધરતીમાંથી પાણી ખેંચવાથી સ્થિતિ વધુ ભયાનક થઇ જાય છે. જેથી આસપાસના વિસ્તારમાં ભૂજળનું સ્તર ખૂબ નીચે જાય છે. જે ખેતીના ખર્ચને સમયની સાથે વધારે છે અને સામાન્ય જનજીવનને પ્રભાવિત કરે છે. તેને ધ્યાનમાં રાખતા હરિયાણા સરકારે ડાંગરની ખેતીને પ્રોત્સાહિત ન કરવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ ડાંગરની ખેતી ન કરનારા ખેડૂતોને પ્રતિ એકર 2000 રૂપિયાની આર્થિક મદદ સહિત અન્ય ફાયદો આપવામાં આવશે.

જળ સંરક્ષણના મુદ્દા પર કામ કરતી સંસ્થા રાષ્ટ્રીય જળ બિરાદરીના સંસ્થાપક સભ્ય પંકજ કુમાર આ સ્થિતિના ઉકેલ માટે વોટર મેનેજમેન્ટની સાથે સાથે ખેતીનીપેટર્ન બદલવા પર ભાર મુકે છે. તે કહે છે કે એ જોવું જોઇએ કે ક્યા વિસ્તારમાં કેટલું પાણી છે અને તે પ્રમાણે ખેતી કરવી જોઇએ. લાતુર અને વિદર્ભ જેવા વિસ્તારમાં જ્યાં પાણીની ગંભીર સમસ્યા છે જ્યાં વધુ પાણીની જરૂર પડે તેવી શેરડીની ખેતી કરવામાં આવી રહી છે. દેશમાં ક્યાંય પણ જળ સંકટની સ્થિતિ પેદા થાય તો તે વિસ્તારના લોકોને ખૂબ સમય અને શારિરીક શ્રમ થાય છે. એટલે કે આ કારણે માનવ સંસાધનનો એક મોટો હિસ્સો જેનો ઉપયોગ દેશના વિકાસમાં કરવો જોઇએ તેની બરબાદી થઇ જાય છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડે છે. જ્યારે કોઇ વિસ્તારમાં આ પ્રકારની સંકટની સ્થિતિ પેદા થાય છે તો તેની સૌથી ખરાબ અસર મહિલાઓ અને બાળકો પર પડે છે. ઘરમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં તેમને ખૂબ શ્રમ કરવો પડે છે. માનવામાં આવે છે કે તેને કારણે બાળકોનો અભ્યાસની સાથે સાથે મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. આ સ્થિતિને ઉકેલવા માટે સરકારોએ મોટા સ્તર પર સંસાધન ખર્ચ કરવા પડે છે.

કેન્દ્ર સરકારે આ બજેટમાં કહ્યું કે, તે નાણાકીય વર્ષ 2019-2020માં ભારતીય અર્થવ્યવસ્થાને ત્રણ અબજ ડોલર બનાવવા માંગે છે. સાથે તેણે તેને પાંચ અબજ ડોલરના સ્તર પર લઇ જવાની પણ વાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે જો સરકાર સમય પર જળ સંકટ જેવી પાયાની સમસ્યાનો ઉકેલ નહી લાવી શકે તો તે આ સ્થિતિ પર પહોંચી શકશે નહીં. મહારાષ્ટ્રનો મરાઠવાડા વિસ્તાર આ વર્ષે દુકાળનો સામનો કરી રહ્યો છે. આ વિસ્તારમાં જળસંકટની સ્થિતિ એટલી ભયાનક થઇ ગઇ છે કે આ કાયદો વ્યવસ્થા માટે પડકાર બનીગઇ છે. ગયા એપ્રિલમાં મરાઠવાડાના લાતુર અને પરભણી જિલ્લામાં પાણીના સ્ત્રોતો ખાસ કરીને ટેન્કરોની આસપાસ ધારા 144 લગાવી દેવાઇ હતી. એટલે કે તેની આસપાસ કોઇ ભીડ એકઠી થઇ શકતી નથી. સરકારે પાણીને લઇને થતી હિંસાને કારણે આ પગલું ભર્યું હતું. જૂન મહિનામાં ચેન્નઇમાં પાણી માટે એક મહિલા પર ચાકુથી હુમલો કરાયો હતો. તમિલનાડુના તંજાવુરમાં પાણી સંબંધિત એક વિવાદને કારણે એક સામાજિક કાર્યકર્તાને એટલો માર મરાયો કે તેનું મોત થઇગયું.

પંકજ કુમાર કહે છે કે પાણી કોઇ સમાજ કે સરકાર પેદા કરીશકતી નથી.એટલે કે જે છે તેની યોગ્ય વહેંચણી થવી જોઇએ. કોઇ પણ વિસ્તારમાં ઉદ્યોગની સ્થાપના એના પર નિર્ભર કરે છે કે તે વિસ્તારમાં પાણીની સ્થિતિ કેવી છે. કોઇ વિસ્તારમાં પાણી ના હોય તો બિઝનેસમેનો પોતાનો ધંધો સમેટીને બીજા વિસ્તારમાં જતા રહે છે. પાણીના સંકટ હોય તેવા વિસ્તારમાં કોઇ રોકાણકાર રોકાણ નથી કરતો. ગયા મહિનામાં ચેન્નઇમાં એક કંપનીએ પોતાની ઓફિસમાં પાણી ન હોવાના કારણે પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યુ હતું. માનવામાં આવી શકે છે જો આ સંકટ વધુ ઘેરુ બનશે તો કંપનીઓ જળ સંકટ હોય તેવા વિસ્તારમાંથી બહાર નીકળી જશે. નીતિ આયોગના મતે આવનારા સમયમાં રાજધાની દિલ્હી સહિત દેશનાઅન્ય મોટા શહેરોમાં ભારે જળ સંકટ પેદા થઇશકે છે. તેને કારણે આ શહેરોમાં વ્યવસાય કરતા બિઝનેસમેન પ્રભાવિત થઇ શકે છે. જળ સંકટને લઇને મોદી સરકારની સક્રીયતામાં સામેલ એક સરકારી અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી જળ સંકટ પીવાના પાણી સુધી સિમિત હતું ત્યારે સરકારનેલાગતુ હતુ કે ઘણુ આપણા હાથમાં છે પરંતુ ગયા વર્ષે ખેતીની સંકટની સ્થિતિમાં સરકારને વિચારવા મજબૂર કરી દીધી છે. હવે તેને લાગે છે કે પાણીની સમસ્યાના કારણે અનેક ઉદ્યોગ બંધ થઇ શકે છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા