Gujarat Exclusive > The Exclusive > ચોરીમાં પકડાયેલા સસરાને ત્યાં છૂપવાની ભૂલ જમાઈને ભારે પડી : ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યો

ચોરીમાં પકડાયેલા સસરાને ત્યાં છૂપવાની ભૂલ જમાઈને ભારે પડી : ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યો

0
123

દાહોદના જંગલમાંથી ઝડપાયેલો 19 ગુનામાં ફરાર જમાઈ મોહનીયા ગેંગનો સાગરીત

અમદાવાદ: ચોરીમાં પકડાયેલા સસરાને ત્યાં રોકાવાની ભૂલ જમાઈને ભારે પડી હતી.19 ચોરીના ગુનામાં ફરાર આરોપી દાહોદના જંગલ વિસ્તારમાં ટેકરીઓ ઉપર રહેતાં તેના સસરાના ઘરે છુપાયો હોવાની બાતમી મળતાં જ ક્રાઈમબ્રાન્ચે (crime branch) રેડ (raid) કરી હતી. પોલીસ મોડી રાત્રે આરોપી(accused)ને ઝડપી અમદાવાદ લઈ આવી હતી. 19 જેટલા ગુનામાં ફરાર આરોપી કુખ્યાત ગબી મોહનીયા ગેંગનો સાગરીત છે. ચોરી,ઘરફોડ ચોરી, ધાડ,લૂંટ જેવા ગંભીર ગુના આચરવામાં કુખ્યાત ગબી મોહનીયા ગેંગના સાગરીતોએ પોલીસના નાકમાં દમ કરી નાંખ્યો હતો. દરમિયાનમાં બાતમી આધારે ક્રાઈમબ્રાન્ચે દાહોદ જઈ ઓપરેશન પર પાડ્યું હતું.

આ પણ વાંચોઃ NEET એક્ઝામ માટે પશ્ચિમ રેલ્વે ત્રણ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

અમદાવાદ શહેર, જિલ્લા અને ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીઓ,લૂંટ અને ધાડના 19 જેટલા ગુનાઓ આચરી તરખાટ મચાવનાર કુખ્યાત મોહનીયા ગેંગના તમામ સાગરીતોને પોલીસ ઝડપયા હતા. જોકે આરોપી દીલીપ ઉર્ફ દીલો પોલીસના હાથમાં આવતો નહોતો. 19 જેટલા ગંભીર ગુનામાં ફરાર દીલાને ઝડપી લેવા પોલીસે સઘન પ્રયાસ હાથ ધર્યા હતા.

પોલીસમાં કોને બાતમી મળી

મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામનો દીલીપ ઉર્ફ દીલો કાળુ મોહનીયા (ઉં,27) તેના સસરાના ઘરે રાતવાસો કરતો હોવાની વિગત ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ આઈ.એસ.રબારીને મળી હતી. બાતમી મુજબ દીલાના સસરા લાલજી બિલવાડ દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામથી બહાર થોડે દુર જંગલમાં ટેકરી પર રહે છે. લાલજી બિલવાડ પણ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

આ પણ વાંચોઃ સુરત: સ્વાભિમાની રિપબ્લિકન પક્ષના નેતાને મહિલાઓએ પટ્ટાથી ફટકાર્યો

ક્રાઈમબ્રાન્ચે બાતમી આધારે મોડી રાત્રે સ્થળ પર પહોંચી લાલજી બિલવાડનું ઘર કોર્ડન કરીને તપાસ કરતા મકાનની અંદર સૂઈ રહેલો દીલીપ ઉર્ફ દીલો મોહનીયા ઝડપાયો હતો. આરોપીને અમદાવાદ લાવી ક્રાઈંબ્રાન્ચની ટીમે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ દીલીપ ઉર્ફ દીલો અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના 5 ગુના, અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના 6 ગુના અને ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી,અડાલજ, પેથાપુર અને ડભોડા પોલીસ સ્ટેશનના કુલ 6 ઘરફોડ ચોરીના ગુના મળી 19 ગુનામાં ફરાર હતો.