Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વૈભવી કારની ચોરી માટે ગજબ તરકીબ: ક્રાઈમ બ્રાન્ચે ટેક્નોસેવી ચોરને ઝડપ્યો, 4 રાજ્યોમાં નેટવર્ક

વૈભવી કારની ચોરી માટે ગજબ તરકીબ: ક્રાઈમ બ્રાન્ચે ટેક્નોસેવી ચોરને ઝડપ્યો, 4 રાજ્યોમાં નેટવર્ક

0
162
  • રૂ. 17 લાખના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ટેક્નોસેવી ચોરની કરી ધરપકડ
  • આરોપી ચાર રાજ્યોમાં કાર ચોરીનું નેટવર્ક ધરાવે છે
  • આરોપી જીઓના ડોંગલથી વાઈફાઈ મોબાઈલમાં કનેક્ટ કરી એપ્લિકેશનનો ઉપયોગ કરી ફોન કરતો

અમદાવાદ : વૈભવી કારની ચોરી માટે ગજબ તરકીબ અજમાવતા ટેક્નોસેવી ચોર (techno savvy thief) ની ક્રાઇમ બ્રાન્ચે રૂ. 17 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી ચાર રાજ્યમાં કાર ચોરીનું નેટવર્ક ધરાવે છે. કારની ચોરી માટે આરોપી સર્વિસ સેન્ટરમાં પડેલી કારમાં જીપીએસ ફીટ કર્યા બાદ તે કારની ચાવી કી સ્કેનર મશીનમાં સ્કેન કરી લેતો હતો. બાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવી આરોપી કાર સર્વિસ સેન્ટરમાંથી બહાર નીકળે એટલે GPSથી કારનું લોકેશન જાણી ચોરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા, પીએસઆઈ એસ.પી.ગોહીલ અને એ.પી.જેબલીયાની ટીમે બાતમીના આધારે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગુરુવારે સત્યેન્દ્રસિંગ ઉર્ફે દક્ષ ઉર્ફે સંજયસિંહ ઇન્દ્રસિંહ શેખાવતને ચોરીની રૂ.15 લાખની સફેદ સ્કોર્પિયો કાર સાથે ઝડપ્યો હતો.

આરોપી પાસેથી રૂ.2 લાખનું ચાવી બનાવવાનું ઇલેક્ટ્રોનિક મશીન વાયર ટુલ્સ સાથેનું, પાંચ જીપીએસ રૂ.20 હજાર, પાવર સપ્લાય રૂ. 4 હજાર, જીઓ કંપનીના વાઇફાઇ ડોગલ બે રૂ.3 હજાર, 3 મોબાઈલ રૂ.9 હજાર અને 4 ચીપ અને 5 ચાવી મળી કુલ રૂ.17,37,900નો મુદ્દામાલ પકડાયો હતો.

જીતેન્દ્રએ પોલીસ તપાસમાં ગાજીયાબાદથી સ્કોર્પિયો કાર ચોર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત રાણીપથી 1, ગાંધીનગરથી 1, રાજસ્થાન બિકાનેરથી 1અને બેગ્લોરથી 3 મળી કુલ 6 સ્કોર્પિયો કાર ચોરી, જામનગરથી ફોર્ચ્યુનર, વડોદરાથી કીયા સેન્ટોસા, ચેન્નાઈથી મર્સીડીઝ અને દીવથી ફોર્ચ્યુનર કાર મળી કુલ 12 જેટલી કાર ચોરીની કબૂલાત કરી હતી.

techno savvy thief

આ પણ વાંચોઃ 100 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે સુરત SOGએ બે શખ્સોની કરી ધરપકડ

કાર ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી

જીતેન્દ્રસિંગ વૈભવી કારના સર્વિસ સેન્ટરમાં જતો હતો. જ્યાં ગાર્ડની નજર ચૂકવી કારમાં જીપીએસ મુકતો હતો. કારની ચાવી કી સ્કેનર મશીનમાં સ્કેન કરતો અને ત્યાંથી નીકળી જતો હતો. બાદમાં સ્કેન ડેટાના આધારે કી કટર મશીનમાં બ્લેન્ક ચાવી નાંખી સ્કેન કરેલા ડેટા મુજબ ડુપ્લીકેટ ચાવી બનાવતો હતો. કાર સર્વિસ સેન્ટરમાંથી બહાર નીકળે એટલે તેમાં મુકેલ જીપીએસ આધારે કારનું લોકેશન મેળવી લેતો હતો. જે તે જગ્યાએ કાર પડી હોય ત્યાં પહોંચી કારની ચોરી કરતો હતો.

યુટયુબ વીડિયો જોઈ કારની ચાવી બનાવતા શીખ્યો

જીતેન્દ્રએ ઓનલાઈન કી કટીંગ મશીન, કી સ્કેનર અને કી ડેટા સ્કેનર મશીન રૂ.2 લાખમાં ઓનલાઈન ખરીદ કર્યા હતા. બાદમાં યુ ટયુબ પર ચાવી બનાવવાના વીડીયો જોઈ ડુપ્લીકેટ ચાવી બનાવતા શીખ્યો હતો.

સીમકાર્ડ વગર મોબાઈલનો ઉપયોગ કરતો!

જીતેન્દ્ર પોલીસથી બચવા સીમકાર્ડ વગર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. આરોપી જીઓના ડોંગલથી વાઈફાઈ મોબાઈલમાં કનેક્ટ કરી લાઈન,વાઈબર અને વોટ્સએપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી મેસેજ અને ફોન કરતો હતો.

techno savvy thief

આ પણ વાંચોઃ  સુશાંતના મિત્ર સંદિપસિંહ અને ગુજરાત સરકાર વચ્ચેનો શું સંબંધ? ગુજરાત કોંગ્રેસનો ઘટસ્ફોટ

કાર ચોરી બાદ પોલીસને ફેરવવા કાચના ટુકડા ફેંકતો

કારની ચોરી કર્યા બાદ આરોપી તે સ્થળે કાચના ટુકડા ફેંકતો અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખી કાર લઈ નીકળતો હતો. જેથી તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોને એવું લાગે કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો હાથ ચોરીમાં છે. આમ પોલીસ બીજે તપાસ કરે અને પોતે પકડાય નહીં.

ચોરીની કાર બીજે મુકવા ઓનલાઇન ડ્રાઈવર મંગાવતો

કારની ચોરી બાદ આરોપી (techno savvy thief) ગમે ત્યાં તે કાર પાર્ક કરતો બાદમાં 20 થી 25 કલાકમાં ત્યાંથી કાર હટાવી લેતો હતો. ચોરીની કાર એક સ્થળેથી બીજા સ્થળે મુકવા માટે આરોપી જીતેન્દ્ર ઓનલાઇન ઍપથી ડ્રાઇવરનો મોબાઈલ નંબર લઈ તેમને બોલાવી લેતો હતો. જીતેન્દ્ર અગાઉ કાર ચોરીના ગુનામાં 2014માં પકડાયો હતો. પાસા હેઠળ પણ જેલમાં જઇ આવ્યો છે.દિલ્હીમાં 2017માં કાર ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને મોટો ઝટકો, રૂપાણી સરકાર દ્વારા મોટો નિર્ણય