Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સ્મશાનગૃહના સ્ટાફે મરણના કારણમાં કોરોના જણાવ્યું

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સ્મશાનગૃહના સ્ટાફે મરણના કારણમાં કોરોના જણાવ્યું

0
87
  • અગ્નિકાંડમાં ભીનું સંકેલવાનું સ્મશાનગૃહના સ્ટાફનું કારસ્તાન ?

  • અમદાવાદ અગ્નિકાંડમાં મૃત્યુ છતાં કારણ કોરોના

અમદાવાદ: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓ મૃત્યુને ભેટયા હતા. આ જગ જાહેર હોવા છતાં દૂધેશ્વર સ્મશાનગૃહના સ્ટાફે મૃતકના મૃત્યુ પાછળનું કારણ અકસ્માત નહીં બલ્કે કોરોનાનું કારણ દર્શાવીને સમગ્ર ઘટના પર પડદો પાડવાની કોશીષ કરી હોવાની ચર્ચા ઉઠવા પામી છે. સ્મશાનગૃહના સ્ટાફની ભૂલ છે કે પછી સમગ્ર અગ્નિકાંડમાં ભીનું સંકેલવાનું કારસ્તાન છે તે તો તપાસનો વિષય છે. પોતાના સ્વજનને ગુમાવવાના કારણે ઘેરા શોકમાં રહેલાં પરિવારના સભ્યોને આ મુદ્દો પણ સરકારી વિભાગોમાં દરેક તબક્કે હેરાન અને ધક્કાં ખાવા પડે તેવી સ્થિતિ સર્જાશે.

આ પણ વાંચો: તંત્ર નિંદ્રામાંથી જાગ્યું: અમદાવાદમાં 67 હોસ્પિટલમાં રેડ, 26 પાસે જ NOC મળી

શહેરની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 80 વર્ષના દર્દી પણ મૃત્યુ પામ્યા હતા. તેમનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર દૂધેશ્વર સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. જયાં તેમને આપેલી અંતિમ સંસ્કારની પહોંચમાં મત્યુના સ્થળમાં શ્રેય હોસ્પિટલ, નવરંગપુરા લખેલું છે.

પરંતુ મૃત્યુ પાછળના કારણમાં કોરોના પોઝીટીવ જણાવવામાં આવ્યું છે. જયારે સિવિલ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી પહોંચમાં આગનું કારણ દર્શાવ્યું છે. આમ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા હોવા છતાં કારણમાં કોરોનાના કારણે લખવાના લીધે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: અમદાવાદની શ્રેય હોસ્પિટલે તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી

પરિવારજનોને આ કારણના લીધે સરકારી વિભાગોમાં પણ ખાસ કરીને વીમા કે મેડિકલનો કલેઇમ મેળવવામાં પ્રશ્નો ઊભા થવાની શક્યતા રહેલી છે. આમ કોર્પોરેશન સંચાલિત જન્મ મરણ ખાતા હસ્તકના સ્મશાનગહમાં આ પ્રકારની ભૂલ અનેક તર્ક વિતર્કો પેદા કરી રહી છે. હાલ આ મુદ્દો સોશિયલ મીડીઆમાં ચર્ચાસ્પદ બન્યો છે.