Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો રિપોર્ટ નેગેટીવ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો રિપોર્ટ નેગેટીવ

0
60
  • આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે

  • સીઆર પાટીલે ટવીટ કરીને મારા સ્વાસ્થ્ય માટે શુભકામના બદલ આભાર વ્યક્ત કર્યો

અમદાવાદ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો (CR Patil corona latest News) કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું તેમણે ટ્વીટર પર જાહેરાત કરી છે. તેની સાથે તેમને આવતીકાલે બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે તેમ જણાવ્યું છે. તેમણે તેમના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવતાં સૈનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સતત બે વખત પોઝિટિવ (CR Patil corona latest News) આવ્યા બાદ આજે રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમના પોઝિટિવ રિપોર્ટને લઇને ભારે હોબાળો મચ્યો હતો. ત્યાં સુધી કે સરકારને બધાંએ ભીંસમાં લેવા પ્રયાસ પણ કર્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રીના હોમ ડિસ્ટ્રિક્ટ રાજકોટ કલેક્ટર રમ્યા મોહન કોરોના પોઝિટિવ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા બાદ સી.આર.પાટીલે કોરોના (CR Patil corona latest News) મહામારી વચ્ચે પણ સોમનાથ, અમરેલી, જૂનાગઢ, વગેરે સ્થળોએ પ્રવાસ કરીને સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક નેતાઓ સાથે સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ત્યાં સુધી કે કાર્યકરો સાથે હોલમાં મીટીંગો કરી હતી તેમ જ તેમના સન્માન માટે ભારે ધસારો રહેતો હોવાથી સોશિયલ ડિસ્ન્ટસીંગનો પ્રશ્ન ઊભો થતો હતો. ત્યારબાદ તેમણે ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. ત્યાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ હતી. ત્યાં સુધી કે આ પ્રવાસ બાદ ફરી પાછો સૈરાષ્ટ્રનો પ્રવાસ કરવાના હતા.

બીજી તરફ ભાજપ કાર્યાલય પર પણ કાર્યકરોનો ધસારો રહેતો હતો. તેમાંય વળી મંત્રી કૈશિક પટેલ તથા જયદ્રથસીંહ પરમારને સપ્તાહમાં બે દિવસ ભાજપના કાર્યકરોને ભાજપ કાર્યાલય મળશે તેવી જાહેરાતથી કાર્યકરોનો કાફલો કાર્યાલય ખાતે આવતો હતો. જેથી ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ ( મામા ) તેમ જ પ્રવકતા ભરત પંડયા ઉપરાંત બીજા પાંચેક જણાંનો રિપોર્ટ પોઝિટિવ(CR Patil corona latest News) આવ્યો હતો.

જેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ સાવચેતીરૂપે તેમનો એન્ટી ઇવેજન ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો. પણ RT PCR રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાની જાહેરાત કરી હતી. જો કે, તેમના પુત્રએ તેના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી

ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ (CR Patil corona latest News) હોવાની બીજા દિવસે વિધિવત જાહેર કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટની સાથે જ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ ગઇકાલે સોમવારે ફરીવાર કરાવેલો RT PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આજે તેમણે ટ્વીટર પર તેમનો રિપોર્ટ નેગેટીવ (CR Patil corona latest News) આવ્યો હોવાનું ટવીટ કર્યું છે.