Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં ફરશે ‘કોવિડ વિજય રથ’

ગુજરાતના કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં ફરશે ‘કોવિડ વિજય રથ’

0
76
  • કોરોના સામે જંગ માટે સરકારનું જનજાગૃતિ મિશન શરૂ

  • ધનવન્તરી બાદ ‘કોવિડ વિજય રથ’ પર સવાર થઈને કોરોના સાથે જંગ

ગાંધીનગર: ગુજરાતમાં એકતરફ કોરોનાના પોઝિટિવ કેસો (Corona Positive Case)ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર (Gujarat Government) પણ સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister Of Gujarat) વિજય રૂપાણી (Vijay Rupani) એ સોમવારે ગાંધીનગરથી ઈ-માધ્યમ થકી ગુજરાતના 5 ઝોનમાં “કોવિડ વિજય રથ” (Covid Vijay Rath) ને લીલી ઝંડી દેખાડીને રવાના કર્યા છે.

સુરતમાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરીમાં સાંસદ દર્શના જરદોશ, કલેક્ટર ડૉ ધવલ પટેલ, મેયર ડૉ જગદીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એચ કે કોયાએ કોવિડ વિજય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યમાં અલગ-અલગ 5 ઝોનમાં સુરત, અમદાવાદ, જૂનાગઢ, ભૂજ અને પાલનપુરથી ઈ-માધ્યમ મારફતે “કોવિડ વિજય રથ”ને મુખ્યમંત્રી રૂપાણીએ રવાના કર્યાં છે.

સુરતથી રવાના થયેલો આ વિજય રથ ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 44 દિવસો સુધી ફરશે. જ્યાં તે સામાન્ય નાગરિકોને Covid-19 પ્રત્યે જાગૃત કરશે.

આ પણ વાંચો: LAC પર તનાવ વધ્યો, 45 વર્ષ બાદ ભારત-ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગ

આ અંગે સુરત કલેક્ટર ડૉ ધવલ પટેલે જણાવ્યું કે, સુરત શહેર અને જિલ્લામાં વિજય રથ 7 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં ફરીને લોકોમાં જાગૃતિ ફેલાવશે. શહેરી વિસ્તારમાં માત્ર એક જ દિવસ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 3 થી 8 દિવસ સુધી વિજય રથ જગૃક્તા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં

8 સપ્ટેમ્બરે- ઓલપાડ, અટોદરા, સાંધિયેર, પરિયા, સાયણમાં
9 સપ્ટેમ્બરે- કામરેજ, અબ્રમા, અંત્રોલી, નવી પારડી
10-સપ્ટેમ્બર-માંગરોળ, પિપોદરા ગ્રામ પંચાયત, હથોડા, કઠવાડા અને કોસંબામાં
11-સપ્ટેમ્બરે ભરૂચ , 12 સપ્ટેમ્બરે અંકલેશ્વર 13- સપ્ટેમ્બરે ઝઘડિયામાં વિજય રથને ફરાવવામાં આવશે.

જે બાદ નર્મદા, રાજપીપળા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વિજય રથ ફરશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, માનવરહિત આવકવેરા આકરણી પદ્ધતિ, પ્રધાનમંત્રી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના, આત્મનિર્ભર ભારતની સંકલ્પના જેવા વિષયો પર કળાના માધ્યમથી જાણકારી આપવામાં આવશે.

કોરોના સામેની જંગ નિર્ણાયક તબક્કામાં પહોંચવાના પગલે સામાન્ય લોકોમાં આત્મવિશ્વાસ વધે અને તકેદારી રાખવા સાથે અન્ય લોકોને જાગૃત કરે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 60 કિલોમીટરનું અંતર આ કોવિડ વિજય રથ કાપશે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1330 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 15 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,05,671 પર પહોંચી ગઈ છે.