Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાત બાદ રાજકોટમાં કોરોનાનો સપાટો

ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાત બાદ રાજકોટમાં કોરોનાનો સપાટો

0
107
  • રાજયસભાના સાંસદ સહિત તેમનો પુત્ર, પત્ની અને જમાઇ પણ કોરોના પોઝીટીવ
  • તબક્કાવાર કોરોના કેસોનો વધારો થતાં આરોગ્ય સચિવ રાજકોટ પહોંચ્યા

અમદાવાદ: કોરોના મહામારીના સમયમાં સૌથી કપરી પરિસ્થિતિ હાલ ચાલી રહી છે. એક પછી એક રાજકીય આગેવાનો કોરોના પોઝીટીવ આવતાં જાય છે. રાજયસભાના સાંસદ અભય ભારદ્રાજ પણ સોમવારે કોરોના પોઝીટીવ આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમના પુત્ર, પત્ની અને જમાઇ સહિત અનેક લોકો પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે. સાંસદ ભારદ્વાજ પાટીલના રોડ શો (CR Paatil) સહિત બેઠકોમાં હાજર હતા. એટલું જ નહીં પરંતુ રાજકોટમાં કેસો પણ વધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના (CR Paatil) આગમન સમયે કાર્યકરોના ટોળાંઓ એકઠા થતા હોવાથી સંક્રમણના કારણે કોરોના ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વધતાં જતાં કેસોની સ્થિતિને ધ્યાનમાં લઇને રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્યાં પહોંચી ગયા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ સી.આર. પાટીલ (CR Paatil)ને વધાવવા માટે સુરતમાં રેલી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તે કાર્યક્રમ છેલ્લી ઘડીએ મોકુફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગામી દિવસોમાં કોર્પોરેશન તેમ જ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી આવવાની હોવાની સાથોસાથ ભાજપનું પ્રદેશ માળખું મજબૂત બનાવવાના હેતુથી તેમણે ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો હતો. તા. 19મી ઓગસ્ટના રોજ સોમનાથ દાદાના દર્શન કરીને ચાર દિવસીય સૌરાષ્ટ્રનો સંગઠનાત્મક પ્રવાસ શરૂ કર્યો હતો. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી થઇ જૂનાગઢ ગયા હતા. પછી જેતપુર, ગોંડલ થઇને રાજકોટ તેમ જ ચોટીલા વગેરે સ્થળોએ પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો: ભાજપના વધુ એક MLA કોરોના સંક્રમિત, થોડાં દિવસ અગાઉ PAનું થયું હતું મોત

આ પ્રવાસ દરમિયાન તેમનું (CR Paatil) ઠેકઠેકાણે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે હોલમાં સ્થાનિક આગેવાનો સહિત કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. આ સમયે ખાસ્સી ભીડ ભેગી થતી હતી. આ પ્રવાસને એકાદ સપ્તાહ બાદ સૌરાષ્ટ્રમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જેથી સંક્રમણ થવાના કારણે કેસો વધ્યા હોવાનું લોકો માની રહ્યા છે. હાલ રાજકોટ શહેર તથા જિલ્લા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ કેસોનો તબક્કાવાર વધારો થતો જાય છે. તેને કાબૂમાં લાવવા માટે જ રાજયના આરોગ્ય વિભાગનાઅગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્યાં પહોંચી ગયા હોવાનું કહેવાય છે.

આવતીકાલથી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Paatil) આગામી 3,4,5 સપ્ટેમ્બર 2020 ઉત્તર ગુજરાતના પ્રવાસે જવાના છે. પાટીલ (CR Paatil) 3જી સપ્ટેમ્બરના રોજ સવારે 8.30 કલાકે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરીને તેમના પ્રવાસની શરૂઆત કરશે. આ ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન તેઓ તબક્કાવાર રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લા-મહાનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત કરશે. જ્યાં નિર્ધારિત સ્થળોએ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Paatil)નું ભાજપ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હવે ત્રણ દિવસ માટે તેઓ ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે.

આ શહેરોના કોરોના પોઝીટીવના ફેક્ટ ફિગર

તારીખ 

રાજકોટ શહેરમાં કેસોની સંખ્યા 

રાજકોટ જિલ્લામાં કેસોની સંખ્યા

28/8/20 82 30
29/8/20 79 36
30/8/20 83 36
31/8/20 84 34
1/9/2020 89 36

જૂનાગઢ કોર્પોરેશન તથા જિલ્લાની વિગત

તારીખ 

જૂનાગઢ કોર્પોરેશન 

જૂનાગઢ જિલ્લામાં કેસોની સંખ્યા

28/8/20 14 11
29/8/20 15 13
30/8/20 16 14
31/8/20 18 17
1/9/2020 14 11

ગીર સોમનાથ

તારીખ 

ગીર સોમનાથ કોરોના કેસ

28/8/20 24
29/8/20 22
30/8/20 13
31/8/20 14
1/9/2020 14

અમરેલી

તારીખ અમરેલી  કોરોના કેસ
28/8/20 28
29/8/20 25
30/8/20 21
31/8/20 30
1/9/2020 31