Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!

ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!

0
203

વુહાન: કોરોના વાઈરસ (Corona Virus) ને લઈને ચીનની એક મહિલા વાયરોલૉજિસ્ટ (Chinese Virologist) ડૉ. લી-મેંગ યાન (Dr. Li-Meng Yan) એ એક મોટો ખુલાસો કર્યો છે. લીનું કહેવું છે કે, કોરોના વાઈરસ વુહાન (Wuhan)ની લેબમાં જ બનાવવામાં આવ્યો છે.

ઘણાં સમયથી કોરોના વાઈરસ પર શોધ કરી રહેલી યાન હોંગકોંગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ સાથે સંકળાયી હતી. પોતાના રિસર્ચ દરમિયાન તેણીને આ જીવલેણ વાઈરસ ચીનમાં જ બનાવ્યો હોવાના તથ્યો મળી આવ્યાં છે.

વાયરોલૉજિસ્ટના આ ખુલાસા બાદ ચીન ફરીથી એક વખત વિશ્વભરમાં બદનામ થઈ ગયું છે. અમેરિકા સહિત અનેક દેશો શરૂઆતથી જ કહેતા આવ્યાં છે કે, ચીને જાણી જોઈને આ જીવલેણ વાઈરસ બનાવ્યો છે. જો કે એ વાત અલગ છે કે, ચીને હજુ સુધી પોતાના પર લાગેલા આરોપોનો સ્વીકાર નથી કર્યો.

આ પણ વાંચો: NDA ઉમેદવાર હરિવંશ સતત બીજી વખત બન્યા રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન

WHOનું મૌન અકળાવનારું
લી-મેંગ યાને એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે, જ્યારે કોરોના વાઈરસની જાણ થઈ, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી કોઈ પ્રતિક્રિયા નહતી આવી. તેણીએ ચીની અધિકારીઓને સંભાવિત ખતરા વિશે વાકેફ કર્યા, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવ્યા. વાયરોલૉજિસ્ટનો દાવો છે કે, Covid-19 વાઈરસ વુહાનની લેબમાં બનાવવામાં આવ્યો છે. જે ચીની સરકારના હસ્તગત છે.

યાને કહ્યું કે, કોરોના વુહાનની મીટ માર્કેટમાંથી નથી આવ્યો. આ વાઈરસ પ્રકૃતિની દેન નથી. યાને દાવો કર્યો કે, તેણીએ સ્થાનિક ડૉક્ટરો અને કેટલીક ગુપ્ત જાણકારીના માધ્યમથી જાણવા મળ્યું છે કે, આ વાઈરસ મીટ માર્કેટમાંથી નથી આવ્યો, પરંતુ તેને પેદા કરવામાં આવ્યો છે.

ચીની અધિકારીઓ જાણતા હતા કે, આ વાઈરસ માનવથી માનવ ફેલાઈ શકે છે. જો તેને કાબૂમાં નહીં કરવામાં આવે, તો તે મહામારી બની જશે. આમ છતાં તેઓ મૌન રહ્યાં હતા.

લી-મેંગ યાને કહ્યું કે, જ્યારે તેણે સંભાવિત ખતરા વિશે વિશ્વને અવગત કરવાની વાત કહી, ત્યારે ચીની અધિકારીઓએ તેને ધમકાવી હતી. જેના પગલે તેણીએ ચીન છોડીને અમેરિકા ભાગવું પડ્યું હતું. લીએ આરોપ લગાવ્યો હતો કે, ચીની સરકારે તેના વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલવવા માટે જ કેટલાક લોકોને નોકરી પર રાખ્યા છે.

ચીની વાયરોલૉજિસ્ટે આગળ કહ્યું કે, તમે ભલે બાયોલૉજીમાં એક્સપર્ટના હોવ, પરંતુ આમ છતાં પણ તમે તેના આકારથી આ વાઈરસની ઉત્પતિ વિશે જાણી શકશો. આ વાઈરસના જીનોમ એક માનવ ફિંગર પ્રિન્ટના જેમ છે. જેના આધારે આ સાબિત થાય છે કે, કોરોના વાઈરસ માનવ નિર્મિત છે.

કોઈ પણ વાઈરસમાં માનવ ફિંગર પ્રિન્ટની ઉપસ્થિતિ જ દર્શાવે છે કે, તેની ઉત્પતિ માનવ દ્વારા કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે, આ વાઈરસથી છૂટકારો મેળવવા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે, તેની ઉત્પતિ કેવી રીતે થઈ? જો ચીને વિશ્વને સચ્ચાઈ જણાવી દીધી હોત, તો કદાચ સમયસર કોરોના પર કાબૂ મેળવી શકાયો હોત.