Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં નવેમ્બર સુધી કોરોનાના કારણે 5 લાખ લોકોના થઈ શકે છે મોત

ભારતમાં નવેમ્બર સુધી કોરોનાના કારણે 5 લાખ લોકોના થઈ શકે છે મોત

0
77

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona) સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવામાં આવેલા આકરા પગલા છતાં નિષ્ફળતા મળી રહી હોય તેવું જ લાગી રહ્યું છે. દેશમાં દિન-પ્રતિદિન રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે, ત્યારે ભારતમાં કોરોના મહામારી (Corona Pandemic)થી થનારા નુક્સાન પર ચોંકવનારું રિસર્ચ સામે આવ્યું છે.

આ શોધમાં કહેવામાં આવ્યું છે કે, જો ભારતીયો સખ્તીથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)નું ધ્યાન રાખશે, તો એક ડિસેમ્બર સુધી દેશમાં બે લાખ લોકોના જીવ બચાવી શકાશે. જીવલેણ વાઈરસના પ્રકોપ પર રિસર્ચ કરનાર વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવૈલ્યૂએશન (IHME)ની શોધમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સંક્રમણના ફેલાવાને મર્યાદિત કરવાનો આ એક સારો અવસર છે.

IHMEના ડિરેક્ટર ડૉ ક્રિસ્ટોફર મુર્રેએ કહ્યું કે, ભારતમાં લોકોને ફેસ માસ્કના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાથી પાલન કરવાની આવશ્યક્તા છે. કોરોના પર કાબૂ મેળવવા માટે લોકોએ સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન કરવાની જરૂરત છે.

IHMEનું અનુમાન છે કે, ભારતમાં ડિસેમ્બરના મધ્ય સુધીમાં કોરોના ટોચ પર હશે. નવા કેસો સાથે સંક્રમિતોની સંખ્યા 60 લાખની નજીક પહોંચશે અને જો ધ્યાન નહીં આપવામાં આવે, તો 5 લાખ લોકોના મોત થઈ જશે.

આ પણ વાંચો: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા મળી જશે કોરોના વૅક્સીન

જો કે રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કોરોનાને કાબૂ કરવા માટે કેટલીક સફળતા જરૂર મળી છે. દિલ્હી સહિત કેટલાક અન્ય મોટા શહેરોનું ઉદાહરણ આપતા કહેવામાં આવ્યું છે કે, જ્યાં કન્ટેનમેન્ટ ઝોન, સંપર્કમાં આવેલા લોકોના ટ્રેસિંગ, મોટાપાયે ટેસ્ટિંગ, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલને વાઈરસને ફેલાતુ રોકવામાં મદદ કરી છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં નવેમ્બરના અંત કે ડિસેમ્બર સુધી અંદાજે 3 લાખ લોકોના મોત થઈ શકે છે. જે ઓગસ્ટના અંત સુધીમાં 60 હજારની આસપાસ હતા. જો ભારતમાં લૉકડાઉનમાં છૂટ યથાવત રહી અને ફેસ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ વર્તમાન સમયની જેમ જ રહેશે, તો નવેમ્બરના અંત કે ડિસેમ્બર સુધી 4,92,380 લોકો કોરોનાના કારણે મોતને ભેટી શકે છે. એ સમય સુધી ભારતના 13 રાજ્યોમાં કોરોનાથી મોતનો આંકડો 10 હજારની પાર પહોંચી જશે. જ્યારે હાલ માત્ર મહારાષ્ટ્રમાં જ આટલો મૃત્યુઆંક નોંધાયો છે.