Gujarat Exclusive > રાજનીતિ > સરકારે ભ્રષ્ટ લોકોની મદદ માટે RTI એક્ટને નબળો પાડ્યો: રાહુલ ગાંધી

સરકારે ભ્રષ્ટ લોકોની મદદ માટે RTI એક્ટને નબળો પાડ્યો: રાહુલ ગાંધી

0
391

RTI એક્ટના સંશોધનને રાજયસભામાં મંજૂરી મળ્યાના બે દિવસ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપની આગેવાની ધરાવતી NDA સરકારની આલોચના કરતા જણાવ્યું કે, સરકાર ભ્રષ્ટાચારીઓને મદદ કરવા કાયદાને નબળો કરી રહી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સરકાર ભ્રષ્ટ લોકોને દેશમાં ચોરી કરીને ભાગવામાં મદદ કરવા માટે RTI એક્ટને નબળો બનાવી રહી છે. નવાઈની વાત છે કે, હંમેશા ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર ભીડ પણ અચાનક ગાયબ થઈ ગઈ છે.

 

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવ્યાના બે દિવસ પહેલા જ ગુરૂવારે રાજ્યસભામાં માહિતી મેળવવાના અધિકારને લગતા RTI એક્ટમાં સંશોધનને મંજૂરી મળી ગઈ છે. જો કે આ દરમિયાન વિપક્ષ તરફથી તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. RTI બિલમાં સંશોધનને લોકસભામાં સોમવારે મંજૂરી મળી ગઈ હતી.

કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ સરકારની ટીકા કરી છે. સોનિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર RTIને એક આડખીલી રૂપ ગણે છે અને કેન્દ્રીય સૂચના આયોગના દરજ્જાને નષ્ટ કરવા માંગે છે.

અમેરિકામાં લાખો રૂપિયાની નોકરી છોડી ગુજરાતી દંપત્તિ કરે છે આ કામ