Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નવા કેસ 94 હજારને પાર

દેશમાં કોરોના કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નવા કેસ 94 હજારને પાર

0
43
  • ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા ચિંતાનો માહોલ
  • દેશમાં 1,114 લોકોએ આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો
  • ભારતમાં રિકવરી દર એક્ટિવ કેસોની તુલનામાં 3.8 ગણો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં દરરોજ વધારો થતો જઇ રહ્યો છે. રવિવારના રોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 47 લાખને પાર (coronavirus updates in india) થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 94,372 નવા કેસ સામે આવ્યાં છે.

મંત્રાલયે જણાવ્યું કે, આ દરમ્યાન દેશમાં 1,114 લોકોએ આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડાઓ અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 47,54,357 લોકો આ કોરોનાની ઝપેટ (coronavirus updates in india) માં આવી ચૂક્યાં છે. જેમાંથી 9,73,175 એક્ટિવ કેસો છે. જ્યારે 37,02,596 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સારવાર બાદ હોસ્પિટલેથી ઘરે પરત ફર્યા છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખતા અત્યાર સુધી દેશમાં 78,586 લોકોના મોત થઇ ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ કોવિડ-19 દવાના બોક્સમાં દારૂની બોટલોની હેરફેર! 19 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

છેલ્લાં 24 કલાકમાં 10 લાખથી વધારે નમૂનાઓની તપાસ

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) એ જણાવ્યું કે, 12 સપ્ટેમ્બર સુધી 5,62,60,928 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 10,71,702 નમૂનાઓની તપાસ ગઇ કાલે કરવામાં આવી છે.

દેશમાં રિકવરી રેટમાં વધારો

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ આ ઠીક થનારા દર્દીઓની સંખ્યા પણ તે જ ઝડપથી વધી રહી છે. મેથી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 50 હજારથી વધીને 36 લાખ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેની જાણકારી પણ આપી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19 રિકવરી મે મહીનામાં 50,000 હતી. જે સપ્ટેમ્બરમાં વધીને 36 લાખથી વધુ થઈ ગઈ છે. દરરોજ 70,000થી વધુ દર્દીઓ આ બીમારીથી સ્વસ્થ થઈ રહ્યાં છે. ભારતમાં રિકવરી દર એક્ટિવ કેસોની તુલનામાં 3.8 ગણો છે. ઉચ્ચ અને આક્રમક પરીક્ષણના માધ્યમથી વહેલી તકે તપાસ, ઝડપી દેખરેખ અને પ્રમાણભૂત ઉચ્ચ ગુણવત્તાની ક્લિનિકલ કેરની મદદથી આ પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે એમ મંત્રાલયે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ, મોડી રાત્રે AIIMSમાં દાખલ