Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાનો આતંક, કુલ આંક 46 લાખને વટાવતા નવા કેસ 97 હજારને પાર

દેશમાં કોરોનાનો આતંક, કુલ આંક 46 લાખને વટાવતા નવા કેસ 97 હજારને પાર

0
42
  • દેશમાં કોવિડ-19નાં દર્દીઓની સંખ્યા વધીને 46 લાખ 59 હજારથી વધુ
  • દેશમાં મૃતકોની સંખ્યા વધીને 77,472 થઇ ગઇ
  • મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ કોરોનાથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત

નવી દિલ્હીઃ દેશમાં સતત ત્રીજા દિવસે પણ કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. શનિવારના રોજ એક વાર ફરી એક દિવસમાં કોરોના સંક્રમણ (CoronaVirus India updates) ના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. શનિવારના રોજ 97,570 નવા કેસ સામે આવ્યાં છે. આ નવા કેસોની સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 46 લાખ 59 હજારથી વધારે થઇ ગઇ છે. પરંતુ રાહતની વાત એ છે કે બીમારીથી ઠીક થનારા લોકોની સંખ્યામાં પણ નફો થયો છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 36 લાખ 24 હજારથી પણ વધારે લોકો સ્વસ્થ થઇ ચૂક્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શનિવાર રોજ સવારે રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં 1,201 લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 77,472 થઇ ગઇ છે. દેશમાં સંક્રમણ (CoronaVirus India updates) ના કેસો વધીને 46,59,985 થઇ ગયા છે. જેમાંથી 9,58,316 લોકોની સારવાર ચાલી રહી છે અને 36,24,197 લોકો સારવાર બાદ આ બીમારીમાંથી બહાર આવી ચૂક્યા છે.

સંક્રમણના કુલ કેસોમાં વિદેશી નાગરિક પણ શામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાના દર વધીને 77.77 ટકા થઇ ગઇ છે. જ્યારે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે અને તે 1.66 ટકા છે. બીજી બાજુ 20.56 ટકા દર્દીઓની હજી સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર વૈશ્વિક સરેરાશથી પણ ઓછો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર, 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ

9 રાજ્યોમાં 74 ટકા સક્રિય કેસ

મંત્રાલયે જણાવ્યું કે, “9 રાજ્યોમાં લગભગ 74 ટકા સક્રિય કેસો છે. એમાં 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ કોરોનાથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. 3 રાજ્યોમાં કુલ 4,60,692 સક્રિય કેસ આવ્યાં છે. દેશમાં એક્ટિવ કેસના કુલ કેસમાં 48.48 ટકા છે. યૂપી, ઓરિસ્સા, તમિલનાડુ, તેલંગાણા, અસમ, છત્તીસગઢમાં 2,36,545 કેસ છે કે જે 25.1 ટકા એક્ટિવ કેસની બરાબર છે.

છેલ્લાં 29 દિવસમાં રિકવરી રેટ 100 ટકા

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લાં 29 દિવસમાં વાયરસને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર દેશમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 77.65 ટકા થઈ ગઇ છે. બીજી બાજુ મૃત્યુદર પણ ઘટીને 1.67 થઇ ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતને ફાળે વધુ એક સિદ્ધિ, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્ય પ્રથમ ક્રમાંકે