Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં મોતના આંકડામાં ફુગાવો, છેલ્લાં 2 સપ્તાહમાં સૌથી વધારે મૃત્યુ કોરોનાથી

ભારતમાં મોતના આંકડામાં ફુગાવો, છેલ્લાં 2 સપ્તાહમાં સૌથી વધારે મૃત્યુ કોરોનાથી

0
54
  • કોરોનાથી થઇ રહેલા મોત મામલે ભારતની હાલત સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ
  • 9 સપ્ટે. સુધી વિશ્વભરમાં કોરોના વાયરસથી અંદાજે 9 લાખ લોકોના મોત
  • છેલ્લાં બે સપ્તાહમાં મોતના આંકડાઓમાં ભારતે અમેરિકા-બ્રાઝીલને પણ પાછળ છોડ્યું

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી થઇ રહેલા મોત મામલે ભારતની હાલત સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ થઇ ગઇ છે. દેશમાં બુધવારના રોજ એક દિવસમાં 89,706 નવા કોરોનાના કેસ (Coronavirus death cases in India) દાખલ થયા હતાં. આ સાથે જ દેશમાં કુલ દાખલ કેસોની સંખ્યા 43,70,128 સુધી પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે 73,912 લોકોના મોત થઇ ચૂક્યાં છે.

છેલ્લાં એક સપ્તાહથી વિશ્વમાં કોરોના વાયરસથી દર પાંચમું મોત ભારતમાં થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે દૈનિક મોતના આંકડાઓ સતત વધી રહ્યાં છે અને તે મધ્ય એપ્રિલના સ્તર બરાબર પહોંચી ગઇ છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહના આંકડાઓ જણાવે છે કે દરરોજના મોતની બીજી લહેરમાં સૌથી વઘારે મોત તો ભારતમાં દાખલ થઇ રહ્યાં છે.

9 સપ્ટેમ્બર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસથી અંદાજે 9 લાખ લોકોના મોત થઇ ચૂક્યાં છે. દરરોજ સૌથી વધારે મોતના આંકડા એપ્રિલના મધ્યમાં દાખલ થયા હતાં. આ દરમ્યાન સમગ્ર વિશ્વમાં દરરોજનાં 7000 લોકોના મોત થઇ રહ્યાં હતાં. એવું લાગી રહ્યું છે કે વિશ્વમાં કોરોનાથી મોત (Coronavirus death cases in India) ની બીજી લહેર શરૂ થઇ ગઇ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ IAFમાં ‘રાફેલ’ની ગ્રાન્ડ એન્ટ્રી, જાણો કંઈ ખૂબી તેને બનાવે છે ઘાતક ફાઈટર જેટ

દરરોજના મોતના સાત દિવસના રોલિંગ એવરેજના આંકડાઓ વિશે ખ્યાલ આવે છે કે વૈશ્વિક સ્તર પર એપ્રિલમાં કોરોનાથી મોતના આંકડા પોતાના પીક પર હતાં. ત્યાર બાદ મે અને જૂનમાં તેની સંખ્યા અંદાજે 4,500 થઇ ગઇ છે. પરંતુ જુલાઇથી મોતની સંખ્યામાં વધારો થવાનો શરૂ થઇ ગયું છે.

ઓગસ્ટના મધ્યમાં વૈશ્વિક સ્તર પર દરરોજના મોતની સંખ્યા 6,000ને પાર કરી ગઇ છે. જો કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દરરોજના મોતમાં થોડો ઘટાડો આવ્યો હતો, પરંતુ હજી પણ દરરોજ વિશ્વભરમાં 5000થી વધુ મોત થઇ રહ્યાં છે. માર્ચના મધ્યમાં એશિયાના મુકાબલે યુરોપમાં કોરોના વાયરસથી સરેરાશ વધારે મોત થવા લાગ્યાં. ઇટલી, સ્પેન અને બ્રિટેન ગ્લોબલ હૉટસ્પોટમાં ફેરવાઇ ગયા હતાં પરંતુ જુલાઇથી દક્ષિણ અમેરિકા અને એશિયાએ દરરોજના મોતની સંખ્યાના મામલામાં યુરોપને પણ પાછળ છોડવાનું શરૂ કરી દીધું.

જો કે, દક્ષિણ અમેરિકા હજી પણ મહામારીનું કેન્દ્ર બનેલું છે. દરરોજના થનારા અડધા મોત તો અહીં જ થઇ રહ્યાં છે. જેમાં પનામા, પેરૂ, બોલીવિયા અને કોલંબિયા જેવા દેશ છે કે જે સૌથી વધારે દરરોજના મોત દાખલ કરી રહ્યાં છે પરંતુ બ્રાઝીલ કે જે ક્યારેક સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ હતો. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અહીં મોતની સંખ્યા ઓછી થનારી છે. જ્યારે એશિયાઇ દેશોમાંથી ભારતમાં દરરોજના મોત સરેરાશ અત્યાર સુધીમાં સૌથી વધારે છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતમાં દરરોજ અંદાજે 1,000 મોતના આંકડા (Coronavirus death cases in India) દાખલ થયા છે.

આ પણ વાંચોઃ 2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા

વિશ્વમાં દરરોજના મોતની બીજી લહેર દરમ્યાન અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં સૌથી વધારે મોત થઇ રહ્યાં છે. દરરોજના મોતની સંખ્યાના મામલે આ સમયે હાલમાં ભારતની હાલત સૌથી ખરાબ છે. ભારતે દરરોજ થનારા મોતની સંખ્યામાં અમેરિકા અને બ્રાઝીલને પણ પાછળ છોડી દીધું છે. છેલ્લાં બે સપ્તાહમાં અમેરિકા 9,979 અને બ્રાઝીલમાં 9,799 મોતની સંખ્યા થઇ છે. આ અવધિમાં ભારતમાં કુલ 13,418 મોતના આંકડા દાખલ થયા છે.

છેલ્લાં બે સપ્તાહમાં અમેરિકા 9,979 અને બ્રાઝીલમાં 9,799 મોત દાખલ થયા છે. આ અવધિમાં ભારતમાં કુલ 13,418 મોતના આંકડા દાખલ થયા છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં મૃત્યુ દર નિયંત્રણમાં છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બુધવારના રોજ જણાવ્યું કે, “કેસ મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં તે 2.15% હતો, હવે 1.70% પર છે.”

જૂનના મધ્ય અને જુલાઇમાં ભારતમાં દરરોજના મોત સરેરાશ, વૈશ્વિક મોતના 12 ટકા હતાં. જુલાઇથી આમાં વૃદ્ધિ થઇ રહી છે. અડધા ઓગસ્ટ સુધી વૈશ્વિક મોતોમાં ભારતનો શેર વધીને 16 ટકા થઇ ગયો અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી તે વધીને 19 ટકા (અંદાજે 1000) થઇ ગયો.

આ પણ વાંચોઃ ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે