Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની રસી આગામી વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં શક્યઃ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

કોરોનાની રસી આગામી વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં શક્યઃ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

0
59

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Central health minister) હર્ષવર્ધને (Harshvardhan) જણાવ્યું હતું કે કોવિડ-19ની (Covid-19) રસી  (Vaccine) લોન્ચ કરવાની કોઈ તારીખ હજી સુધી નક્કી થઈ નથી. આ રસી આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધીમાં તૈયાર થઈ શકે છે. તેમણે સંવાદના પ્રથમ કાર્યક્રમમાં આ વાત કહી હતી.

તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે બ્રિટિશ નિયમનકારો પાસેથી મંજૂરી મળ્યા પછી ફાર્મા જાયન્ટ એસ્ટ્રા ઝેનેકા(Astra zeneca)એ કોવિડ-19 રસીના ટ્રાયલ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના ભારતીય ભાગીદાર સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(Serum Institute of india)એ પણ યુકેની લાલઝંડી પછી ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI))એ જારી કરેલી કારણદર્શક નોટિસના પગલે ટ્રાયલ અટકાવી દીધા હતા.

રસીના માનવીય ટ્રાયલમાં રખાતી પૂરેપૂરી સાવધાની

તેમણે ખાતરી આપી હતી કે સરકાર રસીના માનવીય ટ્રાયલમાં પૂરેપૂરી સાવધાની રાખી રહી છે. વેક્સિનની સલામતી, ખર્ચ, મૂડી, કોલ્ડ-ચેઇન જરૂરિયાત, ઉત્પાદનની સમયરેખા વગેરે મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા થઈ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નવા કેસ 94 હજારને પાર

એક વખત આ રસી તૈયાર થઈ જાય પછી જેને સૌથી વધુ જરૂર છે તેને પૂરી પાડવામાં આવશે. પરંતુ પ્રધાને જણાવ્યું હતું કે તેમને રસીનો પ્રથમ ડોઝ મળતા આનંદ થશે.

એક કલાકમાં સંવાદમાં હર્ષવર્ધને કોરોના અંગેના કેટલાક મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી હતી અને સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવેલા કેટલાક સવાલોનો જવાબ આપ્યા હતા.

કઈ રસી સૌથી વધુ અસરકારક હશે તે નક્કી નથી

કયા ટ્રાયલ સૌથી વધારે આશાસ્પદ છે તે અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં કેટલીક રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. હાલમાં અમે આગાહી કરી શકીએ તેમ નથી કે કઈ રસી સૌથી વધારે અસરકારક હશે. પરંતુ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં આપણે ચોક્કસપણે પરિણામો જાણી શકીશું.

આ પણ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ, મોડી રાત્રે AIIMSમાં દાખલ

રસી માટેના નિષ્ણાતોના જૂથની સ્થાપના થઈ છે, જે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યુ છે. ટ્રાયલ્સના પરિણામોની સમીા કરવામાં આવશે. ઉત્પાદકોને જરા પણ સમય વેડફ્યા ન ગવર તેનું સામૂહિક ધોરણે ઉત્પાદન કરવાની સલાહ આપવામાં આવશે.

વંચિતોના કયા જૂથને અગ્રતા આપવી તેના પર કામ ચાલી રહ્યુ છે. પરંતુ જો રસીની અસરકારકતાનો પ્રથમ ડોઝ લેવાનો હોય તો મને તેનો પ્રથમ ડોઝ લેવામાં આનંદ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક

રસીના ભાવ અંગે ટિપ્પણી કરવી અત્યારથી વહેલી છે. પરંતુ ભારત સરકાર તે સુનિશ્ચિત કરશે કે રસી જેની જરૃરિયાત હોય તેને સૌથી પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવે, પછી તેની નાણાકીય ચૂકવણી કરવાની ક્ષમતા હોય કે ન હોય, એમ હર્ષવર્ધને જણાવ્યું હતું.

કોવિડ-19ની રસીને તાકીદે મંજૂરી આપવા વિચારણા

કોવિડ-19ની રસીને તાકીદે મંજૂરી આપવા સરકાર તેના પર વિચારી રહી છે. જો તેમા સહમતી થશે તો પછી સિનિયર સિટિઝન, ફ્રન્ટલાઇનનું રસીકર કરવાની બાબતને તાકીદે અગ્રતા અપાશે. સામાન્ય રીતે ત્રીજા ટ્રાયલમાં છથી નવ મહિના લાગે છે. પરંતુ સરકાર નક્કી કરે તો આ પીરિયડ ઘટાડી શકે છે. આ પ્રારની તાકીદની મંજૂરીમાં પણ લોકોની સલામતીનું ધ્યાન રખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ વેક્સિનની રસીના નિર્માણની ઝડપ પર નજર રાખતુ ઉચ્ચસ્તરીય જૂથ રચવામાં આવ્યુ છે. સલામતીમાં કોઈ શોર્ટકટ ન હોય. તાકીદની મંજૂરી તેના ધારાધોરણો મુજબ જ અપાશે.