Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કોરોનાનો કપરો કાળઃ પીએફમાંથી ચાર માસમાં 35,445 કરોડની રકમ નીકાળાઈ

કોરોનાનો કપરો કાળઃ પીએફમાંથી ચાર માસમાં 35,445 કરોડની રકમ નીકાળાઈ

0
67

એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન ઇપીએફઓમાંથી 94.41 લાખ લોકોએ પીએફ ઉપાડ્યુ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના લીધે નોકરિયાત (Job) લોકોની માઠી દશા બેઠી છે. કેટલાય લોકો જોબલોસ (Jobloss)નો ભોગ બન્યા છે. બેરોજગારી વધી ગઈ છે. રોજગાર છીનવાઈ જવાના લીધે મોટી સંખ્યામાં લોકોએ પીએફ(PF)માંથી રકમ ઉપાડવા માંડી છે. આના પરથી જ કોરોના કાળમાં રોજગારીનું ચિત્ર કેટલું બિહામણું છે તે દેખાય છે.

શ્રમ મંત્રાલયના તાજા આંકડા મુજબ એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 94.41 લાખ પીએફ ઉપાડની અરજીનો નિકાલ કર્યો. આ ચાર મહિનામાં 35,445 કરોડની રકમ પીએફ ધારકોએ કાઢી. આ રકમ એપ્રિલથી ઓગસ્ટ 2019ના સમયગાળાની તુલનાએ 32 ટકા વધારે છે.

આ પણ વાંચોઃ લગ્નના દિવસે દુલ્હન સામે હતી અને દુલ્હો લેપટોપ પર ગેમ રમવા લાગ્યો!

અમિત કપૂરનું કામકાજ મજૂરોને મદદ કરવાનું છે. કોરોનાના સંકટ સમયમાં તેમણે કેટલાય મજૂરોને તેમના પીએફ ફંડમાંથી એડવાન્સ રકમ કાઢવામાં મદદ કરી. હવે તેમનો પોતાનો જ પરિવાર આર્થિક સંકટમાં આવી જતા કોરોના સ્પેશિયલ વિથડ્રોઅલ સ્કીમ (Withdral scheme) હેઠળ અરજી કરવાની ફરજ પડી. ગાઝિયાબાદના ઇપીએફઓ સર્વિસ સેક્ટરની બહાર તેમણે જણાવ્યું હતું કે મેં દસ દિવસ પહેલા જ સ્પેશિયલ એડવાન્સ વિથડ્રોઅલ હેઠળ માટે અરજી કરી હતી. ઇપીએફઓએ તેને મંજૂર કરી દીધી છે.

શ્રમ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી નોંધ મુજબ કોરોનાના સંકટ દરમિયાન પોતાના સભ્યોની તરલતાની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરવા માટે ઇપીએફઓએ કોવિડ-19ના લીધે ઉપાડાતા એડવાન્સ અને બીમારી અંગે દાવાના ક્લેમ પર વિશેષ નજર રાખી. ખાસ કરીને એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન 55 ટકા રજૂ કરાયેલા દાવા કોવિડ-19ના હતા, જ્યારે આ બીમારીના દાવાઓ સાથે સંલગ્ન સમયગાળા દરમિયાન લગભગ 31 ટકા દાવાનો આગોતરો નિકાલ લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભારતમાં મોતના આંકડામાં ફુગાવો, છેલ્લાં 2 સપ્તાહમાં સૌથી વધારે મૃત્યુ કોરોનાથી

કોવિડની સૌથી ખરાબ અસર ઓછી આવકવાળા કામદારો પર પડી છે. શ્રમ મંત્રાલય(Labour ministry)ની સમીક્ષા મુજબ વેતન મુજબ વિશ્લેષણ કરતા ખબર પડી છે કે કોવિડ-19ને લઈને લગભગ 75 ટકા એડવાન્સ્ડ અને બીમારી અંગેના લગભ9 79 ટકા પીએફ ગ્રાહકોના દાવા 15,000 રૂપિયાની ઓછી આવક ધરાવનારાઓના હતા. પીએફની એડવાન્સની ચૂકવણીએ ઘણા આવા લોકોને દેવાની ચુંગાલમાં ફસતા બચાવી લીધા, જેના લધે આ પ્રતિકળ સમયમાં કાર્યદળના સૌથી નીચલા અને નબળા વર્ગને સામાજિક સુરક્ષાની મદદ મળી.

સ્પષ્ટ છે કે 94 લાખથી વધુ લોકોએ પીએફ ફંડમાંથી કરેલો ઉપાડ દર્શાવે છે કે દેશમાં આર્થિક સંકટ કેટલું મોટુ છે અને તેનો વ્યાપ કેટલો વધી રહ્યો છે.