Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના બેકાબૂ ને હવે કોર્પોરેશને રસ્તા પર સૂતેલાઓને કર્યું માસ્ક વિતરણ

કોરોના બેકાબૂ ને હવે કોર્પોરેશને રસ્તા પર સૂતેલાઓને કર્યું માસ્ક વિતરણ

0
40
  • માસ્ક કેટલાં લોકોને આપ્યાં તેનાં કોઇ જ આંકડા અધિકારીઓ આપી ન શક્યા
  • કોરોનાને રોકવા મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા માસ્ક વિતરણ


અમદાવાદઃ
કોવિડ 19ની જાહેરાત થયાને આજે ચાર મહિનાનો સમય વીતી ગયો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના કેસોનો ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. ત્યારે ઊંઘમાંથી સફાળી જાગી ઉઠી હોય તેમ કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા માસ્ક વિતરણ (Mask Distribution) કરવામાં આવ્યું. આજે 4 મહિના બાદ રેનબસેરા તથા રસ્તા પર રહેતાં લોકોને માસ્ક વિતરણ (Mask Distribution) નું કાર્ય ચાલુ કર્યું હોવાના ફોટાં જાહેર કર્યા હતાં. માસ્ક કેટલાં લોકોને આપ્યાં તેના કોઇ આંકડા પણ અધિકારી આપી શક્યા ન હતાં.

આ પણ વાંચોઃ હોમ ક્વૉરન્ટાઇનનો ભંગ કરી મણિનગરનું દંપતિ પુના જતું રહ્યું, પોલીસ ફરિયાદ દાખલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનામાં કોવિડ 19ને લઇને લોકડાઉન જાહેર કર્યું હતું અને જૂન મહિનામાં અનલોક 1 જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતમાં દરરોજનાં 1 હજારથી વધુ તથા અમદાવાદમાં 100થી વધુ કેસો નોંધાતા જાય છે. ત્યારે કોરોનાના વાયરસને રોકવા માટે આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તરફથી 2જી ઓગસ્ટથી શહેરમાં આવેલા રેનબસેરા તથા રસ્તા પરના ભિક્ષુકોમાં મોટા પ્રમાણમાં કોટનના માસ્કનું વિતરણ શરૂ કર્યું હતું.

આ અંગે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે, “કોર્પોરેશન પાસે લાખ્ખોની સંખ્યામાં માસ્ક છે. શહેરમાં આવેલા તમામ રેનબસેરા તથા રસ્તા પર બેસતાં ભિક્ષુકને માસ્ક આપવાનું ચાલુ કર્યું છે. પરંતુ કેટલી સંખ્યામાં કયા-કયા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ કયાં સુધી વિતરણ ચાલુ રહેશે તે અંગે તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ 19 જાહેર થયા બાદ શહેર તેમજ રાજ્યની અસંખ્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ જાહેર સ્થળો પર માસ્કનું વિતરણ કર્યું હતું. જે આજે પણ અવિરતપણે ચાલુ છે. ત્યારે આજે રવિવારથી કોર્પોરેશન તરફથી માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અ’વાદનાં આ ગામમાં કોરોનાનાં 29 કેસ આવતા હાહાકાર, સુરતમાં ex કોર્પોરેટરનું નિધન