Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો સ્કોર 70 હજાર નજીક, 24 કલાકમાં 1074 દર્દી

ગુજરાતમાં કોરોનાનો સ્કોર 70 હજાર નજીક, 24 કલાકમાં 1074 દર્દી

0
83

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 1074 કોરોનાના કેસ સામે આવ્યા છે.

જો કે, 24 લોકોના મોત થયા છે અને 1370 લોકો કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે.

રાજયમાં કોરોનાનો કુલ આંકડો 68,885 પર આવી પહોંચ્યો છે.

રાજયમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા,માસ્ક પહેંરવા અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે.

ત્યારે આગામી સમયમાં જો લોકો માસ્ક નહીં પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો આવનારા સમયમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: નર્મદા-ભરૂચ જિલ્લાની બોર્ડર પરનો કોઝ વે ધોવાઈ જતા 5 ગામોને વિપરીત અસર

છેલ્લા કેટલા સમયથી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સુરતમાં સતત વધારો જોવા મળતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે.

સુરત કોપોરેશન 183, અમદાવાદ કોપોરેશન 142, વડોદરા કોપોરેશન 88, રાજકોટ કોપોરેશન 58, સુરત 48, જામનગર કોપોરેશન 46, મહેસાણા 43, રાજકોટ 32, જુનાગઢ 29, કચ્છ 24, ગીર સોમનાથ 23, ભાવનગર કોપોરેશન 22, વડોદરા 22, અમરેલી 21, દાહોદ 21, વલસાડ 18, ગાંધીનગર 17, જુનાગઢ કોપોરેશન 17, નવસારી 17, સુરેન્દ્રનગર 17, ભાવનગર 15, આણંદ 14, ખેડા 14, ભરૂચ 13, મહીસાગર 12, મોરબી 12, નર્મદા 12, સાબરકાંઠા 12, અમદાવાદ 11, પંચમહાલ 11, ગાંધીનગર કોપોરેશન 10, બોટાદ 9, પોરબંદર 9, પાટણ 7, બનાસકાંઠા 6, જામનગર 6, અરવલ્લી 4, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, તાપી 1, અન્ય રાજ્ય 5 કેસો મળ્યા છે.

24 કલાકમાં સુરત 5, સુરત કોપોરેશન 5, અમદાવાદ કોપોરેશન 3, મોરબી 2, વડોદરા કોપોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર કોપોરેશન 1, રાજકોટ કોપોરેશન 1, વલસાડ 1 વ્યક્તિએ દમ તોડયો હતો.

આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 22 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 51,692 નાગરીકો સાજા થઈ ગયા છે.

2606ના અવસાન થયા છે.

જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,587 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,501 સ્ટેબલ છે.