Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સાબરકાંઠામાં કોરોના બેકાબૂ: એક જ ગામના 15 લોકો સંક્રમિત થતાં લૉકડાઉન લાગૂ

સાબરકાંઠામાં કોરોના બેકાબૂ: એક જ ગામના 15 લોકો સંક્રમિત થતાં લૉકડાઉન લાગૂ

0
109

હિંમતનગર: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Gujarat Corona Case) સતત વધી રહી છે. કોરોના સંક્રમણ પર કાબૂ કરવા માટેના સરકારના પગલા નિષ્ફળ નીવડી રહ્યાં હોય, તેમ પોઝિટિવ કેસો (Corona Positive)માં રોજ વધારો થઈ રહ્યો છે. શહેરી વિસ્તારોને પોતાના અજગરી ભરડામાં લીધા બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ (Corona Pandemic)જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામમાં એક સાથે 15 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગ્રામ પંચાયતના નિર્ણય પર હાથરોલમાં શુક્રવારથી એક અઠવાડિયા માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

આ અંગે હાથરોલ ગામના સરપંચ અમિત પટેલના જણાવ્યા પ્રમાણે, ગામના અનેક લોકો કામકાજ માટે બહાર જતા હોય છે. અનેક લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાના કારણે લોકો કોરોના સંક્રમણનો શિકાર બને છે. તાજેતરમાં ગામના 15 લોકો એક સાથે કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે..

આથી ગામના અન્ય લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે તકેદારના ભાગરુપે ગ્રામજનો સાથે વિચાર-વિમર્શ કરીને શુક્રવારથી એક અઠવાડિયા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: મોદી રાજમાં ‘જગતનો તાત’ બેહાલ! સમસ્યાને વાચા આપવા આંદોલનનો માર્ગ અપનાવતા ખેડૂતો

આ લૉકડાઉનના પગલે ગામની નાની-મોટી તમામ દુકાનો બંધ રહેશે. જો કે દૂધ અને મેડિકલની સેવાઓને છૂટ આપવામાં આવી છે. લૉકડાઉનના પ્રથમ દિવસે શુક્રવારે ગામના રસ્તાઓ સૂમસામ રહ્યાં હતા. ગ્રામજનોએ પોતાના ઘરોમાં જ રહીંને લૉકડાઉનનું સ્વૈચ્છિક પાલન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરકાંઠા જિલ્લાના જ વડાલી, પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પુંસરી, તખતગઢ ગામો સ્વયંભૂ બંધ પાળીને લૉકડાઉનની જાહેરાત કરી ચૂક્યાં છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1442 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 12 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1,30,391 પર પહોંચી ચૂક્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાના 16,505 એક્ટિવ કેસ છે.