Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના બેકાબુ : 24 કલાકમાં 86 હજારથી વધુ કેસ, કુલ આંક 40 લાખને પાર

કોરોના બેકાબુ : 24 કલાકમાં 86 હજારથી વધુ કેસ, કુલ આંક 40 લાખને પાર

0
76
  • ભારતમાં વધતો જ જઇ રહ્યો છે કોરોનાનો આતંક
  • દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 40 લાખને પાર
  • ભારતમાં કુલ મૃત્યુઆંક 69 હજારને પાર પહોંચી ગયો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના (corona india updates news) કહેર સતત દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે. દરેક દિવસે સંક્રમિતોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતા હવે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશમાં પ્રથમ વાર કોરોનાએ 80 હજારનો આંક પાર કરી દીધો છે. જ્યાર બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 40 લાખને પાર થઇ ગઇ છે. છેલ્લાં કેટલાંય દિવસોમાં કોરોનાના કેસો અમેરિકા અને બ્રાઝીલથી પણ વધારે ભારતમાં દાખલ થયા છે.

પ્રથમ વાર 80 હજારથી વધુ નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં પ્રથમ વાર છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 86,432 નવા કેસ (corona india updates news) સામે આવ્યાં છે. એ દરમ્યાન 1,089 લોકોના મોત પણ થયા છે. આજે નોંધાયેલા નવા કેસના આંકડાઓ બાદ દેશમાં હવે કુલ કોરોના કેસોનો આંકડો વધીને 40 લાખને પાર થઇ ગયો છે. આજે 1 હજારથી વધુ લોકોના મોત થતા ભારતમાં કુલ મૃત્યુઆંક 69,561 એ પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ રૂપાણી સરકારની મોટી જાહેરાત : 8 હજાર નિમણૂંકપત્રો તાત્કાલિક ધોરણે આપવા આદેશ

દેશમાં સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર

દેશમાં વધતા જતા કોરોના કહેર વચ્ચે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખ 23 હજાર થઇ ગઇ છે. આ સંક્રમિતોમાંથી 8,46,395 લોકોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 31 લાખ 7 હજારથી વધારે લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. પરંતુ રાહતની વાત એ છે કે સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ત્રણ ગણી વધારે થઇ ગઇ છે.

ગુજરાતમાં પણ કોરોનાનો કહેર

ગુજરાતમાં કોરોના વાયરસનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. પરીક્ષણ વધવાનીસાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા પણ વધતી જઇ રહી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 1320 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે.

એવામાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 14 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યાર બાદ આ મહામારીને કારણે મૃત્યુઆંક 3,078 એ પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં 16,219 સક્રિય કેસો છે. જ્યારે કોરોનાને હરાવવામાં અત્યાર સુધીમાં 82,398 લોકો સફળ રહ્યાં છે. રાજ્યમાં આજે કુલ 1218 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં રિકવરી દર 81.02 ટકા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ પર એક સાથે 52 શ્રમિકો કોરોના પોઝિટિવ