Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અમદાવાદના ધોળકા-સાણંદ કોરોનાના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા

અમદાવાદના ધોળકા-સાણંદ કોરોનાના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા

0
78
  • ઔદ્યોગિક વિસ્તારો બની રહ્યા છે નવા કોરોના હોટસ્પોટ
  • કામદારો પરત ફરવાના લીધે કોરોનામાં થઈ રહ્યો છે વધારો

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં અમદાવાદ ગ્રામીણમાં ધોળકા (Dholka) અને સાણંદ (Sanand) કોરોનાના હોટસ્પોટ (Corona hotspot) બનીને ઉભરી આવ્યા છે. તેમના હોટસ્પોટ બનીને ઉભરી આવવાનું મુખ્ય કારણ ઇન્ડસ્ટ્રીયલ લિંક્ડ કેસો (Industrial linked case) છે. અમદાવાદ ગ્રામીણમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,800 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાથી 28 ટકા કેસો શહેરની નજીક ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં જોવા મળ્યા છે.

ધોળકામાં 424 કેસ અત્યાર સુધી નોંધાયા છે અને આ 424 કેસમાંથી 137 કેસ ઔદ્યોગિક વિસ્તારના કામદારોના હતા. જ્યારે સાણંદમાં કુલ 417 કેસ નોંધાયા છે અને તેમાથી 132 કેસ ત્યાંના ઔદ્યોગિક કામદારોના હતા.

આ પણ વાંચોઃ આવતીકાલથી AMTS BRTS બસ સેવા શરૂ થશે

ગયા સપ્તાહે જ અમદાવાદ ગ્રામીણમાં 20 નવા કેસ નોંધાયા તા, તેમાથી પાંચ કેસ તો સાણંદ અને ધોળકાના ઔદ્યોગિક વિસ્તારના છે. હાલમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસમાં થયેલા વધારાનું કારણ લોકડાઉન પૂરુ થયા પછી પરત ફરેલા કામદારો છે. તેમા સાણંદમાં કાર્યરત ચીનની બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા ત્રણ કામદારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ચિરિપાલ ગ્રુપની કંપનીમાં વધુ બે સ્ટાફર પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અમદાવાદ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોરોના કેસનો આંકડો 514 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર 195 પોઝિટિવ કેસ મળ્યાં

સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન (SIA)એ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશથી લગભગ 12,000થી વધારે કામદારો પરત ફર્યા છે. SIAના પ્રમુખ અજીત શાહના જણાવ્યા મુજબ પરત ફરેલા બધા લોકોનું પરીક્ષણ થયુ નથી. હજી પણ જે પોઝિટિવ કેસ આવ્યા છે તે ખાસ નથી, તેથી સ્થિતિ ચિંતાજનક નથી. સાણંદમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) એકમોમાં 20,000 કામદારો કામ કરે છે. સરકારે સાણંદના 800 MSME એકમોમાં ટેસ્ટિંગ શરૂ કર્યુ છે.

આ પણ વાંચોઃ વડોદરાઃ PSI રાહુલ પરમાર 10 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામીણના કુલ 1,808 કેસોમાંથી 985 ચેપ મ્યુનિસિપાલિટીઓના હતા અને 823 કેસ ગામડાના હતા. આ વિસ્તારમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા હોય તેવો ઔદ્યોગિક વિસ્તાર ધોલેરાનો છે, જ્યાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજયન (એસઆઇઆર) સ્થાપવામાં આવી રહ્યો છે અને સૌથી વધારે કેસ આવ્યા હોય તે સ્થળ માંડલ (29) છે, જ્યાં મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવ્યો છે.

આ રીતે રાજ્યની બીજી જીઆઇડીસીઓમાં પણ કામદારો પરત ફરતા આગામી સમયમાં આ વિસ્તારોમાં કોરોનામાં મોટો ઉછાળો જોવા મળે તેવી સંભાવના છે. સરકારે તો બધી ગાઇડલાઇન્સ આપી છે, પરંતુ ઘણી કંપનીઓ તેનું પાલન કરી રહી નથી. આ સંજોગોમાં કોરોનાનો ફેલાવો થવાની સંભાવના વધી જાય છે.