Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાને મ્હાત! કેવી રીતે હર્ડ ઇમ્યુનિટી તરફ વધી રહ્યું છે મુંબઈ?

કોરોનાને મ્હાત! કેવી રીતે હર્ડ ઇમ્યુનિટી તરફ વધી રહ્યું છે મુંબઈ?

0
59

મુંબઈ: Corona Herd Immunity: સીરો સર્વે (serosurveillance)માં જાણવા મળ્યું કે ભિવંડી અને થાણેમાં એન્ટીબોડી ટેસ્ટ (Antibody Test)નો સૌથી વધુ પોઝિટિવિટી રેટ 47.1 ટકા છે. મુંબઇમાં 5485 લોકોનો ટેસ્ટ કરાયો, તેમાંથી 1,501 લોકો એટલે 27.3 ટકામાં એન્ટીબોડી (Antibody) જોવા મળી. મુંબઇમાં થયેલા સીરો સર્વેમાં જણાવ્યું કે, અહીં ત્રણ કોર્પોરેશનના વોર્ડના સ્લમ એરિયામાં રહેતી 57 ટકા વસતી અને ઝૂંપડપટ્ટી બહાર રહેતા 16 ટકા લોકોના શરીરમાં એન્ટીબોડી એટલે કે હર્ડ ઇમ્યુનિટી (Corona Herd Immunity) બની ગઇ છે. તેનાથી સંકેત મળે છે કે કોરોના વાયરસના ઓફિશિયલ આંકડાથી ઘણાં લોકો પહેલેથી જ તેનાથી સંક્રમિત થઇ ચૂકયા છે.

કેવી રીતે વિકસિત થઇ હર્ડ ઇમ્યુનિટી (Corona Herd Immunity), થશે તપાસ

બીએમસી (BMC) એ જણાવ્યુ કે આ પરિણામ હર્ડ ઇમ્યુનિટી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ છે. બીએમસી(BMC)એ જણાવ્યુ કે આ સંબંધમાં બીજા સર્વે થશે જો કે વાયરસના પ્રસાર અને હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ કે નહીં તેના પર તપાસ કરાશે. આ સીરો સર્વે નીતિ આયોગ, બીએમસી અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચે સંયુકત રીતે કરી છે.

આ પણ વાંચો: ભારતમાં પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ પોઝિટિવ

હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) હાંસલ કરવી કેમ મુશ્કેલ છે?

જ્યારે કોરોના વાયરસ મહામારી ચીનથી નીકળીને વિશ્વના બાકી ભાગમાં ફેલાવાનું શરૂ થયું તો યુનાઇટેડ કિંગડમ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાના પક્ષમાં હતું. એક રણ એ હતી કે, 60 ટકા વસતીને કોરોના થવા દેવામાં આવે જેથી હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) હાંસલ કરી શકાય. જોકે બાદમાં તેને ફગાવી દેવામાં આવ્યુ. હવે સ્પેનનું ડેટા સ્પષ્ટ જણાવે છે કે, કોમ્યુનિટી ટ્રાન્સમિશન વાળા દેશમાં માત્ર 5 ટકા વસતી જ એન્ટીબોડીઝ ડેવલપ કરી શકયું છે. એટલે કે હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity)ની સંભાવના દૂર-દૂર સુધી નથી. જર્મન સાયન્ટિસ્ટે બે વાતો જણાવી છે. પહેલી એ કે વાયરસથી આખી ઇમ્યુનિટી હજુ મળી રહી નથી. કેટલાંક મહિનાઓથી લઇને કેટલાંક વર્ષોની ઇમ્યુનિટી ડેવલપ થઇ રહી છે. બીજી એ કે આ દર્દી બાકી ઇમ્યુન ફંકશન્સથી પ્રોટેક્ટેડ છે કે નહીં.

લક્ષણ વગરનો કોરોના મુંબઇમાં વધારે

કોર્પોરેશનના અધિકારીનો દાવો છે કે સીરો સર્વેનું આ પરિણામ એ તરફ ઇશારો કરે છે કે લક્ષણ વગરના સંક્રમણનો દર અન્ય તમામ પ્રકારના સંક્રમણના રેશિયો કરતાં વધુ છે. બીએમસીએ જણાવ્યું કે, વસતીમાં પુરુષોની તુલનામાં મહિલાઓમાં સંક્રમણ દર આંશિક રીતે વધારે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન લાગૂ

મુંબઇના સ્લમમાં એટલે કોરોના કેસ વધુ

બીએમસીએ દાવો કર્યો છે કે ઝૂંપડીવાળા વિસ્તારોમાં વધુ સંક્રમણ પાછળ અહીંની વસતી ગીચતા વધુ હોવાનું એક કારણ હોઇ શકે છે. કારણ કે લોકોને ટોઇલેટ શેર કરવું પડે છે. સિવિક બોડીએ જણાવ્યુ કે સીરો સર્વેમાં ખબર પડે છે કે, સંક્રમણથી થનાર મૃત્યુ દર ખૂબ જ ઓછો છે અને તે 0.5-0.10 ટકાની રેન્જમાં છે.

શું છે હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity)?

હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) એક પ્રક્રિયા છે. તેમાં લોકોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઇ જાય છે. પછી તે વાયરસના સંપર્કમાં આવવાથી હોય કે પછી વેક્સીનથી. જો કુલ વસતીના 75 ટકા લોકોમાં આ પ્રતિરક્ષક ક્ષમતા વિકસિત થઇ જાય છે તો હર્ડ ઇમ્યુનિટી મનાય છે. પછી ચારમાંથી ત્રણ લોકોને સંક્રમિત શખ્સને મળશે તેમણે ના તો આ બીમારી લાગશે અને ના તો તેને ફેલાવશે. એક્સપર્ટ માને છે કોવિડ-19ના કેસમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થવા માટે 60 ટકામાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોવી જોઇએ.

આ પણ વાંચો: ખુશખબર: રશિયાનો દાવો- 10 ઓગસ્ટ સુધી લોન્ચ થશે કોરોના વેક્સિન

કેવી રીતે મળે છે હર્ડ ઇમ્યુનિટી?

હર્ડ ઇમ્યુનિટી કોઇ મેડિકલ પ્રક્રિયાનું નામ નથી. જો કોઇ સંક્રામક બીમારી ફેલાય છે તો હર્ડ ઇમ્યુનિટી તે અવસ્થા થાય છે જ્યારે વસતીનો એક ચોક્કસ ભાગ એ બીમારીના પ્રત્યે ઇમ્યૂન થઇ જાય છે. એટલે કે બાકી વસતીમાં વાયરસ ફેલાતો નથી. સામાન્ય રીતે હર્ડ ઇમ્યુનિટી શબ્દ વેક્સીનેશનના સંદર્ભમાં યુઝ કરાય છે. પરંતુ હર્ડ ઇમ્યુનિટી ત્યારે પણ પ્રાપ્ત થઇ શકે છે જ્યારે પર્યાપ્ત સંખ્યામાં લોકો ઇન્ફેકટ થયા બાદ ઇમ્યૂન થયા હોય. કોરોનાથી હર્ડ ઇમ્યુનિટીનો આ જ અર્થ છે. તેમના મતે જો એક નિશ્ચિત વસતી ઇમ્યૂન થઇ જાય તો તે લોકો બીજા કોઇને ઇન્ફેકટ કરી શકતા નથી. કોરોનાથી હર્ડ ઇમ્યુનિટીનો આ જ અર્થ છે. તેમના મતે જો એક નિશ્ચિત વસતી ઇમ્યૂન થઇ ગઇ તો તે લોકો બીજા કોઇને ઇન્ફેક્ટ કરી શકશે નહીં. તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમીશનની ચેન તૂટી જશે.