Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કોરોનાનું કેન્દ્ર બિદું કમલમ : MLA ઇમરાન ખેડાવાલાનો સણસણતો આરોપ

કોરોનાનું કેન્દ્ર બિદું કમલમ : MLA ઇમરાન ખેડાવાલાનો સણસણતો આરોપ

0
65
  • રાજકીય પ્રચાર પ્રસાર કરવા પ્રવાસો શરૂ કર્યા હતા
  • નીતિ નિયમોનું પાલન કર્યા વગર ફરવાના કારણે કેસોમાં થયેલો વધારો
  • લોકસેવા કરતા કોરોના થયો તો મારી સામે અપપ્રચાર કરાયો હતોઃ ખેડાવાલા

અમદાવાદઃ કોંગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ સણસણતો આરોપ મૂક્યો છે કે કોરોનાનું કેન્દ્રબિંદુ ભાજપનું મથક કમલમ છે.  તેમણે કહ્યું હતું કે કોરોનાના કાળમાં એકબાજુ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરત સિવાય બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે ભાજપના નવા નીમાયેલા પ્રમુખ સી.આર. પાટિલ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગેરેના નિયમોને કોરાણે મૂકીને સભાઓ અને બેઠકો કરવા લાગ્યા છે. આજે તેના લીધે ભાજપમાં કોરોના મોટાપાયા પર ફેલાયો છે. છેવટે તે પોતે પણ કોરોનાગ્રસ્ત થયા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C. R Patil)ને કોરોના પોઝિટિવ (Corona Positive) કેસ થતાં જ તેમના પર સોશિયલ મીડિયામાં ચોતરફથી ફિટકાર વરસાવામાં આવી રહ્યો છે. આ અંગે જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય (MLA) ઇમરાન ખેડાવાલા(Imran Khedavala)એ જણાવ્યું છે કે, મને એપ્રિલ માસમમાં કોરોનાના ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાવો થયો હતો ત્યારે અચાનક આવી પડેલી અણધારી આફતમાં હું પ્રજાના પડખે ઊભા રહીને સેવા કરતાં કોરોના સક્રંમિત થયો હતો.

સત્તાધારી પક્ષની નિમ્નસ્તરની રાજનીતિ

આ સમયે સત્તાધીશોએ જે પ્રકારે આવા કપરા સમયે નિમ્નકક્ષાની રાજનીતિ કરતાં મારા વિરુધ્ધ અપપ્રચાર કર્યો હતો. હું તો લોકસેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયો હતો. પરંતુ હાલમાં જ સત્તાધારી પાર્ટીના પ્રમુખના નવા વરાયેલા પ્રમુખ સમગ્ર રાજયમાં રાજકીય રીતે પ્રચાર, પ્રસાર કરવા પ્રવાસો શરૂ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં રેલીઓ અને ભીડ ભેગી કરી હતી. કોઇપણ પ્રકારના નીતિ નિયમોનું પાલન કર્યા વગર કર્યો છે. જેના કારણે ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે સત્તાધીશોને મારા કેટલાંક પ્રશ્નો છે.

સમરથ કો ન દોષ ગુંસાઈ

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સત્તાધીશોની તો ખાનગી મોટી હોસ્પિટલમાં સારવાર લઇ સાજા થઇ જશે. પરંતુ રાજયની ગરીબ અને સામાન્ય પ્રજાનું કોણ વિચારશે, સામાન્ય પ્રજા માસ્ક ન પહેરે તો 1 હજાર રૂપિયા દંડ અને હેલ્મેટ ના પહેરે તો 500 રૂપિયા દંડ, નાની નાની દુકાનો, વેપારીઓ, ફેરિયાઓ અને સુપર સ્પ્રેડર ગણી દંડ થાય.

પ્રજાની સ્થિતિ છે પડતા પર પાટુ માર્યા જેવી

દુકાનો સીલ કરવા જેવા પગલાં સરકાર તરફથી ભરવામાં આવે છે. એક તરફ કેટલાંક સમયથી ધંધો રોજગાર નથી, મોંઘવારી અને બેકારી વધતી જાય છે. ત્યારે સામાન્ય પ્રજાને દંડિત કરી પડતા પર પાટુ મારતી સરકાર ભાજપના પ્રમુખની રેલીઓ અને પ્રવાસમાં મોટી મોટી રેલીઓ દ્રારા ભીડ એકઠી થાય ત્યારે સરકારનું મૌન વિચાર કરવા પર પ્રજાને મજબૂર કરે છે કે ધાર્મિક, સામાજિક પ્રસંગમાં પ્રતિબંધ તો રેલીઓ અને પ્રવાસો કે કેમ માન્યતા આપી ભગવાન જગન્નાથની રથયાત્રા જે વર્ષોથી નીકળે છે તેને પણ બંધ રાખી તો આ રાજકીય કાર્યક્રમો શા માટે આવી બેધારી નીતિ અપનાવી ગુજરાતની પ્રજાને કોરોનામાં સંક્રમિત થતા અટકાવવા અને વુહાન જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

  • સામાન્ય જનતાને લાગતી કલમો અને દંડની જોગવાઇઓ સત્તાધારી પક્ષને ના લાગે
  • રેલીઓ અને પ્રવાસો યોજી ધારાસભ્યો અને પ્રવકતા તથા કાર્યકર્તા તેમ જ આમ જનતા કોરોનામાં સપડાય તો સત્તાધારી પક્ષના વડા સુપર સ્પ્રેડર ના ગણી શકાય
  • પ્રજાના માસ્ક ન પહેરે તો 1,000 રુપિયા દંડ અને સત્તાધારી પક્ષના પ્રમુખની રેલીઓ પ્રવાસમાં માસ્ક ન પહેરે તો દંડ ન થાય
  • સત્તાધારી પક્ષના કાર્યાલય કમલમમાં વ્યાપક પ્રમાણમાં પ્રમુખ, ધારાસભ્ય, પ્રવકતા, સ્ટાફમાં ફેલાયેલ કોરોનાથી શું કમલમને કોરોનાનું કેન્દ્ર બિંદુ ન ગણી શકાય