Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદીની નિષ્ફળતાથી ભારત હવે વિશ્વનું કોરોના કેપિટલઃ કોંગ્રેસનો દાવો

મોદીની નિષ્ફળતાથી ભારત હવે વિશ્વનું કોરોના કેપિટલઃ કોંગ્રેસનો દાવો

0
63
  • કોરોના સામેનો જંગ 21 દિવસનો દાવો કરનારા વડાપ્રધાન હવે અદ્રશ્ય
  • મોદીએ વગર વિચાર્યે લોકડાઉન કરીને દેશને બેકારીમાં હોમ્યો
  • મોદીએ કોરોનાને બેસાડવાના બદલે દેશના ઇકોનોમીને બેસાડી દીધુ
  • કોરોનાને ડામવાના મામલે મોદી સદંતર નિષ્ફળ ગયાઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોરોના (Corona) વાઇરસ (Virus)ને લઈને પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી. કોંગ્રેસે કહ્યુ છે કે ભારત હવે વિશ્વનું કોરોના કેપિટલ (Corona Capital) બન્યું છે. દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. આ વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો છે કે કોરોનાની ઝડપ જો હાલ છે તે જ રહી તો આગામી 30 ડિસેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા 1.40 કરોડ પર પહોંચી શકે છે.

કોરોનાના દૈનિક કેસોની સંખ્યા એક લાખ પર પહોંચવાની તૈયારીમાં

કોંગ્રેસ (Congress)ના પ્રવક્તા (Spokesperson)સુરજેવાલાએ આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનું કોરોના કેપિટલ (Corona Capital) બન્યું છે. કોરોના રોગચાળાના કેસોના ચેપની સંખ્યા આજે ભારત વિશ્વમાં બીજા નંબરે છે અને આગામી મહિને તે પહેલા નંબરે પણ પહોંચી જઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના ચેપ (Infection)ના 90,633 કેસ સામે આવ્યા છે. આમ ભારતમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા જ એક લાખ પર પહોંચવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ રઘુરામ રાજનની સરકારને ચેતવણી- ‘દેશની અર્થવ્યવસ્થા વધારે બદતર બનશે’

ડિસે.ના અંત સુધીમાં કોરોના કેસની સંખ્યા 1.40 કરોડે પહોંચી શકે

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટવીટ કર્યુ કે નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના ચેપની ઝડપ આ જ રહી તો કોરોના ચેપના કેસ ડિસેમ્બરના અંતે 1.40 કરોડ સુધી પહોંચી શકે છે. જ્યારે નવેમ્બરના અંત સુધીમાં તે એક કરોડનો આંકડો વટાવી શકે છે. આ સિવાય કોરોનાથી થનારા મોતની સંખ્યા વધીને 1,75,000 પર પહોંચવાની સંભાવના છે.

કોરોના સામેનો જંગ 21 દિવસનો દાવો કરનાર ક્યાં ગયા

સુરજેવાલાએ જણાવ્યું હતું કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યુ હતુ. કોરોના સામેનું યુદ્ધ જીતવામાં 21 દિવસ લાગશે. આજે મોદીના તે નિવેદનના 166 દિવસ પછી સમગ્ર દેશમાં કોરોના સામે મહાભારત છેડાયેલું છે. લોકો મરી રહ્યા છે અને મોદી મોરને દાણા ખવડાવી રહ્યા છે. આમ કોરોના સામે યુદ્ધ જારી છે, પરંતુ સેનાપતિ ગાયબ છે.

આ પણ વાંચોઃ અમરેલીથી અમેરિકાઃ હોલિવૂડના ડિરેક્ટર પાન નલીનનું ગુજરાતી કનેક્શન

વગર વિચાર્યે 3 કલાકની નોટિસે લદાયેલું લોકડાઉન

તેમણે આરોપ મૂક્યો હતો કે વગર વિચાર્યે, વગર સમજે કોઈની પણ સાથે વિચારવિમર્શ કર્યા વગર ફક્ત ત્રણ કલાકની નોટિસ પર લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી કોરોનાનો રોગચાળો તો ન રોકાયો, પરંતુ દેશની અર્થવ્યવસ્થા અને લોકોના રોજગારી કમર પૂરી રીતે તોડી દીધી. કોઈપણ દેશનો વડાપ્રધાન આ પ્રકારનો નિર્ણય આ રીતે ન લે. તેનું કારણ વડાપ્રધાનનું નિષ્ફળ નેતૃત્વ છે.

કોરોનાને લઈને મોદી સરકાર પર આક્રમક કોંગ્રેસ

ઉલ્લેખનીય છે કે કોરોનાના મોરચે સરકારની નિષ્ફળતાના લીધે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા અને તેમા પણ ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી એક પછી એક ટવીટ કરીને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. હવે તેમની સાથે-સાથે કોંગ્રેસના બીજા પ્રવક્તાઓ પણ મેદાનમાં ઉતર્યા છે.

આ પણ વાંચોઃ સાક્ષરતા દરમાં આંધ્ર 66 ટકા સાથે ઉત્તરના પછાત રાજ્યો કરતાં પણ પાછળ

આ ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ કોરોના અંગે સરકારની નિષ્ફળતા અંગે સરકાર પર હુમલા કરી રહી છે. જ્યારે ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું 2013નું ટવીટ ફરીથી પ્રકાશિત કરીને તેમની હાલની નિષ્ફળતા યાદ અપાવી છે. આમ કોંગ્રેસે સરકારને કોરોના સહિત આર્થિક મોરચે ઘેરવાના પ્રયાસોને વેગવંતા બનાવ્યા છે.