Gujarat Exclusive > દેશ-વિદેશ > રામના નામે બન્યો વિવાદીત સોંગ, મોબ લિન્ચિંગની ઘટનાઓમાં થઈ શકે છે વધારો

રામના નામે બન્યો વિવાદીત સોંગ, મોબ લિન્ચિંગની ઘટનાઓમાં થઈ શકે છે વધારો

0
683

રોજગારીના નામે એકમાત્ર રામ બચ્યા હોય તેવું લાગી રહ્યું છે. સત્તા મેળવવા માટે ભાજપના લોકો રામના નામનો ઉપયોગ 1992થી પણ પહેલાથી કરતા આવ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં હવે રામના નામે ચરી ખાનારાઓની સંખ્યા પ્રતિદિવસ વધી રહી છે. રામનું નામ એક કટ્ટરવાદ હિન્દુ સાથે જોડીને હિન્દુ ધર્મના લોકોને એક અલગ રસ્તા પર દોરવાની વાત ચૌરતફ હાલમાં થઈ રહી છે. આ બધા વચ્ચે એક એવો સોંગ વાયરલ થઈ રહ્યો છે, જેના ઉપર ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ નહીં તો તે એક ખોટો સંદેશ સોસાયટીમાં ફેલાવી શકે છે.

દેશભારમાં થઈ રહેલ મોબ લિંચિંગની ઘટનાઓમાં ઘી હોમતું એક નવું સોંગ લોન્ચ થયું છે. આ સોગ્સ બોલ જરા વિવાદાસ્પ છે- “જો ના બોલે જય શ્રી રામ, ભેજ દો ઉસકો કબ્રિસ્તાન” આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ ગીત વરૂણ ઓફિશિયલ નામના યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ ગીત 23 જુલાઈએ અપલોડ કરવામાં આવ્યું છે. હવે આ ગીતને લઈને લોકો સોંગ બનાવનારી ટીમ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.

ટ્વીટર યૂજર પ્રશાંત કનૌજિયાએ આ વીડિયોને ટ્વીટ કરી તેમને સિંગરને ડિજિટલ ટેરરિસ્ટ ગણાવ્યો છે. જણાવી દઈએ કે, પ્રશાંત કનૌજિયા પત્રકાર છે જેને CM યોગી આદિત્યાનાથ પર વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ કરવાના આરોપમાં યૂપી પોલીસે ધરપકડ કરી હતી.

પશાંત કનૌજિયાના ટ્વીટ પર કેટલાક લોકો એવા છે જે ગૃહ મંત્રાલયથી લઈને યૂપી પોલીસ સુધી વીડિયો બનાવનાર શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કેટલાક યૂજર્સ એવા પણ છે જે કહી રહ્યા કે, આ પ્રકારનો વીડિયો માર્કેટમાં આવવાથી મોબ લિંચિંગની ઘટનાઓ વધી શકે છે.

કેટલાક યૂજર્સ એવા પણ જેમણે આ ગીત પર કોઈ ખોટી વસ્તુ દેખાતી નથી. આવા લોકો વીડિયો ટ્વીટ કરવા પ્રશાંત કનૌજિયાને એન્ટી હિન્દૂ અને એન્ટી નેશનલિસ્ટ બતાવી રહ્યાં છે.

જણાવી દઈએ કે, હાલમાં જ ઝારખંડના તવરેજ અંસારી લિંચિંગ પર એક ટિક-ટોક વીડિયો બનાવવું કેટલાક યુવકોને ભારી પડ્યું હતું. આ મામલામાં ટિક-ટોક સ્ટાર મોહમ્મદ રિજવાન ફૈજલ અને તેમની ટીમ વિરૂદ્ધ મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે.

ચેન્નાઈના વિદ્યાર્થીઓની હરકતો ‘D ગેંગ’ જેવી, વિરોધીઓ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો