Gujarat Exclusive > The Exclusive > દમણ: કોંગ્રેસના પૂર્વ સાંસદ પર પાણી ચોરીનો આરોપ, ફરિયાદ દાખલ

દમણ: કોંગ્રેસના પૂર્વ સાંસદ પર પાણી ચોરીનો આરોપ, ફરિયાદ દાખલ

0
353

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની પોલીસે પૂર્વ કોંગ્રેસ સાંસદ ડાહ્યા પટેલ અને અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પૂર્વ સાંસદ અને અન્ય લોકો પર ગ્રામ પંચાયતના એક તળાવમાંથી પાણી ચોરવાનો આરોપ છે. સુત્રોએ જણાવ્યું કે, દમણની ડાભેલ ગ્રામ પંચાયતના સચિવ ઉજ્જવલ વાડવીએ શુક્રવારે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

વાડવીના આરોપો મુજબ, અમને જાણકારી મળી હતી કે, ડાભેલ ગામમાં સાઈં સરોવર બાર અને રેસ્ટોરન્ટ પાછળના તળાવમાંથી પાણીની ચોરી કરી રહ્યું છે. ગ્રામ પંચાયતના સભ્યોએ તપાસ કરતા જાણ થઈ કે, પંપની મદદથી તળાવનું પાણી કાઢીને અનેક લોકોને સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. શુક્રવારે ગ્રામ પંચાયતના સભ્યો અને દમણ પોલીસે તળાવમાંથી સબમર્સિબલ પંપ અને પાણીની પાઈપો જપ્ત કરી. આ પાઈપ ડાહ્યા પટેલના ઘર, રેસ્ટોરન્ટ અને જાણીતી પોલિસ્ટર કંપની અને પદ્મિની વોટર સપ્લાય સુધી જઈ રહી હતી. જે બાદ તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતીય

આ અંગે દમણના પોલીસ ઈન્સ્પેક્ટર સોહેલ જિવાનીએ જણાવ્યું કે, અમે ડાહ્યા પટેલ ઉપરાંત અન્ય લોકો વિરૂદ્ધ પાણી ચોરીની ફરિયાદ દાખલ કરી છે. અમે પાણીની પાઈપો, મોટર અને કેટલીક અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. આ બાબતે IPCની 379 કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે્.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ડાહ્યા પટેલના પુત્ર કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અનેક વખત ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે ભાજપના લલ્લૂ પટેલ સામે તેમનો પરાજય થયો છે. દમણ અને દીવ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડન્ટ રહી ચૂકેલા કેતન પટેલે તાજેતરમાં જ પોતાનું પદ છોડી દીધુ છે.

હવે પાણીનો વેડફાટ કરનારનું આવી જ બન્યું, જેલની સજા સાથે આકરા દંડની જોગવાઈ