Gujarat Exclusive > દેશ-વિદેશ > 14 લાખની કાર ખરીદવા માટે કાર્યકર્તાઓ પાસેથી ફંડ લઇ રહ્યાં હતા કોંગ્રેસના દલિત સાંસદ, અધ્યક્ષે રોક્યા

14 લાખની કાર ખરીદવા માટે કાર્યકર્તાઓ પાસેથી ફંડ લઇ રહ્યાં હતા કોંગ્રેસના દલિત સાંસદ, અધ્યક્ષે રોક્યા

0
356

કોંગ્રેસ સાંસદ રામ્યા હરિદાસ પાર્ટી કાર્યકર્તાઓ પાસેથી ફાળો લઈને મલ્ટી યૂટિલિટી વ્હીકલ (MUV) ખરીદવા માંગતા હતા. પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વએ તેમની આ યોજનાને સફળ થવા દીધી નહતી. રામ્યા હરિદાસ ખેતી કરતા શ્રમિકોના પરિવારમાંથી આવે છે અને 14 લાખ રૂપિયાની કાર ખરીદવા માંગતા હતા, તે પોતાના સંસદિય વિસ્તારમાં આવતા 1400 બૂથો પર પૈસા એકત્રીત કરવા ઈચ્છતી હતી.

તે ઈચ્છતી હતી કે યૂથ કોંગ્રેસના વર્કસ ઓછામાં ઓછા 1000 રૂપિયાનો ફાળો આપે. જણાવી દઈએ કે, હરિદાસ કેરળના પ્રથમ દલિત મહિલા સાંસદ છે. હરિદાસને લાગતું હતું કે, તેમના પગારથી નવી કાર ખરીદવી અસંભવ છે. જોકે, ચૂંટણી પ્રચાર દરમિયાન તે લોકો પાસેથી 67 લાખ રૂપિયા એકત્ર કરવમાં સફળ રહી હતી.

કાર ખરીદવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ પાસેથી ફાળો ઉઘરાવવાની તેમની યોજના પર પાર્ટીમાં વિવાદ ઉભો થયો હતો. પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા ન્યાય પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મામલો સામે આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રને વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ રામ્યા હરિદાસે કહ્યું કે, ‘એક આજ્ઞાકારી કાર્યકર્તાની જેમ મે પાર્ટી અધ્યક્ષની વાતોને દિલથી માની લીધી છે, જે લોકો મને પ્રેમ કરે છે તેમને મારો આ નિર્ણય સાચો ના લાગે. મારા જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ લોકોએ મને જે દિલાસો આપ્યો હતો તે મારો ટેકો હતો.’

ત્યારે પાર્ટી પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, હરિદાસના આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તા સ્વાગત કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, હરિદાસે ગાંધીના મૂલ્યોથી પ્રભાવિત થઈને સાર્વજનિક જીવનમાં આવવાનો નિર્ણય કર્યો હતો. દરેક કોંગ્રેસ કર્યકર્તાઓને ધ્યાનમાં રાખવા જોઈએ કે તે સચ્ચાઈનો સાથ ના છોડે.

RTI સંશોધન બિલ પર લોકસભાની મોહર, સોનિયા ગાંધીએ કહ્યું- દરેક નાગરિક નબળો બનશે