Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યો કોરોનાથી સંક્રમિત

કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યો કોરોનાથી સંક્રમિત

0
36

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યના નેતાઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. ટંકારા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લલિત કગથરા હાલ મોરબી બેઠક પર યોજાનાર પેટાચૂંટણીને લઈને પ્રચારકાર્યમાં જોતરાયેલા હતા. જો કે હવે તેમના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર રામ મંદિરની એડવર્ટાઈઝની કિંમત કેટલી?

લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે, પરંતુ રાજકોટમાં રહેલા તેમના પુત્ર-પુત્રવધુ અને ભાઈ સહિત પરિવારના 22 સભ્યોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ સિવાય ગુજરાતના પાણી પૂરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. કુંવરજીએ સપ્તાહની શરૂઆતમાં ગાંધીનગર ખાતે એક બેઠકમાં હાજરી આપી હતી. જેમાં હાજર રહેલા પશુપાલન વિભાગના ડિરેક્ટર ફાલ્ગુની ઠાકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વોરેન્ટાઈ થઈ ગયા છે.

આ ઉપરાંત ફાલ્ગુની ઠાકરે ગાંધીનગર નોર્થ બેઠક પરથી ધારાસભ્ય સીજે ચાવડાના પત્ની છે. આથી ધારાસભ્ય ખુદ પણ પોતાના પરિવાર સાથે ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

આ પણ વાંચો: ગુજરાતના 74 IPS અધિકારીઓની બદલી: 12 SPને DIGમાં બઢતી

જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાતમાં 24 કલાકમાં 1136 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 24 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 62574 કેસ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે કુલ 2465 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.